સેમસંગ ગેલેક્ષી S7/S7 એજ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ

Posted By: anuj prajapati

જો તમારી પાસે સેમસંગ ગેલેક્ષી એસ 7 અને એસ 7 Cએજ સ્માર્ટફોન હોય તો તમારે તેનું અપડેટ પણ ચેક કરી લેવું જોઈએ. કારણકે સેમસંગ ઘ્વારા સેમસંગ ગેલેક્ષી એસ 7 અને એસ 7 એજ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ આપવામાં આવી રહ્યું છે.

સેમસંગ ગેલેક્ષી S7/S7 એજ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ

સેમસંગ નોટ સ્માર્ટફોનમાં કેટલાક બગ છે, જેને હજુ પણ શોધવાના બાકી છે. સેમસંગ તેના પર કામ કરી રહ્યું છે અને તેમને લાગે છે કે નવું અપડેટ કર્યા પછી તે એરર શોધવામાં સરળતા રહેશે.

ફીચર

ફીચર

સેમસંગનું ત્રીજું અપડેટ 528 એમબી ડેટા લેશે જેમાં ડિસેમ્બર 1 સિક્યોરિટી પેચ પણ આવી જાય છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે મેન્યુફેક્ચર યુઝર ઇન્ટરફેસ નું નામ બદલી નાખવામાં આવ્યું છે. જે યુઆઈ ને પહેલા ટચવિઝ તરીકે ઓળખવામાં આવતું હતું તેને હવે સેમસંગ એક્સપિરિયન્સ થી બદલી દેવામાં આવ્યું છે.

કસ્ટમ એન્ડ્રોઇડ ઇન્ટરફેસ

કસ્ટમ એન્ડ્રોઇડ ઇન્ટરફેસ

જ્યારથી વર્ષ 2014 માં ગેલેક્ષી એસ6 લોન્ચ કરવામાં આવ્યો છે, ત્યારથી સેમસંગ કસ્ટમ એન્ડ્રોઇડ ઇન્ટરફેસ તરફ ખુબ જ ધ્યાન આપી રહ્યું છે. હવે સેમસંગ તેના ટચવિઝ નામને હાઈલાઈટ નહીં કરી રહ્યું.

એન્ડ્રોઇડ નોગૅટ સાથે કંપની પણ હવે આગળ વધી રહી છે. મેન્યુફેક્ચર હવે વધારે બ્રાઇટ અને કલરફુલ લૂક તરફ આગળ વધી રહી છે.

બીજા બદલાવ

બીજા બદલાવ

બીજા ઘણા બદલાવ પણ કરવામાં આવ્યું છે. જેમાં નવા સોફ્ટવેર સેમસંગ પાસ અને સેમસંગ નોટ નો પણ સમાવેશ થાય છે. આ અપડેટમાં ઓટો બ્રાઇટનેસ બટનને ક્વિક પેનલમાં એડ કરવામાં આવ્યું છે.

ડિસેમ્બર મહિનામાં સેમસંગ તેમાં સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ આપવાનું ચાલુ કરી દેશે.

English summary
Samsung Galaxy S7/ S7 Edge gets Android Nougat update.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot