આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી, કિંમત 14,999 રૂપિયા

By: anuj prajapati

આસુસ ઘ્વારા કંપનીનો લેટેસ્ટ બિગ બેટરી સ્માર્ટફોન આસુસ ઝેનફોન 3એસ મેક્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્માર્ટફોન 5000mAh બેટરી સપોર્ટ અને 14,999 રૂપિયામાં ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન ઈ-કોમર્સ સ્ટોર અને દેશમાં બધા જ રિટેલ સ્ટોર પર સરળતાથી મળી જશે.

આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી, કિંમત 14,999 રૂપિયા

આ સ્માર્ટફોન હાઈલાઈટ માં જણાવવામાં આવ્યું છે કે 5000mAh બેટરી સપોર્ટ ફુલ ચાર્જ 38 દિવસ 4જી સ્ટેન્ડ બાય મોડ, 28 કલાક 3જી ટોકટાઈમ અને 25 કલાક વેબ બ્રાઉઝિંગ સુધી ચાલી શકે છે. આ સ્માર્ટફોનમાં તમને યુએસબી ઓટીજી રિવર્સ ચાર્જિંગ ફીચર આપે છે. જેના ઘ્વારા તમે બીજા મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો.

આસુસ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો આ સ્માર્ટફોન 5.2 ઇંચ એચડી 1280*720 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં ખુબ જ ચાલી શકે છે, કારણકે 15,000 રૂપિયામાં પણ તમને સ્માર્ટફોનમાં 1080 પિક્સલ સ્ક્રીન આપવામાં આવતી નથી.

આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી, કિંમત 14,999 રૂપિયા

હાલમાં લોન્ચ કરવામાં આવેલી ઝેડટીઈ બ્લેડ એ2 પ્લસ જેમાં 5000mAh બેટરી યુનિટ અને ફુલ એચડી સ્ક્રીન આપવામાં આવી રહી છે. તેની કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે.

સેમસંગ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નવું ટેબ્લેટ લોન્ચ કરશે

ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોનમાં એલ્યુમિનિયમ બોડી સાથે મીડિયા ટેક ઓક્ટાકોર પ્રોસેસર, 3 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ મેમરી માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમે 2 ટીબી સુધી વધારી શકો છો.

જો કેમેરાની વાત કરવામાં આવે તો ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

સોફ્ટવેરની વાત કરવામાં આવે તો ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલર વેરિયંટમાં મળી રહ્યો છે.

English summary
Asus has announced the launch of company's latest big battery smartphone- Zenfone 3S Max (ZC521TL). The smartphone is backed by a large 5,000 mAh battery unit and is priced at Rs. 14,999 in the Indian market.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot