રિલાયન્સ જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર લોન્ચ કરવામાં આવી

Posted By: anuj prajapati

રિલાયન્સ તેમના યુઝરને સરપ્રાઈઝ આપવામાં કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યું. રિલાયન્સ જિયો ઘ્વારા હાલમાં જ તેમના યુઝરને વધુ એક નવું સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે. આ વખતે રિલાયન્સ જિયો તેમના પ્રાઈમ મેમ્બર માટે સમર સરપ્રાઈઝ ઓફર લઈને આવ્યું છે.

રિલાયન્સ જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર લોન્ચ કરવામાં આવી

રિલાયન્સ જિયો ઘ્વારા તેમના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દરેક જિયો પ્રાઈમ મેમ્બર તેમનું પહેલું 303 રૂપિયાનું રિચાર્જ 15 એપ્રિલે કરશે. ત્યારે તેમને 3 મહિનાની કોમ્પ્લિમેન્ટ્રી સર્વિસ આપવામાં આવશે. ટેરિફ પ્લાન જૂનમાં એપ્લાય કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે કંપની ઘ્વારા તેમની સર્વિસ 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. એટલે કે તમને 15 એપ્રિલ સુધી ફ્રી ઉપયોગ કરી શકો છો.

જાણો કઈ રીતે રિલાયન્સ જિયો અથવા તો બીજા સિમ ડિએક્ટિવેટ કરવા

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લગભગ 72 મિલિયન કરતા પણ વધારે જિયો યુઝરે 31 માર્ચ પહેલા પ્રાઈમ મેમ્બર બનવા માટે સાઈન અપ કર્યું છે.

રિલાયન્સ જિયો પહેલું એવું ટેલિકોમ નેટવર્ક છે, જેને આટલા ઓછા સમયમાં આટલા વધુ કસ્ટમર બનાવ્યા હોય. જિયો પ્રાઈમ મેમ્બર બનવા માટે લોકોમાં હોડ જામી છે. તેને જોતા રિલાયન્સ જિયો ઘ્વારા તેને 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘણા લોકો રિલાયન્સ જિયો સાથે જોડાવવા માટે મોબાઈલ નંબર પોર્ટેબલ કરાવી ચુક્યા છે.

રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી ઘ્વારા લેટરમાં જણાવવામાં આવ્યું છે કે જે કસ્ટમર કોઈ કારણસર 31 માર્ચ પહેલા રિલાયન્સ જિયો પ્રાઈમ મેમ્બરમાં જોડાઈ શક્યા નથી. તેઓ 15 એપ્રિલ પહેલા 99 રૂપિયાનું રિચાર્જ કરી પહેલો 303 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકે છે.

તેમને આગળ જણાવ્યું કે રિલાયન્સ જિયો ઘ્વારા સૌથી લાબું વાયરલેસ બ્રોડબેન્ડ લગભગ 1,00,000 મોબાઈલ ટાવર નાખીને બનાવવામાં આવ્યું છે અને આવનારા મહિનામાં તેઓ હજુ બીજા 1,00,000 ટાવર નાખવા જઈ રહ્યા છે. જેના માટે 200,000 કરોડ જેટલું રોકાણ કરવામાં આવ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
He said, "Jio has created the world"s largest greenfield 4G LTE wireless broadband network, with over 100,000 mobile towers. And we will add another 100,000 towers to our network in the coming months. This greenfield investment – of over Rs 200,000 crores – is the largest anywhere in the world."

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot