રિપોર્ટ મુજબ લીઇકો ખુબ જ જલ્દી ભારત છોડી શકે છે.

મળતી માહિતી મુજબ લીઇકો ખુબ જ જલ્દી ભારત છોડી શકે છે. તેમને લગભગ 85% કર્મચારીઓને કામ પરથી કાઢી મુક્યા છે.

By Anuj Prajapati
|

મળતી માહિતી મુજબ લીઇકો ખુબ જ જલ્દી ભારત છોડી શકે છે. તેમને લગભગ 85% કર્મચારીઓને કામ પરથી કાઢી મુક્યા છે. થોડા મહિના પહેલા જ આ ચાઈનીઝ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ વધુ ફાયનાસીયલ ક્રંચની આશા રાખી રહ્યા હતા.

રિપોર્ટ મુજબ લીઇકો ખુબ જ જલ્દી ભારત છોડી શકે છે.

ટોપ 3 ઇન્ડસ્ટ્રી સોર્સ મુજબ અતુલ જૈન સ્માર્ટ ઇલેક્ટ્રોનિક અને બિઝનેસમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર છે અને દેબાશીશ ઘોષ જેઓ ઈન્ટરનેટ એપ્લિકેશન, સર્વિસ અને કન્ટેન્ટમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. તેઓ તેમની પોસ્ટથી રિઝાઈન કરી ચુક્યા છે.

આ કંપની તેમની રાઈવલ ચાઈનીઝ મેન્યુફેક્ચર કંપની ઓપ્પો, વિવો, શ્યોમીને ટક્કર આપવા માટે મહિને 80 કરોડ એડ પર ખર્ચ કરતી હતી. પરંતુ તેઓ લિમિટેડ ફંડને ચાલતા ભારતીય માર્કેટમાંથી નીકળી રહી છે.

સેમસંગ પે રજીસ્ટ્રેશન લોન્ચ પહેલા જ ભારતમાં શરૂ

એલેક્સ લી, જેઓ લીઇકો ભારતમાં સીઓઓ છે, તેમને જણાવ્યું છે કે ઉપર જણાવેલ સિનિયર અધિકારીઓ કંપની છોડીને જઈ રહ્યા છે. પરંતુ લીઇકો ભારતીય માર્કેટ છોડીને નથી જઈ રહ્યું. તેમને આગળ જણાવ્યું કે કંપની વર્ષ 2016 થી ભારતમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. તેમને જણાવ્યું કે કંપની આગળ વધવા માટે જરૂરી પગલાં લઇ રહી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લીઇકો મુંબઇ અને દિલ્હી ઓફિસમાં સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. બેંગ્લોર સેન્ટરમાં પણ તેની પ્રોસેસ ચાલી રહી છે. રિપોર્ટ મુજબ ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં ખુબ જ વધુ સ્પર્ધા છે, જેને કારણે કંપની પોતાની જગ્યા બનાવી શકી નથી. નોટબંધીને કારણે પણ કંપની સેલમાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો છે.

આપને જણાવી દઈએ કે લીઇકો ગયા વર્ષે ભારતીય માર્કેટમાં દાખલ થયું તે સમયમાં લે મેક્સ અને લે 1એસ સ્માર્ટફોન લોન્ચ સાથે આવ્યું હતું. કંપની સ્માર્ટફોન સાથે સાથે ખુબ જ વધુ કેમ્પેઇન અને ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યું હતું.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
LeEco is all set to exit the Indian smartphone market, says report. The company has faced top level resignations as well.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X