Related Articles
ઇન્સ્ટાગ્રામ એન્ડ્રોઇડ એપ પર કદાચ મલ્ટી ફોટો આલબમ ફીચર લાવી શકે છે.
ઘણા સમય થી ફેસબુક ની અંદર આલબમ નું ફીચર આપવા માં આવેલું છે જેના દ્વારા તમે એક જ ક્લિક ની સાથે એક સાથે ઘણા બધા ફોટોઝ ને અપલોડ કરી શકો છો, આ ફીચર જયારે વધારે ફોટોઝ ને અપલોડ કરવા હોઈ ત્યારે વધુ સારું અને પ્રેકટીકલ પડે છે ત્યારે, ઇન્સ્ટાગ્રામ પણ તે જ ફીચર ને અપનાવવા જય રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.
અને આ ફીચર ટૂંક સમય ની અંદર જ લોન્ચ કરવા માં આવી જશે તેવું રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કેમ કે આ ફીચર ઇન્સ્ટાગ્રામ અત્યારે પોતાના બેટા એપ પર ટેસ્ટ કરી રહ્યું છે, ડ્રોડ લાઈફ ના એક રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ ની એન્ડ્રોઇડ એપ પર ના નવા ફીચર દ્વારા ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ને પોતાના સ્માર્ટફોન ની ગેલેરી દ્વારા એક સાથે ઘણા બધા ફોટોઝ ને આલબમ તરીકે મુકવા ની અનુમતિ આપશે.
અને તે રિપોર્ટ ની અંદર આગળ એવું કહેવા માં આવ્યું છે કે એક વખત જયારે આ ફીચર ને ઓફીસીઅલી લોન્ચ કરી દેવા માં આવશે ત્યાર બાદ યુઝર્સ એક સાથે વધુ માં વધુ 10 ફોટોઝ ને એકસાથે શેર કરી શકશે. અને તે આ આલબમ પર પોતાને ગમતા ફિલ્ટર પણ આપી શકશે. અને ત્યાર બાદ પોતાની ટાઈમ લાઈન પર અપલોડ કરી શકશે.
અને જો ફોલોવર્સ ની વાત કરીયે તો તે લોકો આ ફોટોઝ ને સ્વાઇપ અથવા તો સ્લાઈડ કરી અને સરળતા થી જોઈ શકશે.
પહેલા આ ફીચર નો ઉપીયોગ માત્ર જાહેરાતકર્તાઓ જ કરી શકતા હતા અને માત્ર તેલોકો જ પોતાની ગેલેરી માંથી ઘણા બધા ફોટોઝ ને એક સાથે મુકી શકતા હતા પરંતુ જ્યારે થી ઇન્સ્ટાગ્રામે આ ફીચર ને ટેસ્ટ કરવા નું શરુ કરી દીધું છે ત્યાર થી એવું લાગી રહ્યું છે કે ખુબ જ ટૂંક સમય ની અંદર આ ફીચર ને બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.
આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી, કિંમત 14,999 રૂપિયા
જો કે આ ફીચર અત્યારે ટેસ્ટિંગ ના તબક્કે છે જેથી બેટા યુઝર્સ આ ફીચર નો ઉપીયોગ કરી શકશે પરંતુ અત્યારે તેઓ ઘણા બધા ફોટોઝ ને એક સાથે પોતાની ટાઈમલાઈન પર પોસ્ટ નહિ કરી શકે.
એક વખત જયારે આ ફીચર ને ઓફીસીઅલ કરી દેવા માં આવશે એટલે અમે તમને તરત જ જાણ કરી દેશું, તેથી આવા જ રસપ્રદ લેખો માટે જોડાયેલા રહો ગીઝબોટ સાથે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો