ક્ષાઓમી રેડમી નોટ 4 પર ફિંગર પ્રિન્ટ કંઈ રીતે એડ કરવી

By: Keval Vachharajani

ક્ષાઓમી રેડમી નોટ 4 ઇન્ડિયા માં એક આકર્ષક ભાવ સાથે બજાર માં મુકવા માં આવ્યું હતું, જેની કિંમત 9,999 થી લઇ અને 12,999 સુધી જતી હતી. અને આ ફોન નો પહેલો ફ્લેશ સેલ 23 જાન્યુઆરી એ ફિલ્પકાર્ટ પર યોજાયો હતો. અને કંપની એ 10 મિનિટ ની અંદર જ 2.5 લાખ કરતા પણ વધારે યુનિટ ને વેચ્યા હતા. બીજો ફ્લેશ સેલ 30 મી જાન્યુઆરી એ યોજવા નો હતો.

ક્ષાઓમી રેડમી નોટ 4 પર ફિંગર પ્રિન્ટ કંઈ રીતે એડ કરવી

અને જયારે ઘણા બધા ક્ષઓમી ના ફેન્સ આ ફોન ને મેળવવા ની રાહ જોઈ રહ્યા હશે, તેમાં જે વ્યક્તિ ફોન મેળવવા માં સફળ રહી છે તેલોકો ટૂંક સમય માં જ પોતાનો હેન્ડસેટ મેળવશે. તો હવે એ સામાન્ય વાત છે કે જેમ જેમ લોકો ના હાથ માં પોતા નો ફોન આવતો જશે તેમ તેમ તેલોકો ફોન માં આપેલા ફીચર્સ નો પણ ઉપીયોગ કરવા ની કોશિશ ચાલુ કરશે.

સરકાર ઘ્વારા ભારતીય કંપનીઓને સસ્તા સ્માર્ટફોન બનાવવા અપીલ, કારણ?

ક્ષાઓમી રેડમી નોટ 4 મેળવવા માં સફળ રહ્યા છો, તો તમારા માટે તે ફોન ની પાછળ ની સાઈડ પર આપેલી ફિંગર પ્રિન્ટ ને કઈ રીતે સેટ કરવી તેના સ્ટેપ જણાવેલ છે. એક વાત ને ખાસ ધ્યાન માં રાખવી કે MIUI ની અંદર તેલોકો તમને જુદા જુદા કામો કરવા માટે કુલ 5 અલગ અલગ ફિંગર પ્રિન્ટ ને એડ કરવા ની અનુમતિ આપે છે. નીચે આપેલા પગલાં દ્વારા આ પ્રક્રિયા ને સરખી રીતે જાણો.

સ્ટેપ-1

સ્ટેપ-1

સૌથી પહેલા તો તમારા ફોન ના સેટિંગ્સ માં જાવ, ત્યાર બાદ લોક સ્ક્રીન અને પાસવર્ડ માં જાવ ત્યાર બાદ, મેનેજ ફિંગર પ્રિન્ટ પર ક્લિક કરો.

સ્ટેપ-2

સ્ટેપ-2

આની અંદર તમને વેરીફાય કરી અને સિક્યોરિટી પિન, પાસવર્ડ, અથવા પેટર્ન, તમારે તમારી લોક સ્ક્રીન પર સેટઅપ કરવા નું રહેશે. ત્યાર બાદ તમારે તમારી આંગળી ને પાછળ ની બાજુ પર કેમેરા ની નીચે આપેલા સેન્સર પર ઘણી બધી વખત મૂકી ને પાછી લેવા ની રહેશે અને આ પ્રક્રિયા દ્વારા તમારે ફિંગર પ્રિન્ટ ને સેટ કરવા ની રહેશે (આ પ્રક્રિયા માં અમને 1 ફિંગર પ્રિન્ટ સેટ કરવા માં 10 વખત આંગળી ને ઉપાડી અને પાછી મુકવી પડી હતી) જો તમે આ પ્રક્રિયા થી કંટાળતા હો તો તમારે એક વાત જાણવી પડશે કે આવું કરવા થી તે સેન્સર તમારી આંગળી નીસંપૂર્ણ પ્રોફાઈલ ને ઓળખી જશે.

સ્ટેપ-3

સ્ટેપ-3

એક વખત તમારું કામ પૂર્ણ થઇ જાય ત્યાર બાદ, તમને એક નોટિફિકેશન દ્વારા જણાવવા માં આવશે કે તમારી ફિંગર પ્રિન્ટ રજીસ્ટર થઇ ચુકી છે અને હવે તમે તેનો ઉપીયોગ તમારી જરૂરિયાત મુજબ કરી શકો છો. અને તમે રેડમી નોટ 4 પર વધુ ફિંગર પ્રિન્ટ ને એડ કરવા માટે આજ બધા સ્ટેપ્સ ને અનુસરી શકો છો અને બસ અહ્યા તમારું કામ પૂરું.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Xiaomi Redmi Note 4 is up for sale and here is how you can add more fingerprints on the smartphone. Take a look at the steps involved from here.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot