ભારત પહેલી વખત એમડબ્લ્યુસી ઇવેન્ટ સપ્ટેમ્બર 2017 માં હોસ્ટ કરશે

By: anuj prajapati

ભારત પહેલી વખત સપ્ટેમ્બરમાં તેમની મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ હોસ્ટ કરવા જઈ રહ્યું છે. આ વખતે તેઓ સ્પેશ્યલ સાઉથ ઈસ્ટ એશિયન માર્કેટ તરફ પહોંચવા જઈ રહ્યું છે.

ભારત પહેલી વખત એમડબ્લ્યુસી ઇવેન્ટ સપ્ટેમ્બર 2017 માં હોસ્ટ કરશે

પીટીઆઈ રિપોર્ટ અનુસાર જીએસએમ એસોસિએશન જેઓ એનુઅલ ગ્લોબલ ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બાર્સેલોના સ્પેનમાં યોજે છે. તેઓ ત્રણ દિવસની પ્રગતિ મેદાન ઇવેન્ટ માટે તૈયાર થઇ ચુક્યા છે. આ ઇવેન્ટ 27 સપ્ટેમ્બર 2017 થી શરૂ થઇ જશે.

રાજન એસ મેથ્યુ જેઓ કોલમાં ડિરેક્ટર જનરલ છે, તેમને પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે ભારત ટેલિકોમ સેક્ટરમાં એક ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે. તેઓ ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસને શૉકેસ કરશે.

નોકિયા 9 કોન્સેપટ તસવીરો તમને દિવાના બનાવશે.

તેમને આગળ જણાવ્યું કે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રિનિક અને આઇટી ઘ્વારા ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં રસ દાખવવામાં આવ્યો છે. ભારતીય સરકાર ડેલિગેશન ઘ્વારા ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ વિશે બ્રિટિશ અને સ્વિડિશ ટ્રેડ મિનિસ્ટર સાથે વાતચીત કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર બધા જ ભારતીય મોબાઈલ ઓપરેટર, ફેસબૂક, હુવાઈ, એરિક્શન, સિસ્કો જેવી કંપનીઓ ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં ભાગ લેવા તૈયાર છે.

એટલું જ નહીં પરંતુ કોલ ડાયરેક્ટર ઘ્વારા બીજા ભારતીય બિઝનેસ એસોસિયેશનને એક સાથે આવી આ ત્રણ દિવસની ઇવેન્ટમાં ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે. ઇન્ડિયન મોબાઈલ કૉંગેસ નોલેજ શેરિંગ, એક્સહિબિશન, સ્ટાર્ટ અપ્સ, સ્કિલ ડેવલોપમેન્ટ અને મેક ઈન ઇન્ડિયા પ્રોજેક્ટ પર ધ્યાન આપશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
India will host its first Mobile World Congress in September 2017 with a focus on reaching out to the South East Asian markets.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot