એપલ વોચ સિરીઝ 2 અને સેમસંગ ગિયર એસ3, જાણો કોણ છે બેસ્ટ

By: anuj prajapati

આજે આપણે વાત કરી રહ્યા છે એપલ વોચ સિરીઝ 2 અને સેમસંગ ગિયર એસ 3 સ્માર્ટવોચ વિશે. સ્માર્ટવોચ બનાવવામાં સેમસંગ કોઈના કરતા પણ પાછળ નથી. પરંતુ જયારે વાત સ્માર્ટવોચની આવે ત્યારે સૌથી પહેલા એપલ વોચનું નામ યાદ આવે છે. પરંતુ બંને વોચ સારા ફીચર અને સુવિધા આપવામાં આવેલી હોય છે.

એપલ વોચ સિરીઝ 2 અને સેમસંગ ગિયર એસ3, જાણો કોણ છે બેસ્ટ

એપલ અને સેમસંગ બંને વિરોધી કંપનીઓ એક જ સમયે સ્માર્ટવોચ લઈને આવ્યા છે. હવે બધા જ યુઝરના દિમાગમાં એક જ સવાલ આવતો હોય છે કે બંને સ્માર્ટવોચ એકબીજા કરતા કઈ રીતે અલગ છે અને બંનેમાંથી કઈ વોચ બેસ્ટ છે.

ઉંબર હવે નિયમોનું પાલન નહીં કરનાર યુઝરને બેન કરી દેશે.

અહીં અમે એપલ વોચ સિરીઝ 2 અને સેમસંગ ગિયર એસ3 બંને સ્માર્ટવોચની સરખામણી કરી છે. જે તમને જણાવશે કે કઈ વોચ બેસ્ટ છે.

ડિઝાઇન અને લૂક

ડિઝાઇન અને લૂક

ગિયર એસ 3 સ્માર્ટવોચ ગિયર એસ 2 સ્માર્ટવોચ ને મળતી આવે છે. પરંતુ તે બે વર્ઝનમાં આવ્યો છે, ફ્રન્ટીયર અને ક્લાસિક. બંને ગિયર એસ 3 સ્માર્ટવોચ મોડેલ 1.3 ઇંચ ડિસ્પ્લે 360*360 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવે છે.

બીજી બાજુ એપલ વોચ સિરીઝ 2 તેના ઓરિજિનલ લૂક સાથે જ આવ્યો છે. પરંતુ નવા કેસ મટેરીયલ સાથે આવી છે. કંપનીનો દાવો છે કે આ વોચ સ્ટીલ કરતા પણ ચાર ઘણી વધુ મજબૂત છે. આ વોચ બે વૅરિયંટમાં આવી છે. એક જેમાં 38mm અને 272*340 રિઝોલ્યૂશન જયારે બીજી 42mm 312*390 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવી છે.

રોટેશનરી બટન

રોટેશનરી બટન

બંને વોચ સાથે થતું ઈન્ટરૅક્શન એકસરખું જ છે. એપલ વોચમાં રોટેશનરી બેઝલ જે તમને વોચની 1.3 ઇંચ ડિસ્પ્લેને ટચ કર્યા વિના જ તેની સાથે ઈન્ટરેક્ટ કરવા દે છે. આ ફીચર ખરેખરમાં ખુબ જ સારો ઓપશન છે.

હંમેશા ઓન સ્ક્રીન ગિયર એસ 3

હંમેશા ઓન સ્ક્રીન ગિયર એસ 3

ઓન સ્ક્રીન ગિયર એસ 3 ડિસ્પ્લે હંમેશા યુઝરને ડિવાઈઝ અનલોક કર્યા વિના સમય અને નોટિફિકેશન ચેક કરવા દે છે. આ વોચમાં ગોરીલા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેને વજનમાં હલકી અને વધારે પડતો ફોર્સ સહન કરવા માટે સક્ષમ બનાવે છે.

સોફ્ટવેર

સોફ્ટવેર

એપલ વોચ 2 વોચઓએસ 3 જેમાં પરફોર્મન્સ અપગ્રેડ પણ આવી જાય છે, તેના પર ચાલે છે. તેમાં ફિટનેસ એપ પણ છે. જે તમારી રિયલ ટાઈમ હાર્ટરેટ ને ઍક્સેસ કરે છે. જયારે સેમસંગ સ્માર્ટવોચ ટાઇઝેન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

કમ્પૅટિબિલિટી

કમ્પૅટિબિલિટી

જો સ્માર્ટવોચ વિશે વાત કરવામાં આવે તો ડિવાઈઝ ખરીદતા પહેલા તમારે કેટલાક ફીચર વિશે જાણી લેવું જોઈએ. જો આપણે સેમસંગ ગિયર એસ3 વિશે વાત કરવામાં આવે તો આ ડિવાઈઝ એન્ડ્રોઇડ સાથે ખુબ જ સારું કામ કરે છે અને ભવિષ્યમાં આઈફોન સાથે પણ કનેક્ટ થઇ શકે છે. જયારે એપલ વોચ સિરીઝ 2 એન્ડ્રોઇડ ડિવાઈઝ સાથે કનેક્ટ થઇ શકતી નથી.

નિર્ણય

નિર્ણય

અમને એવું લાગી રહ્યું છે કે સેમસંગ ગિયર એસ3 સારી ડિઝાઇન સાથે આવ્યો છે અને એવી આશા પણ રાખી શકાય કે તે ભવિષ્યમાં આઈફોન ડિવાઈઝ સાથે પણ કનેક્ટ થઇ શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
While both the flagship smartwatches from Apple and Samsung are yet to be launched in India, here is a comparison between the specs and features of the Apple Watch 2 and Samsung Gear S3 smartwatches. Take a look!

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot