હુવાઈ પી10 અને પી10 પ્લસ ત્રણ વેરિયંટ માં લોન્ચ થશે, કિંમત પણ લીક

Posted By: anuj prajapati

હુવાઈ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં તેમના આવનારા સ્માર્ટફોન પી10 અને પી10 પ્લસ લોન્ચ કરીને એક નવો બેન્ચમાર્ક સેટ કરી શકે છે. ચાઈનીઝ સ્માર્ટફોન વેન્ડર તરફથી હજુ સુધી તેની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી.

હુવાઈ પી10 અને પી10 પ્લસ ત્રણ વેરિયંટ માં લોન્ચ થશે, કિંમત પણ લીક

હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન લોન્ચ પહેલા જ તેના વિશે ઘણી માહિતી આવી ચુકી છે. પરંતુ હુવાઈ ઘ્વારા લોન્ચ કરવામાં આવનાર આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી. આ ચાઈનીઝ કંપની તરફથી કોઈ પણ પ્રકારની ઓફિશ્યિલ જાહેરાત પણ કરવામાં આવી નથી.

હવે આ સ્માર્ટફોન વિશે જે માહિતી લીક થઈને આવી રહી છે તેના મુજબ હુવાઈ પી10 સ્માર્ટફોન ત્રણ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં પહેલો વેરિયંટ સ્માર્ટફોન 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મેમરી સાથે આવશે. આ સ્માર્ટફોનની કિંમત 508$ રાખવામાં આવી છે. જે લગભગ 34,120 રૂપિયામાં મળશે.

હુવાઈ પી10 બીજા વેરિયંટ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આવશે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 39,963 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ત્રીજા વેરિયંટમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેની કિંમત લગભગ 45,874 રૂપિયા રાખવામાં આવી છે.

નોકિયા 6 હવે ઇન્ડિયા માં પ્રીમિયમ પ્રાઈઝ ટેગ સાથે ઉપલબ્ધ

એટલું જ નહીં પરંતુ કિંમતની સાથે સાથે પી10 પ્લસ સ્માર્ટફોન 4 કલર વેરિયંટમાં આવી રહ્યો છે. જેમાં બ્લેક, ગોલ્ડ, સિલ્વર અને બ્લુ કલરનો સમાવેશ થાય છે. હવે જો ફીચરની વાત કરવામાં આવે તો પી10 સ્માર્ટફોનમાં 5.5 ઇંચ કવાડ એચડી ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં ખુબ જ ટોપ લાઈન હાર્ડવેર પણ આપવામાં આવ્યા છે.

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો હુવાઈ પી10 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા હુવાઈ પી10 સ્માર્ટફોનની કેટલીક તસવીરો લીક થયી. જેમાં ગ્રીન અને પર્પલ કલરમાં વેરિયંટ જોવા મળી રહ્યો હતો.

કેટલીક અફવાહો મુજબ હુવાઈ પી10 સ્માર્ટફોનમાં કિરીન 960 પ્રોસેસર, 6 જીબી રેમ સાથે આવી શકે છે. આ સ્માર્ટફોનમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરી શકે છે અને તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં પહેલીવાર લોકોની સામે આવી શકે છે. આપણે જણાવી દઈએ કે હુવાઈ તરફથી આ સ્માર્ટફોનને લઈને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Huawei is prepping up to set a benchmark at the upcoming MWC 2017 event by announcing the most awaited P10 and P10 Plus. However, the Chinese smartphone vendor hasn't confirmed on any of it yet.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot