ભારતમાં સેમસંગ ગેલેક્ષી S7, S7 એજ, એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ ચાલુ

Posted By: anuj prajapati

સેમસંગ ઇન્ડિયા ઘ્વારા આખરે એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ સેમસંગ ગેલેક્ષી એસ7, એસ7 એજ સ્માર્ટફોન માટે આપવામાં આવી રહ્યા છે. આ અપડેટ બે અઠવાડિયા પહેલા ગ્લોબલી રિલીઝ કરવામાં આવ્યા હતા અને હવે તે અપડેટ આખરે ભારત આવી પહોંચ્યું છે.

ભારતમાં સેમસંગ ગેલેક્ષી S7, S7 એજ, એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ ચાલુ

સેમસંગ લેટેસ્ટ સ્માર્ટફોનમાં છેલ્લા ઘણા સમયથી લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમની રાહ જોવાઈ રહી હતી અને આખરે તેમની ઈચ્છા પુરી થવા જઈ રહી છે. સેમસંગ તમને લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા માટેનો મોકો આપી રહ્યું છે.

સેમસંગ ગેલેક્ષી એસ7 સ્માર્ટફોન માટેનું આ અપડેટ G930FXXU1DQAZ નંબર અને 1300 એમબી જેટલા વજન સાથે આવ્યું છે. જયારે સેમસંગ ગેલેક્ષી એસ7 એજ સ્માર્ટફોન માટે G935FXXU1DQAZ નંબર આપવામાં આવ્યો છે.

29 માર્ચે લોન્ચ થશે સેમસંગ નો ચર્ચિત ગેલેક્ષી એસ 8 સ્માર્ટફોન

કંપની ઘ્વારા લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટમાં ઘણા ફીચર આપવામાં આવ્યા છે. બધા જ એન્ડ્રોઇડ નોગૅટ અપડેટના યુનિક ફીચર જેવા કે એડવાન્સ ડોઝ મોડ પણ આ અપડેટમાં આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ નવા અપડેટ સાથે કંપની ઘ્વારા ઘણા બગ તેમના હાલમાં રહેલા સેમસંગ ગેલેક્ષી એસ7 અને એસ7 એજ સ્માર્ટફોનમાં ફિક્સ કરી દેવામાં આવ્યા છે.

એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ ખુબ જ સારી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અપડેટ તમારા સ્માર્ટફોન સુધી પહોંચવામાં થોડો સમય લેશે. જો તમારે આ અપડેટ જલ્દી જોઈતું હોય તો તમારી સિસ્ટમ અપડેટ સ્ક્રીન ચેક કરતા રહો, કારણકે આ અપડેટ જલ્દી જ તમારા સ્માર્ટફોન પર આવી જશે.

English summary
Samsung started rolling out the Android Nougat update to the Samsung Galaxy S7 and S7 Edge in India. Read on..

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot