ઇન્સ્ટાગ્રામ યુઝર્સ હવે પોસ્ટ્સ ને શેડ્યૂઅલ પણ કરી શકશે અને તે પબ્લિશ થઇ જાય ત્યાર બાદ તેનું નોટિફિકેશન પણ મેળવી શકશે.

By: Keval Vachharajani

ફેસબુક અને વોટ્સએપ આજે જયારે ઘણા બધા નવા નવા ફીચર્સ લઇ ને બહાર આવી રહ્યું છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પણ ધીમે ધીમે પોતાના નવા ફીચર્સ ને બહાર પાડી ને તેમની સાથે સ્પર્ધા માં સરખો ભાગ ભજવી રહ્યું છે, અને તેઓ પણ દરરોજ કૈક ને કૈક નાનું મોટું ફીચર બહાર પાડતા રહે છે.

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ હવે પોસ્ટ્સ ને શેડ્યૂઅલ પણ કરી શકશે અને તે પબ્લિશ

છેલ્લા વર્ષ ની સરખામણી માં જોઈએ તો ઇન્સ્ટાગ્રામે પોતાની એપ ને આખી બદલાવી નાખી છે અને વધુ ફીચર્સ ની સાથે સાથે વધુ યુઝર ફ્રેંડલી પણ બનાવી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ થી લઇ અને બુમરિંગ સુધી ના ઘણા બધા એવા ફીચર્સ છે કે જેના લીધે ઘણા બધા નવા ઇન્ડિયન યુઝર્સ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ની સાથે જોડાઈ રહ્યા છે.

હવે VLC મીડિયા પ્લેર પર જોવો 360 ડિગ્રી વિડિઓઝ

એવું ઘણી વખત થાય છે કે યુઝર અપડેટ કરતા ઘણી વખત ભૂલી જતા હોઈ છે, કે જે તેમણે થોડા કલ્લાક પેહલા નક્કી કર્યું હોઈ મુકવા નું. આ માનવ સ્વભાવ ને ધ્યાન માં રાખી અને એક નવું ફીચર ઇન્સ્ટાગ્રામ માં જોડવા માં આવેલ છે. હા, હવે થી એન્ડ્રોઇડ, ios અને વિન્ડોઝ ફોન ના યુઝર્સ પોતાની ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ ને શેડ્યૂઅલ ભી કરી શકશે અને તે પબ્લિશ થઇ જાય ત્યાર બાદ તેનું નોટિફિકેશન પણ મેળવી શકશે.

#સ્ટેપ-1 CoSchedule ની સાથે સાઈનઅપ થાવ

#સ્ટેપ-1 CoSchedule ની સાથે સાઈનઅપ થાવ

CoSchedule.com પર જય અને તમારું નામ,ઇમેઇલ નું સરનામું અને પાસવર્ડ નાખી અને તેમાં સાઈનઅપ થાવ. અને એ વાત નું ખાસ ધય્ન રાખવું કે તમે કોઈ વિગતો ભૂલી ના જાવ.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#સ્ટેપ-2 તમારા CoSchedule કેલેન્ડર માં જાવ

#સ્ટેપ-2 તમારા CoSchedule કેલેન્ડર માં જાવ

CoSchedule ની સાથે સરળતા થી લોગઇન થઇ ગયા બાદ તે તમને તેમના હોમ પેજ પર લઇ જશે, કે જ્યાં થી તમે સરળતા થી કેલેન્ડર ઓપ્શન ને માત્ર તામરા એકાઉંટ પર ક્લિક કરી અને તમે તેમાં પોસ્ટ ડિટેઈલ્સ ને એડ કરી અને કરી શકો છો. અને તેટલું જ નહિ તેમાં તમે જે પોસ્ટ ને એડ કરવા માંગતા હો તેને પણ એડ કરી શકો છો.

#સ્ટેપ-3 CoSchedule ને તમારા ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કરો

#સ્ટેપ-3 CoSchedule ને તમારા ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કરો

પોસ્ટ ને ડ્રાફ્ટ કર્યા બાદ, યુઝર સરળતા થી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉંન્ટ ને CoSchedule ની સાથે માત્ર પોતાનો યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને લિંક કરી શકે છે.

આમા યુઝર્સ ને 14 દિવસ નો ફ્રી ટ્રાયલ આપવા માં આવે છે જો તેમાં તમે ખુશ ના થાવ તો તમે તે એપ સાથે ડિસ્કન્નેક્ટ થઇ શકો છો.

#સ્ટેપ-4 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ને શેડ્યૂઅલ કરો

#સ્ટેપ-4 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ને શેડ્યૂઅલ કરો

એક વખત જયારે તમે ઇન્સ્ટાગ્રામ સાથે લિંક થઇ જાવ છો ત્યાર બાદ, તમે પોસ્ટ નો ટાઈમ, ડેટ, ને બદલાવી શકો છો અને ત્યાર બાદ, સ્ક્રીન ની એક્દુમ નીચે જઈ અને શેડ્યૂઅલ ઓપ્શન ને પસંદ કરો, ત્યાર બાદ પોસ્ટ સરળતા થી શેડ્યૂઅલ થઇ જશે.

#સ્ટેપ-5 પોસ્ટ પબ્લિશ થઇ જાય ત્યાર બાદ નોટિફિકેશન મેળવો

#સ્ટેપ-5 પોસ્ટ પબ્લિશ થઇ જાય ત્યાર બાદ નોટિફિકેશન મેળવો

પોસ્ટ પબ્લિશ થઇ જાય ત્યાર બાદ નોટિફિકેશન મેળવવા માટે, યુઝર્સ પોતાના ફોન પર CoSchedule ફોર ઇન્સ્ટાગ્રામ એપ ડાઉનલોડ કરી શકે છે. અને ત્યાર બાદ તેમાં લોગઇન કર્યા બાદ તમને મેલ માં ઇમેઇલ મોકલવા માં આવશે અને તેના લીધે તમારી નોટિફિકેશન બાર માં પણ નોટિફિકેશન આવશે.

ન્યૂ smartwatch શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Follow these 5 simple steps to schedule posts on Instagram and get notified after publishing.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot