સ્નેપચેટ ગાઈડલાઈન: આ વસ્તુ સ્નેપચેટ પર કરવી નહીં

Posted By: anuj prajapati

શુ તમે સ્નેપચેટ ઉપયોગ કરો છો? તમને ખબર છે કે સ્નેપચેટ પર રોજ 400 મિલિયન પોસ્ટ થાય છે? સ્નેપચેટ એન્ડ્રોઇડ અને આઇઓએસ પર સૌથી ફેમસ એપમાં એક છે.

સ્નેપચેટ ગાઈડલાઈન: આ વસ્તુ સ્નેપચેટ પર કરવી નહીં

એટલું જ નહીં પરંતુ આ એપ તમને 24 કલાકમાં તેની જાતે જ ગાયબ થઇ જાય તેવા મેસેજ જેમાં ફોટો અને વીડિયો નો સમાવેશ થાય છે. જેને તમે તમારા મિત્રો સાથે તમે શેર કરી શકો છો. કેટલાક રિપોર્ટ અનુસાર સ્નેપચેટનો વર્ષ 2020 દરમિયાન 85 મિલિયન જેટલા અમેરિકન ઉપયોગ કરતા હશે.

બીજું બાજુ સ્નેપચેટની કેટલીક ગાઈડલાઈન પણ છે, જેને ધ્યાનમાં રાખવી જોઈએ. તમારા મિત્રોને કોઈ પણ સ્ટોરી મોકલતા પહેલા આ ગાઈડલાઈન ચોક્કસ ધ્યાન રાખજો. જો તમે આ સ્નેપચેટ ગાઈડલાઈન ફોલો નહીં કરો તો તમારું એકાઉન્ટ લાઈફટાઈમ માટે બેન થઇ શકે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે સ્નેપચેટ પર કઈ વસ્તુઓ તમારે ના કરી જોઈએ.

પોર્ન

પોર્ન

સેક્સ કન્ટેન્ટ મોકલવા અથવા નો તેને બીજી રીતે પ્રોમોટ કરવા કંપની પોલિસી વિરુદ્ધ છે. એટલું જ નહીં પરંતુ 18 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવતા કોઈને પણ સેક્સુઅલ કન્ટેન્ટ મોકલતા પહેલા વિચાર કરી લેજો.

સ્નેપચેટ ઘ્વારા ભારત વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી વિશે નકાર્યું

પ્રાઇવસી અને ખતરો

પ્રાઇવસી અને ખતરો

વ્યક્તિના જ્ઞાન અથવા સંમતિ વગર વ્યક્તિની સ્નેપ્સ લેવાથી ગોપનીયતા પર આક્રમણ આવે છે. ઉપરાંત, સ્નેપચેટ દ્વારા કોઈ વ્યક્તિ, લોકોના જૂથ અથવા તેમની મિલકતને નુકસાન પહોંચાડવાનું ક્યારેય જોખમ લેવું નહીં

પજવણી અને ધમકાવવું

પજવણી અને ધમકાવવું

સ્નેપચેટ દ્વારા કોઈને કોઈ પરેશાન કરવું કે તેને પજવવું નહીં. વધુમાં, નોંધ કરો કે તમારે તેમની સંમતિ અથવા પરવાનગી વગર તેનો મજાક બનાવવું નહીં. એટલું જ નહીં પરંતુ જયારે તમને કોઈ બ્લોક કરે ત્યારે કોઈ બીજા વ્યક્તિના નામથી તેને મેસેજ કરવું નહીં.

English summary
Do you use Snapchat? Did you know that Snapchat has a daily upload count of 400 million messages? Snapchat is one of the most famous apps available on Android and iOS platform.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot