હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન લોન્ચ પહેલા જ કિંમત થયી લીક

By: anuj prajapati

હુવાઈ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં અલગ અલગ રેન્જના ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવા માટેનો પ્લાન કરી રહ્યું છે. કંપની ઘ્વારા આ ઇવેન્ટમાં હુવાઈ પી10, પી10 પ્લસ, પી10 લાઈટ અને તેની સાથે સાથે હોનોર 8 લાઈટ સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન લોન્ચ પહેલા જ કિંમત થયી લીક

આ સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા જ તેના વિશે ઘણી અફવાહો ચાલુ થઇ ચુકી છે. ખાસ કરીને પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન તેમાં સૌથી આગળ છે. મળતી માહિતી મુજબ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોનની કિંમત લીક થઇ ચુકી છે. હવે આ કિંમત કેટલી સાચી છે તેના વિશે જણાવવું ખુબ જ મુશ્કિલ છે. ચાઈનીઝ સ્માર્ટફોન વેન્ડર ઘ્વારા કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી.

થોડા દિવસો પહેલા જ રોલેન્ડ કવાંટ ઘ્વારા ટ્વિટર પર આ સ્માર્ટફોનની કિંમત પોસ્ટ કરવામાં આવી હતી. તેમની ટવિટ મુજબ Huawei P10 4+64GB ~550€, P10 Plus 6+128GB ~730€ બંને સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ, સિલ્વર અને બ્લુ કલરમાં આવશે. જયારે Lite 3+32GB ~260€ બ્લેક, વાઈટ, ગોલ્ડ, વાઈટ/રોઝ કલરમાં આવશે. આ ટવિટ ઘ્વારા સાફ જણાવવામાં આવ્યું છે કે હુવાઈ પી10 સ્માર્ટફોનની કિંમત 550€ એટલે કે 39,988 રૂપિયા રાખવામાં આવી છે.

ક્ષાઓમી રેડમી નોટ 4 પર ફિંગર પ્રિન્ટ કંઈ રીતે એડ કરવી

જયારે હુવાઈ પી10 પ્લસ સ્માર્ટફોન જેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેની કિંમત લગભગ 53,075 રૂપિયા રાખવામાં આવી છે. પી10 પ્લસ સ્માર્ટફોન પણ ચાર કલર વૅરિયંટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જેમાં બ્લેક, ગોલ્ડ, સિલ્વર અને બ્લુ કલરનો સમાવેશ થાય છે.

હવે જો આ સ્માર્ટફોન ફીચરની વાત કરવામાં આવે તો હુવાઈ પી10 સ્માર્ટફોન 5.5 ઇંચ કયુંએચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની સાથે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનની પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. હુવાઈ પી10 સ્માર્ટફોનની લીક થયેલી ઇમેજ મુજબ તેમાં ગ્રીન અને પર્પલ કલર પણ આવી રહ્યો છે.

હવે જો પી10 પ્લસ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો કિરીન 960 પ્રોસેસર 6 જીબી રેમ સાથે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે, તેની સાથે સાથે તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોકોની સામે આવશે. પરંતુ આપણે જણાવી દઈએ કે કંપની ઘ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Huawei P10 and P10 Plus prices leaked.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot