આઈફોન વેચાણે એપલ ના અત્યાર સુધીના બધા જ વેચાણ રેકોર્ડ તોડ્યા

By: anuj prajapati

આઈફોન 7 અને એપલ વોચ અપાર સફળતા મળ્યા પછી એપલ ઘ્વારા જાહેરાત કરવામાં આવી કે તેમને $78.4 બિલિયન રેકોર્ડ નોંધાવ્યો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ છે. જો આ રિઝલ્ટ ને ગયા વર્ષ સાથે સરખાવવામાં આવે તો ગયા વર્ષે $75.9 બિલિયન રેવન્યુ આવ્યો હતો.

આઈફોન વેચાણે એપલ ના અત્યાર સુધીના બધા જ વેચાણ રેકોર્ડ તોડ્યા

કંપની ઘ્વારા તેમના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે ઇન્ટરનેશનલ સેલ્સ અકાઉન્ટેડમાં 64 પર સેન્ટ કવાટર રેવન્યુ જોવા મળ્યો છે.

એપલ સીઈઓ ટિમ કૂક ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને દર વર્ષ કરતા આ વર્ષે આઈફોનનું વેચાણ વધારે કર્યું છે અને આઈફોન, સર્વિસ, મેક અને એપલ વોચમાં એક નવો રેવન્યુ રેકોર્ડ સેટ કર્યો છે.

આઈફોન વેચાણે એપલ ના અત્યાર સુધીના બધા જ વેચાણ રેકોર્ડ તોડ્યા

ટિમ કૂક ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ગયા વર્ષે સર્વિસ ઘ્વારા રેવન્યુમાં ખુબ જ વધારો થયો છે. એપલ સ્ટોર પર કસ્ટમર એક્ટિવિટી ખુબ જ વધારે જોવા મળી હતી અને અમે અમારા લેટેસ્ટ પ્રોજેક્ટ માટે પણ ખુબ જ ઉત્સાહિત છે.

ચાઈનીઝ કંપનીઓને કારણે એપલ પ્રોડક્ટ વેચાણમાં ચોક્કસ થોડો ઘટાડો થાય છે. ચાઈનીઝ સ્માર્ટફોનને કારણે આઈફોનને અસર તો પડે જ છે.

ભારતમાં સેમસંગ ગેલેક્ષી S7, S7 એજ, એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ ચાલુ

પરંતુ વર્ષ 2017 પહેલા જ કવાટરમાં જ આઈફોન 7 ઘ્વારા બધું જ બદલી દેવામાં આવ્યું. કંપની ઘ્વારા 78.3 મિલિયન આઈફોન વેચવામાં આવ્યા. બીબીસી રિપોર્ટ મુજબ કંપની આઈફોન વેચાણ ઘ્વારા $54.3 બિલિયન, $7.2 બિલિયન મેક ઘ્વારા, $5.5 બિલિયન આઇપેડ ઘ્વારા અને $4 બિલિયન બીજી પ્રોડક્ટ ઘ્વારા જેમાં એપલ વોચનો પણ સમાવેશ થાય છે.

લુકા માઈસ્ત્રી જેઓ એપલ સીએફઓ છે, તેમને જણાવ્યું કે અમારા આઉટ સ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સ ઘ્વારા અમે એક નવો અર્નિંગ રેકોર્ડ બનાવ્યો છે. તેમને આગળ જણાવ્યું કે અમે લગભગ $15 બિલિયન ઇન્વેસ્ટર ને આપ્યા છે.

સર્વિસ ડિવિઝનમાંથી મળતો રેવન્યુ જેમાં એપ સ્ટોર, એપલ મ્યુઝિક અને આઈક્લાઉડ નો સમાવેશ થાય છે, તે લગભગ $7.1 બિલિયન જેટલો છે.

English summary
Riding on the success of iPhone 7 and Apple Watch, the Cupertino-based company on Wednesday announced an all-time record revenue of $78.4 billion -- with a record quarterly earnings per diluted share of $3.36 -- for the first quarter of 2017 that ended on December 31.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot