ગેલેક્ષી એક્સ, સેમસંગનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ખુબ જ જલ્દી આવશે.

By: anuj prajapati

સેમસંગ ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન વિશે ખુબ જ અફવાહો પણ ઉડી રહી છે. આ સ્માર્ટફોન વિશે ઈન્ટરનેટ પર ખુબ જ ચર્ચા થઇ રહી છે અને તેની વિશે ઘણી માહિતી પણ આવી રહી છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં આવ્યો નથી. એટલા માટે ચર્ચા થવી તો જરૂરી છે.

ગેલેક્ષી એક્સ, સેમસંગનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ખુબ જ જલ્દી આવશે.

પરંતુ હવે લાગી રહ્યું છે કે આ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ માટે તમારે વધારે રાહ નહીં જોવી પડે. ચાઈનીઝ સૂત્રો અનુસાર સેમસંગ ઘ્વારા લોન્ચ કરવામાં આવનાર પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ગેલેક્ષી એક્સ વર્ષ 2017 ના ત્રીજા અથવા તો ચોથા કવાટરમાં લોન્ચ થઇ શકે છે.

સીઇએસ 2017: એચપી ઘ્વારા બતાવવામાં આવ્યું પાવરફુલ પીસી ઇનોવેશન

આ સ્માર્ટફોન વિશે હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી. પરંતુ કેટલીક અફવાહો મુજબ આ સ્માર્ટફોનમાં ફોલ્ડેબલ ડિઝાઇનની સાથે 4K રિઝોલ્યૂશન ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન સ્માર્ટફોનમાં ટચ એરિયાની સાથે સાથે સ્ક્રોલ કેપિસિટી પણ આપવામાં આવશે. સેમ મોબાઈલ રિપોર્ટ મુજબ ફોન એજ પર ટચ એરિયા ફીચર પણ આપવામાં આવશે.

આ સ્માર્ટફોન વિશે વધુ અફવાહો પણ છે કે તેમાં ઘણી બાયોમેટ્રિક ફ્રોમ ફિંગર, પાલ્મ, અને ફેસ જેવી કેટલીક ફીચર પણ આપવામાં આવશે. કંપની તરફથી આ સ્માર્ટફોન ક્યારે રિલીઝ કરવામાં આવશે તેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન વર્ષ 2017 ના ત્રીજા અથવા તો ચોથા કવાટરમાં રિલીઝ થઇ શકે છે.

જેમ જેમ આ સ્માર્ટફોન માટેની રિલીઝ તારીખ નજીક આવતી જશે તેમ તેમ ઈન્ટરનેટ પર તેના વિશે વધુ માહિતી પણ આવતી જશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Much-rumored foldable smartphone from Samsung, the Galaxy X is rumored to be official in Q3-Q4 2017.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot