કઈ રીતે ફ્રીચાર્જ ની મદદ તમે 25,000 સુધીની રકમ બેન્કમાં ટ્રાન્સફર કરી શકશો

Posted By: anuj prajapati

ભારતમાં જ્યારથી 500 અને 1000 રૂપિયાની નોટ બેન થયી છે. ત્યારથી ડિજિટલ વોલેટ એપ પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ યુઝરમાં ખુબ જ વધારો થયો છે. તેની મદદથી આ કંપનીઓને ફાયદો પણ ખુબ જ થઇ રહ્યો છે.

કઈ રીતે ફ્રીચાર્જ ની મદદ તમે 25,000 સુધીની રકમ ટ્રાન્સફર કરી શકશો.

ભારતની આ કેશલેસ હાલતમાં લોકો હવે ડિજિટલ વોલેટ પર નિર્ભર થઇ ચુક્યા છે. પરંતુ જે લોકો આ ડિજિટલ વોલેટ પહેલીવાર ઉપયોગ કરી રહ્યા છે તેમના દિમાગમાં ખુબ જ સવાલો છે. જેવા કે કઈ રીતે તેનો ઉપયોગ કરવો? કઈ રીતે તે કામ કરે છે? કઈ રીતે બેન્કમાં વોલેટની મદદથી પૈસા ટ્રાન્સફર કરવા?

સેમસંગ ગેલેક્ષી S7/S7 એજ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ

આ પહેલા અમે તમને પેટીએમ થી તમારા બેંકમાં પૈસા કઈ રીતે મોકલવા તેના વિશે જણાવ્યું હતું. હવે અમે અહીં ફ્રીચાર્જ વોલેટની મદદથી તમારા બેંકમાં કઈ રીતે પૈસા મોકલવા તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.

એપ સ્ટોર પરથી ફ્રીચાર્જ એપ ડાઉનલોડ કરો

એપ સ્ટોર પરથી ફ્રીચાર્જ એપ ડાઉનલોડ કરો

બેંક એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કરવા માટે ફ્રીચાર્જ સારો ઓપશન છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે તેનો ઉપયોગ કઈ રીતે કરવો. સૌથી પહેલા તો તમારે એપ સ્ટોર પરથી ફ્રીચાર્જની એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી રહેશે.

ફ્રીચાર્જ એકાઉન્ટ બનાવો

ફ્રીચાર્જ એકાઉન્ટ બનાવો

એપ ઇન્સ્ટોલ થયા પછી તેને ઓપન કરો. તમારું નામ, નંબર, પાસવૉર્ડ જેવી ડીટેલ ભરીને તમારું ફ્રીચાર્જ એકાઉન્ટ બનાવી દો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

માય એકાઉન્ટ ડીટેલ ઓપશન પર ક્લિક કરો

માય એકાઉન્ટ ડીટેલ ઓપશન પર ક્લિક કરો

તમારું એકાઉન્ટ બની ગયા પછી તમારા માય એકાઉન્ટ ડીટેલ ઓપશન પર ક્લિક કરો. જેમાં તમે હાજર વાઉચર, ડીટેલ જેવી કે સેવ કરેલા કાર્ડ, બેંક એકાઉન્ટ, એડિટ પ્રોફાઈલ, ચેન્જ પાસવૉર્ડ જેવા ઓપશન જોવા મળશે. જ્યાં તમારા નામની નીચે જ તમને એડ મની ઓપશન હશે તેના પર ક્લિક કરો.

તમારા ફ્રીચાર્જ એકાઉન્ટમાં પૈસા એડ કરો

તમારા ફ્રીચાર્જ એકાઉન્ટમાં પૈસા એડ કરો

જયારે તમને એડ મની ઓપશન પર ક્લિક કરશો ત્યારે ફ્રીચાર્જ તમને તમારું વોલેટ બેલેન્સ બતાવશે અને તમને તમારા ડેબિટ કાર્ડ ઘ્વારા તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપશે. તેના માટે તમે એડ મની ઓપશન પર ક્લિક કરો અને તમારા કાર્ડની ડીટેલ એન્ટર કરો.

પૈસા મોકલવા પર ક્લિક કરો

પૈસા મોકલવા પર ક્લિક કરો

તમારા ફ્રીચાર્જ વોલેટમાં પૈસા એડ કર્યા પછી યુઝર સેન્ડ મની ટુ બેંક એકાઉન્ટ ઓપશન પર ક્લિક કરે. જેમાં તમારે બેંક એકાઉન્ટ હોલ્ડર ડીટેલ એન્ટર કરવી પડશે. અહીં તમારે નામ, એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ અને રકમ નાખવી રહેશે.

બેંકમાં પૈસા ટ્રાન્સફર કરો

બેંકમાં પૈસા ટ્રાન્સફર કરો

તમારી બેંક ડીટેલ એન્ટર કર્યા પછી સ્ક્રીનમાં સૌથી નીચે આપેલા સેન્ડ ઓપશન પર ક્લિક કરો. તમારા પૈસા ખાલી થોડી જ મિનિટમાં ટ્રાન્સફર થઇ જશે.

English summary
Here's how to transfer money to your bank account from your FreeCharge wallet.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot