પહેલા રિપોર્ટ આપ્યો હતો કે એચટીસી આ વર્ષે યોજાનાર એમડબ્લ્યુસી ઇવેન્ટમાં ભાગ નહીં લે. હવે રિપોર્ટ આવી રહ્યો છે તેના મુજબ એચટીસી 11 સ્માર્ટફોન જેના ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સ્માર્ટફોન માર્કેટમાં મોડો એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે.

આ પહેલા એવી અફવાહો પણ ઉડી હતી કે એચટીસી તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન એચટીસી 11 એમડબ્લ્યુસી ઇવેન્ટમાં લોન્ચ કરવા જઈ રહી છે. પરંતુ હવે તે શક્ય બને તેવું દેખાઈ રહ્યું નથી. આ સ્માર્ટફોન એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે. હવે આ સ્માર્ટફોનને મોડો લોન્ચ કરવા માટે કયું કારણ હોય શકે છે?
એચટીસી 11 સ્માર્ટફોનમાં લેટેસ્ટ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે પહેલીવાર માર્ચમાં લોન્ચ થશે. જેનાથી એક વાત તો ચોક્કસ છે કે એચટીસી 11 સ્માર્ટફોન મોડો લોન્ચ થવા માટેનું કારણ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ છે.
શ્યોમી મી 6 અને મી 6 પ્રો સ્માર્ટફોનની લોન્ચ ડેટ લંબાવાઈ
હવે સવાલ છે કે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ માર્ચે માં લોન્ચ થવા જઈ રહી છે, તો એચટીસી 11 સ્માર્ટફોન એપ્રિલમાં કેમ લોન્ચ થશે? તેના માટેનું કારણ છે કે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો પહેલો બેચ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન માટે મોકલવામાં આવશે. જયારે એપ્રિલમાં તેનો બીજો બેચ એચટીસી કંપની માટે મોકલવામાં આવશે.
હવે જો એચટીસી 11 સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ તેમાં 5.5 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન, એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ, 12 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો, 3700mAh બેટરી આપવામાં આવી છે.
એચટીસી કંપનીના વીપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એકવાર તેઓ તેમને જોઈતું સીપીયુ મેળવી લે, ત્યારપછી તેઓ તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી દેશે. આ વાત તો નક્કી જ છે કે એચટીસી 11 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.