ઇન્સ્ટાગ્રામ નું લાઈવ વિડિઓ સ્ટ્રીમિંગ ફીચર આવી ગયું છે : જાણો તે કઈ રીતે કામ કરે છે.

Posted By: Keval Vachharajani

ઇન્સ્ટાગ્રામ નું લાઈવ ફીચર આવી ગયું છે. થોડા દિવસો પહેલા અમે એવું જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પોતાનું લાઈવ વિડિઓ ફીચર વર્લ્ડ વાઈડ લોન્ચ કરવા જય રહ્યું છે, કે જે ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ ફીચર થી ઘણું મળતું આવે છે.

ઇન્સ્ટાગ્રામ નું લાઈવ વિડિઓ સ્ટ્રીમિંગ ફીચર આવી ગયું છે

આની પહેલા થોડા સમય પહેલા ફેસબુક ની માલિકી માં આવતું ઇન્સ્ટાગ્રામે ખુબ જ ઓછા દેશો માટે પોતાના લાઈવ ફીચર ને મૂક્યું હતું, જો કે હવે તે ફીચર્સ ને બધા જ ઇન્સ્ટાગ્રામ ના યુઝર્સ ને ગ્લોબલી આપી દેવા માં આવ્યું છે. અને આ ઇન્સ્ટાગ્રામ નું નવું ફીચર ફેસબુક ના લાઈવ ફીચર થી ઘણું મળતું આવે છે.

એપલ હવે બેંગ્લોરમાં બનાવશે તેના આઈફોન

અને તે યુઝર્સ ને કોઈ પણ સમયે લાઈવ થવા ની અનુમતિ આપે છે, જેથી તેઓ તેના ફોલોવર્સ સાથે તે જ સમયે જોડાઈ શકે અને તેમની સાથે વાતચીત કરી શકે. તેમ છત્તા ઇન્સ્ટાગ્રામ ના લાઈવ વિડિઓ ના ફીચર ની અંદર તેલોકો એ યુઝર્સ ને એક નાનકડો ઝાટકો પણ આપ્યો છે અને તે એ છે કે જેવું લાઈવ સ્ટ્રીમિંગ બંધ થઇ છે ત્યાર બાદ તે વિડિઓ સેવ થતો નથી અને ત્યારે ને ત્યારે જ ત્યાં થી અદ્રશ્ય થઇ જાય છે.

તો આવો જાણીયે કે ઇન્સ્ટાગ્રામ નો લાઈવ વિડિઓ કઈ રીતે કામ કરે છે.

#1 એક વાત ની ખાસ નોંધ લેવી કે લાઈવ વિડિઓ નું ફીચર 10.0 અથવા એના કરતા ઉપર ના વર્ઝન ની અંદર જ કામ કરશે. તો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વિડિઓ ની માજા લેવા માટે સૌથી પહેલા તમારે તેની એપ ને જે તે વર્ઝન પર અપડેટ કરવું પડશે.

#2 તમારી એપ ને 10.0 અથવા તેના થી વધુ અપડેટ કર્યા બાદ સૌથી પહેલા તમારે, જયારે એપ ને ઓપન કરશો એટલે તેમાં ટોચ પર જમણી બાજુ પર તમને એક ઇન્સ્ટાગ્રામ લાઈવ વીડિયો દેખાશે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ ઓપ્શન ની એક્દુમ બાજુ માં.

#3 ત્યાર બાદ લાઈવ વિડિઓ ઓપ્શન પર ક્લિક કરો.પરંતુ, ત્યારે એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઈન્ટરનેટ નું કનેક્શન ત્યારે મજબૂત હોઈ.

#4 ત્યાર બાદ એની અંદર ફેસબુક લાઈવ વિડિઓ જેવું જ છે, તમે જયારે ગો લાઈવ ઓપ્શન ને ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરો છો ત્યાર બાદ, એપ તમારા માટે કાઉન્ટડાઉન શરુ કરી દે છે જેથી તમે તૈયાર થઇ શકો.

#5 લાઈવ વિડિઓ સ્ટાર્ટ થઇ ગયા બાદ, બધા જ ફોલોવર્સ ને નોટીફાય કરવા માં આવશે અને ત્યાર બાદ તેઓ ઓનલાઇન આવી અને લાઈવ બ્રોડકાસ્ટ ને જોઈ શકશે.

#6 અને ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ ને લાઈવ વિડિઓ પર કમેન્ટ લખવા ની પણ અનુમતિ આપે છે, ફેસબુક ના લાઈવ સ્ટ્રીમિંગ ની જેમ જ.

ઇન્સ્ટાગ્રામ લાઈવ ની અંદર જ્યરે લાઈવ સ્ટ્રીમિંગ ઓન હોઈ છે ત્યારે તમે બંને ફ્રન્ટ અને રિયર કેમેરા નો ઉપીયોગ કરી શકો છો. અને માત્ર તેટલું જ નહિ ઇન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સ ને એક વધારા નું વિભાગ પણ આપે છે જેનું નામ છે "ટોપ લાઈવ" જેની અંદર તેઓ યુઝર્સ ને તે તમામ લોકો નું એક લિસ્ટ આપે છે કે જેઓ થોડા સમય પહેલા અથવા થોડા સમય થી લાઈવ હોઈ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
This is how Instagram live video works.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot