હવે તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓફલાઈન પણ ઇન્સ્ટાગ્રામ ચલાવી શકશો

By: anuj prajapati

સાન જોસમાં ફેસબુકના વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં, કંપનીએ એક રસપ્રદ સુવિધાની જાહેરાત કરી કે જે ઇન્સ્ટાગ્રામ યુઝર માટે ખુબ જ સારા સમાચાર છે. હવે તમે ઓફલાઈન પણ ઇન્સ્ટાગ્રામ ચલાવી શકો છો.

હવે તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓફલાઈન પણ ઇન્સ્ટાગ્રામ ચલાવી શકશો

ઑફલાઇન મોડ સાથે, એન્ડ્રોઇડ માટે ઇન્સ્ટાગ્રામ યુઝર ને ઇન્ટરનેટ સાથે અથવા ઓછા બેન્ડવિડ્થ સાથેના વિસ્તારો સાથે કનેક્ટ ન હોય ત્યારે પણ એપ્લિકેશનને સ્ક્રોલ અથવા બ્રાઉઝ કરવા દેશે. ઇન્સ્ટાગ્રામ તેના એન્ડ્રોઇડ એપ્લિકેશનના બીટા સંસ્કરણમાં પહેલેથી જ ઑફલાઇન મોડ સુવિધાને ચકાસી રહ્યું છે આ ઓફલાઇન ક્ષમતા વપરાશકર્તાઓને કનેક્ટિવિટીને ધ્યાનમાં લીધા વગર સામગ્રી સાથે સંકળાયેલી અને રોકાયેલા રહેવાની મંજૂરી આપે છે.

ઇન્સ્ટાગ્રામમાં દર મહિને એક્ટિવ યુઝર માં વધારો થવાથી, ઇન્સ્ટાગ્રામ ઘ્વારા ફેસબુક એપ્લિકેશનના પગલાને અનુસરવાનું નક્કી કર્યું છે. અમે કહીએ છીએ કે ફેસબુકમાં ઑફલાઇન મોડ છે અને તે યોગ્ય રીતે કાર્ય કરે છે.

સ્નેપચેટ ગાઈડલાઈન: આ વસ્તુ સ્નેપચેટ પર કરવી નહીં

ઇન્સ્ટાગ્રામ ઑફલાઇનનો ઉપયોગ કરતી વખતે, વપરાશકર્તા તે સામગ્રીને જોઈ શકશે જે પહેલાથી જ તેમના ફીડ્સમાં ડાઉનલોડ કરવામાં આવી છે. તેઓ પોસ્ટ પર કમેન્ટ કરી શકે છે, તેને લાઈક કરી શકે છે સાથે સાથે અનફોલો પણ કરી શકે છે એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી પાછા આવી જાય, ઑફલાઇન મોડમાં કરવામાં આવેલી બધી ક્રિયાઓ એક્ઝિક્યુટ કરવામાં આવશે.

હમણાં માટે, ત્યાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઑફલાઇન કામ કરશે કે નહીં તેના પર કોઈ ઉલ્લેખ નથી. અમે અપેક્ષા રાખી શકીએ કે આ ઇન્સ્ટાગ્રામ ફીચર ને ટૂંક સમયમાં બહાર લાવવામાં આવશે.

English summary
Instagram app for Android can now work when you are offline too. Instagram is already testing this offline mode feature in the beta version of its Android app.We can expect Instagram Stories to be launched in the offline mode soon.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot