જાણો કઈ રીતે રિલાયન્સ જિયો અથવા તો બીજા સિમ ડિએક્ટિવેટ કરવા

Posted By: anuj prajapati

હાલમાં રિલાયન્સ જિયો ખુબ જ ફેમસ ટેલિકોમ પ્રોવાઇડર બની ચૂક્યું છે, જે ભારતીય યુઝરનું માઈન્ડ સેટ સમજી ચુક્યા છે. આ ટેલિકોમ ઘ્વારા અનલિમિટેડ કોલ, ફ્રી મેસેજ અને ડેટા જેવી સુવિધા આપવામાં આવી છે. જેના કારણે રિલાયન્સ જિયો સિમ લેવા માટે લોકોની લાઈન લાગી ગયી હતી.

જાણો કઈ રીતે રિલાયન્સ જિયો અથવા તો બીજા સિમ ડિએક્ટિવેટ કરવા

રિલાયન્સ જિયો ઘ્વારા યુઝરને ફ્રી ઓફર મળી ચુકી છે. રિલાયન્સ જિયો ઘ્વારા વેલકમ ઓફર આપવામાં આવી. જેમાં યુઝરને રોજ 4 જીબી ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવી હતી. ત્યારપછી હેપી ન્યુ યર ઓફર લોન્ચ કરવામાં આવી. જેમાં રોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલ સુવિધા આપવામાં આવી. રિલાયન્સ જિયો ઓફર 31 માર્ચ 2017 સુધી જ ફ્રી રાખવામાં આવી હતી. હવે 1 એપ્રિલથી જિયો યુઝરે પૈસા ચૂકવવા પડશે.

રિલાયન્સ જિયો પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન

રિલાયન્સ જિયો પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન

રિલાયન્સ જિયો ઓફર 31 માર્ચ 2017 સુધી જ ફ્રી રાખવામાં આવી હતી. હવે 1 એપ્રિલથી જિયો યુઝરે પૈસા ચૂકવવા પડશે. રિલાયન્સ જિયો પ્રીપેડ પ્લાન 96 રૂપિયાથી 9999 રૂપિયા સુધી છે. જયારે બીજી બાજુ પોસ્ટપેડ પ્લાન 303 રૂપિયા, 499 રૂપિયા અને 999 રૂપિયા રાખવામાં આવ્યા છે, જેની વેલિડિટી 28 દિવસ રાખવામાં આવી છે.

કુમાર બિરલા જોડાણ પ્લાન નક્કી કરવા માટે મનોજ સિન્હાને મળ્યા

શુ તમે તમારો જિયો નંબર ચાલુ રાખવા માંગો છો?

શુ તમે તમારો જિયો નંબર ચાલુ રાખવા માંગો છો?

નવા લોન્ચ થયેલા જિયો પ્રાઈમ સબ્સ્ક્રિપશન વર્ષના 99 રૂપિયાથી રજીસ્ટર થાય છે. જેના ટેરિફ પ્લાન ઉપર જણાવ્યા મુજબ છે. જો તમને જિયો ઘ્વારા સારી સુવિધા આપવામાં આવી હોય તો ચોક્કસ તમે જિયો નંબર ચાલુ રાખશો. પરંતુ જો તમે રિલાયન્સ જિયો ખાલી ફ્રી ઇન્ટરનેટ અને કોલ માટે જ લીધું હોય તો તમે તમારો જિયો નંબર ડિએક્ટિવેટ અથવા તો કેન્સલ કરી શકો છો.

કઈ રીતે તમારો જિયો નંબર કેન્સલ કરવો

કઈ રીતે તમારો જિયો નંબર કેન્સલ કરવો

જો તમારે જિયો નંબર કેન્સલ કરવો હોય તેને બે રીતે કરી શકાય છે. એક રસ્તો છે જેમાં તમે તમારું જિયો સિમ વાપર્યા વિના 90 દિવસ સુધી રહેવા દો. આટલા દિવસ પછી તમારું સિમ જાતે જ ડિસકનેક્ટ થઇ જશે. જયારે બીજો રસ્તો છે જેમાં તમે જિયો કસ્ટમર કેરમાં કોલ કરો અથવા તો જાતે જ જિયો સ્ટોર પર વિઝિટ કરો અને કેન્સલ રિકવેસ્ટ મોકલી આપો. આમ કરવાથી તમારે 90 દિવસ સુધી રાહ જોવી નહીં પડે.

English summary
You can deactivate your Reliance Jio SIM or any other SIM without much effort. Take a look at how you can do it.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot