ફેસબૂકમાં ફેક સ્ટોરીને ડિસ્પ્યુટ ટેગ આપવામાં આવશે.

By Anuj Prajapati
|

ફેસબૂક લાઈવ વીડિયોમાં થયેલા બદલાવની જાહેરાત કર્યા પછી ફેસબૂક તેના નવા ટેગ વિશે વાત કરી રહ્યું છે. આ ટેગમાં ફેસબૂક પેજ પર ફરી રહેલી બોગસ અથવા તો ફેક સમાચાર વિશે વાત કરવામાં આવી છે.

ફેસબૂકમાં ફેક સ્ટોરીને ડિસ્પ્યુટ ટેગ આપવામાં આવશે.

ફેસબૂક તેના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી ફેક સ્ટોરી માટે સીધે સીધું જવાબદાર નથી. તેમનું અલ્ગોરિથમ આ પ્રકારના સમાચારને ધ્યાનમાં રાખશે. પરંતુ હવે યુઝર ખોટી સ્ટોરી માટે રિપોર્ટ પણ કરી શકે છે.

જયારે ફેસબૂક પર ઘણા બધા પ્રકારના ખોટા સમાચાર ફરવા લાગ્યા ત્યારે ફેસબૂક ઘ્વારા તેની ઓળખ કરવા માટે ગંભીરતાથી નિર્ણય લેવામાં આવ્યો. આ આખા મુદ્દે માર્ક ઝુકરબર્ગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ખોટા સમાચારોને ખુબ જ ગંભીરતાથી લઇ રહ્યા છે. તેમને જણાવ્યું કે તેમનો ઉદેશ છે કે તેઓ લોકોને સાચી અને યોગ્ય સ્ટોરી સાથે જોડે. તેમને જણાવ્યું કે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી ખુબ જ જરૂરી છે.

સેમસંગ પે ભારતમાં ઓફિશ્યિલ લોન્ચ થયું

કંપની ઘ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં જો ન્યુઝફીડ પર કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફરી રહી હશે, તેમાં વોર્નિગ લેબલ ડિસ્પ્યુટ ટેગ માર્ક કરવામાં આવશે. માહિતીની ચકાસણી કરવામાં માટે લિંક વિશે પણ ફેક્ટસ ચેક કરવામાં આવશે.

આ નવા ટેગથી સ્ટોરીને માર્ક કરવા માટે ફેસબૂકને જરૂર છે કે યુઝર તે સ્ટોરીને ફેક છે એવું માર્ક કરે અથવા તો તેના માટે ફેસબૂક અલ્ગોરિથમની મદદ લે. થર્ડ પાર્ટી ઓર્ગેનાઝેશન જેવા કે સ્નોપેસ અને પોલિટિફેક્ટ આવી સ્ટોરી માટે એનાલાઇઝ કરશે. જો તેમના ફેક્ટસ ચેકર આવી સ્ટોરીને ફેક બતાવશે તો, તેવી સ્ટોરી પર ડિસ્પ્યુટ ટેગ લગાવી દેવામાં આવશે.

જો કોઈ પણ સ્ટોરી ફેક ટેગ લગાવી દેવામાં આવશે, તો તેને ન્યુઝફીડમાં સૌથી નીચેના સેક્શનમાં બતાવવામાં આવશે. કોઈ પણ યુઝર આવી સ્ટોરી પેજ પર શેર કરશે ત્યારે તેને વોર્નિગ પણ આપવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
After announcing changes in it's live videos, Facebook is now speaking about a new tag that will eradicate the bogus news flowing in its page.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X