સીઇએસ 2017: એચપી ઘ્વારા બતાવવામાં આવ્યું પાવરફુલ પીસી ઇનોવેશન

Posted By: anuj prajapati

સીઇએસ 2017 ઇવેન્ટમાં ઘણા સારી એવી ટેક ઇનોવેશન દર્શાવવામાં આવી. એક ખુબ જ લીડીંગ અને મોટી ટેક કંપની ઘ્વારા એક નવું પીસી ઇનોવેશન બતાવવામાં આવ્યું, જેમાં લોકો કઈ રીતે પોતાના સિસ્ટમ સાથે ઈન્ટરેક્ટ કરે છે તે દર્શાવ્યું.

સીઇએસ 2017: એચપી ઘ્વારા બતાવવામાં આવ્યું પાવરફુલ પીસી ઇનોવેશન

આ કંપની બીજી કોઈ નહીં પરંતુ ખુબ જ ફેમસ કંપની એચપી છે. એચપી ઘ્વારા ગયા વર્ષે સારા એવા પ્રોડક્ટ બહાર પાડવામાં આવ્યા. આ વર્ષે પણ તેઓ પોતાનું મોમેન્ટમ જાળવી રાખવા માંગે છે. વર્ષ 2017 માં તેમનો લક્ષ્ય જનરલ અને બિઝનેસ બંને યુઝર માટે સારો અનુભવ આપે તેવી ડિવાઈઝ બનાવવાનો છે.

શ્યોમી મી 6 ફોટો અને બીજી ઘણી માહિતીઓ થયી લીક

એચપી પ્રીમિયમ પીસી લોન્ચ કરવામાં આવી જે કસ્ટમર ની એક્સ્પેક્ટેશન અને તેઓ તેમની ડિવાઈઝથી શુ ઈચ્છે છે તે જણાવે છે. એચપી આ ડિવાઈઝ ઘ્વારા કમ્પ્યુટિંગ અનુભવમાં બદલાવ લાવી રહ્યો છે.

એચપી એલિટબુક X360

એચપી એલિટબુક X360

એચપી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની આ પ્રોડક્ટ દુનિયાની સૌથી પાતળી બિઝનેસ કન્વર્ટેબલ અને સૌથી લાંબી બેટરી લાઈફ સાથે આવે છે. જેની સ્ટેન્ડ બાય મોડ પર લગભગ 16 કલાક અને 30 મિનિટ બેટરી લાઈફ આપવામાં આવી છે.

જો ફીચરની વાત કરવામાં આવે તો એચપી એલિટ બુક X360, વિન્ડો 10 બેઝ ડિવાઈઝ છે. જે 13.3 ઇંચ અલ્ટ્રા સ્લિમ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે. એચપી એલિટ બુક X360 માં આપને ડીડીઆર 4 રેમ અને ઇન્ટેલ એચડી ગ્રાફિક્સ 620 આપવામાં આવ્યું છે.

આ પીસીમાં તમને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે, જે 360 જીબી સુધી જઈ શકે છે. અહીં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

એચપી સ્પેક્ટરે X360

એચપી સ્પેક્ટરે X360

સેકન્ડ જનરેશન એચપી 15.6 સ્પેક્ટરે પોર્ટફોલિયોમાં સૌથી વધુ પાવરફુલ ડિવાઈઝ છે. એચપી સ્પેક્ટરે X360 વધુ બેટરી પાવર સાથે આવે છે, જે ચાલુમાં પણ તમને 12 કલાક અને 45 મિનિટ સુધી ટકી શકે છે. 15.6 ઇંચ યુએચડી 3840*2160 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ ડિવાઈઝમાં બે નવા ફ્રન્ટ ફેસિંગ સ્પીકર અને આઇઆર કેમેરા આપવામાં આવ્યા છે. આ ડિવાઈઝનું વજન ખાલી 2 કિલોગ્રામ જેટલું જ છે.

એચપી એન્વી કર્વ ઓલ ઈન વન 34

એચપી એન્વી કર્વ ઓલ ઈન વન 34

એચપી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો એચપી એન્વી કર્વ ઓલ ઈન વન 34 જેમાં મીડિયા અનુભવ માટે ખુબ જ વધુ કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિવાઈઝ 34 ઇંચ ડાયાગોનલ ટેક્નિકલર સર્ટિફાઈડ અલ્ટ્રામાઈક્રો ડિસ્પ્લે, જેમાં 4 સ્પીકર સાઉંડને ઇન્ટીગ્રાટેડ કરવામાં આવ્યા છે. બીજી બાજુ પીસી ડિસ્પ્લેને તમે સરળતાથી ઓછી બ્લુ લાઈટમાં બદલી શકો છો. જેનાથી તમારી આંખોને પણ સારી સુવિધા મળી શકે.

સ્પ્રોઉટ પ્રો બાય એચપી

સ્પ્રોઉટ પ્રો બાય એચપી

સ્પ્રોઉટ પ્રો બાય એચપી એક સેકન્ડ જનરેશન પીસી છે, જેને કમર્શિયલ કસ્ટમર માટે બનાવવામાં આવ્યું છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિવાઈઝને ગ્રાઉન્ડ અપ રીડીઝાઈન કરવામાં આવ્યું છે. એચપી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્પ્રોઉટ પ્રો નવા ફીચર સાથે ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે.

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે વિન્ડો 10 સાથે ઈન્ટરેક્ટ કરવું ખુબ જ સરળ રહેશે કારણકે તે સ્ટ્રીમલાઈન સોફ્ટવેર માટે સ્પ્રોઉટ ઘ્વારા એક્સસ કરવું સરળ રહશે. સ્પ્રોઉટ પ્રો બાય એચપી સેવન જનરેશન ઇન્ટેલ કોર i7-7700T ઇન્ટેલ એચડી ગ્રાફિક્સ 630 સાથે આવે છે. આ ડિવાઈઝ ડીડીઆર4 રેમ અને 1 ટીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટ સાથે આવે છે.

ઓમેન એક્સ 35 કર્વ ડિસ્પ્લે

ઓમેન એક્સ 35 કર્વ ડિસ્પ્લે

ઓમેન એક્સ 35 કર્વ ડિસ્પ્લે ને જોયા પછી તો એવું જ લાગે છે કે એચપી ગેમર ને તેમના વર્ચુઅલ વર્લ્ડની નજીક લઈને આવ્યું છે. એચપી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિસ્પ્લે ગેમર માટે નવા લેવલનું રિયલાઈઝેશમ લઈને આવ્યું છે.

વધુમાં જણાવવામાં આવે તો 35 ઇંચ અલ્ટ્રાવાઈડ કયુએચડી 3440*1440 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 100 પર્સન્ટ આરજીબી કલર પ્રોવાઈડ કરે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Check out what HP is offering at CES 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot