જાણો કઈ રીતે તમે તમારા યુટ્યૂબ જોવા ના અનુભવ ને વધુ સારો બનાવી શકો છો.

તમારો યૂટ્યૂબ જોવા ના અનુભવ ને વધુ સારો બનાવો આ બધા ટુલ્સ દ્વારા.

By Keval Vachharajani
|

યૂટ્યૂબ હંમેશા થી જ અગત્ય ના મેસેજ પહોંચાડવા માટે નું અને કોઈ કન્ટેન્ટ ને ખુબ જ વધુ લોકો સુધી પહોંચાડવા નું એક અગત્ય નું સાધન રહ્યું છે. તેવી જ રીતે યૂટ્યૂબ યુઝર્સ નું હંમેશા થી મનપસંદ વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ રહ્યુ છે કેમ કે તેના પર તેઓ સરળતા થી વિડિઓઝ ને અપલોડ કરી શકે છે તેને જોઈ શકે છે તેના પર કમેન્ટ કરી શકે છે અને તેને રેટ પર આપી શકે છે.

જાણો કઈ રીતે તમે તમારા યુટ્યૂબ જોવા ના અનુભવ ને વધુ સારો બનાવી શકો છો.

જયારે યૂટ્યૂબ એક યુઝર ફ્રેંડલી વેબસાઈટ છે, ત્યારે તેની પાસે એક સરસ નેટિવ એપ પણ છે કે જેના દ્વારા યૂટ્યૂબ ને મૉબાઈલ માં પણ સારી રીતે ઉપીયોગ કરી શકાય, તેમ છત્તા તેમાં ઘણા બધા બંધનો રાખવા માં આવ્યા છે જેના દ્વારા આપડા યૂટ્યૂબ જોવા ના અનુભવ ને આપડે સરખી રીતે માણી નથી શકતા. તેના માટે યુઝર્સ ને બેઝિક વ્યૂઇંગ અને રેટિંગ કરતા વધુ સુવિધા ની જરૂર પડશે.

એપલ વોચ સિરીઝ 2 અને સેમસંગ ગિયર એસ3, જાણો કોણ છે બેસ્ટ

અને તેના માટે બહાર ઘણી બધી એપ અને ઘણા બધા સોફ્ટવેર છે કે જે તમારા યૂટ્યૂબ જોવા ના અનુભવ ને સુધારી આપશે. આ બધી જ એપ્સ અને સોફ્ટવેર તમને એક અલગ પ્રકાર ની સુવિધા આપશે.

શ્યોમી અપડેટ: વર્ષ 2017 માં આ સ્માર્ટફોન આવી શકે છે.

તો જો તમે પણ તમારા યૂટ્યૂબ જોવા ના અનુભવ ને સુધારવા માંગતા હો, તો તેના માટે આ રહ્યા અમુક એપ્સ અને વસોફ્ટ્વેર જેના દ્વારા તમે તમારા યૂટ્યૂબ જોવા ના અનુભવ ને સુધારી શકશો.

માય ટ્યૂબ

માય ટ્યૂબ

આ એક 3rd પાર્ટી એપ છે આ યૂટ્યૂબ નું એક એડ ફ્રી વર્ઝન છે એમ કહી શકાય, કે જેમાં યુઝર્સ ને યૂટ્યૂબ જોવા નો એક અલગ અને સારો અનુભવ મળશે. માય ટબ ની સાથે યુઝર્સ સરળતા થી યૂટ્યૂબ પર ના બધા જ પ્લેલિસ્ટ ને સરળતા થી પ્લે કરી શકશે અને તેનો સરળતા થી ઉપીયોગ પણ કરી શકશે. આ એપ એક વિડિઓ ટ્યૂબ પ્લેયર ની સાથે સાથે એક સુપર મ્યુઝિક ટ્યૂબ તરીકે પણ કામ કરશે.

આ એપ માં બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવ્યા છે જેમ કે, જેશચર કંટ્રોલ, લાઈવ વ્યૂઇંગ કેપેબીલીટી, વિડિઓ એડિટિંગ અને બીજું ઘણું બધુ.

ટ્યૂબ મેટ

ટ્યૂબ મેટ

ટ્યૂબ મેટ એ મુળભુત રીતે એક યૂટ્યૂબ ડાઉનલોડર છે, કે જેના દ્વારા તમે યૂટ્યૂબ ના વિડિઓઝ ને સીધા તમારા મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી શકો છો. આના દ્વારા યુઝર્સ પોતાના મનપસંદ વિડિઓઝ ને પોતાના SDકાર્ડ પર સ્ટોર કરી શકે છે અને ત્યાર બાદ તેઓ ને જયારે તે વિડિઓ જોવો હોઈ ત્યારે તેને જોઈ શકે છે.

આ એપ નો ઉપીયોગ કરવો એક્દુમ સરળ છે, અને આ એપ યુઝર્સ ને તે વિડિઓ ના અવાજ ને mp3 ફોરમેટ માં પણ ડાઉનલોડ કરવા ની અનુમતિ આપે છે. જો તમે એક ઓલ ઈન વન ફીચર વાળી એપ ને ગોતી રહ્યા હો કે જેની અંદર તમે યૂટ્યૂબ વિડિઓઝ ને ડાઉનલોડ પણ કરી શકો અને તેની અંદર બીજા પણ ઘણા બધા ફીચર જોતા હોઈ તો ટ્યૂબ મેટ એ સૌથી સારા ફ્રી ઓપ્શન માંથી એક છે.

DFX ઓડિયો એનહાન્સર

DFX ઓડિયો એનહાન્સર

DFX ઓડિયો એનહાન્સર એ એક એવા પ્રકાર નો સોફ્ટવેર છે કે જે કોઈ પણ PC પર ચાલી રહેલા ઓડિયો ની ગુણવત્તા ને સુધારી શકે છે. વધુ માં, આ સોફ્ટવેર દ્વારા માત્ર યૂટ્યૂબ જ નહિ પરંતુ કોઈ પણ વિડિઓ ના ઓડિયો માં ખુબ જ મોટા પ્રમાણ માં ફેર પડશે અને તેની ગુણવત્તા માં પણ ખુબ જ વધારો થશે.

DFX ઓડિયો એનહાન્સર દ્વારા તમે પ્રેઝન્ટ કન્ફ્રીગ્રેશન નો ઉપીયોગ કરી શકો છો અને સેટિંગ્સ ને મેન્યુઅલી પણ કંટ્રોલ કરી શકો છો, જેમ કે, ફિડેલિટિ, એમ્બિયન્સ, 3D સરાઉન્ડ, ડાયનેમિક બુસ્ટ, અને હાયપર બાઝ જેવા દ્વારા તમે અલ્ટીમેટ યુઝર્ અનુભવ નો લાભ મેળવી શકો.

એડબ્લૉક ફોર યૂટ્યૂબ

એડબ્લૉક ફોર યૂટ્યૂબ

યૂટ્યૂબ એડ ખુબ જ ગુસ્સો અપાવે છે. આ પ્રકાર ની એડ વિડિઓ ની શરૂઆત માં અથવા તો વચ્ચે અથવા તો ઘણી વખત તેના અંત માં આવતી હોઈ છે, આ પ્રકાર ની એડ ની અટકાવવા માટે યુઝર્સ એ માત્ર એડબ્લૉકર ફોર યૂટ્યૂબ ને ડાઉનલોડ કરવા નું રહેશે. કે જે વિડિઓઝ માં એડ ને બ્લોક કરે છે. જેના દ્વારા યુઝર્સ કોઈ પણ પ્રકાર ની એડ વગર વિડિઓઝ ની મજા લઇ શકે છે.

વધુ માં, એડબ્લૉકર એ ક્રોમ બ્રાઉઝર પર એક પ્રખ્યાત ઍક્સટેંશન છે, જે વેબ પર આવતી પૉપ અપ એડ ને બ્લોક કરે છે. જો કે, આ ઓપ્શન માત્ર PC યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે અને આ ફીચર તમારા મોબાઈલ વર્ઝન પર નહિ ચાલે.

સાઈડપ્લેયર

સાઈડપ્લેયર

આ એક એવા પ્રકાર નું ગુગલ ક્રોમ એક્સટેન્શન છે જેના દ્વારા તમે યૂટ્યૂબ પર વિડિઓ જોતા જોતા તમે તમારા PC પર બીજું કોઈ પણ કામ પણ કરી શકો છો. આ સ્પ્લીટસ્ક્રીન સુવિધા જેવું જ છે, સાઈડપ્લેયર મૂળભૂત રીતે યૂટ્યૂબ માટે ની બ્રાઉઝર ની અંદર જ એક ફ્લોટિંગ વિન્ડો બનાવે છે, અને યુઝર્સ તેને બ્રાઉઝર ની અંદર જ રિસાઇઝ અને રિપ્લેસ પણ કરી શકે છે.

સાઈડપ્લયેર ને ઇન્સ્ટોલ કર્યા બાદ, દરેક યૂટ્યૂબ વિડિઓ માં તેના ફુલ સ્ક્રીન બટન ની બાજુ માં જ એક સાઈડપ્લયેર બટન પણ હશે, અને ત્યાર બાદ તેને શરુ કરવા માટે યુઝર્સે માત્ર તે બટન પર ક્લિક કરવા નું રહેશે.

હવે તમે તમારો યૂટ્યૂબ જોવા નો અનુભવ આ બધી એપ્સ અથવા તો સોફ્ટવેર ને ડાઉનલોડ કરી અને સરળતા થી સુધારી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Check out these tools to enhance your YouTube viewing experience.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X