ફેસબૂક ઘ્વારા વર્કપ્લેસ ફ્રી વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું

Posted By: anuj prajapati

ફેસબૂક વર્કપ્લેસ ફ્રી વર્ઝન લઈને આવી રહ્યું છે. આ સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ કોલોબ્રેટ કરવા માટે પ્રોફેશનલ ચેટ સુવિધા આપવા જઈ રહ્યું છે. ઓક્ટોબર 2016 દરમિયાન ફેસબૂક વર્કપ્લેસ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના હાલમાં ઘણા પે કરનાર સબસ્ક્રાઈબર છે.

ફેસબૂક ઘ્વારા વર્કપ્લેસ ફ્રી વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું

બીજી બાજુ વર્કપ્લેસ ફેસબૂક સોશ્યિલ નેટવર્ક એપમાં આઈડેંટિકલ ઇન્ટરફેસ છે. જેની મદદ ઘ્વારા યુઝર ગ્રુપ બનાવી શકે છે, પોસ્ટ અપડેટ કરી શકે, લોકોને ટેગ કરી શકે, ફાઈલ શેર કરી શકે અને ઘણા લોકો સાથે ચેટ પણ કરી શકે છે. તેમાં તમને મેસેન્જર જેવી સુવિધા જેવી કે વીડિયો કોલ, ગ્રુપ ઓડિયો કોલ મળી શકે છે. હવે ફેસબૂક આ વર્કપ્લેસ ઍક્સેસ લોકો માટે વધુ સરળ બનાવી રહ્યું છે.

સિમોન ક્રોસ જેઓ ફેસબૂક પ્રોડક્ટ મેનેજર છે, તેમને સીએનબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે આજે દરેક કંપની ફુલ સ્કેલ એન્ટરપ્રાઇઝ ડિપ્લોયમેન્ટ માંગી રહ્યું છે. પરંતુ દરેક કંપની વર્કપ્લેસ માટે પૈસા ખર્ચી શકતા નથી. જેના માટે તેઓ વોર્કપ્લેસ વધુ લોકો માટે કામ કરી શકે તે દિશામાં કામ કરી રહ્યા છે.

આ બેસ્ટ સ્માર્ટફોન તમે એપ્રિલ 2017 દરમિયાન ખરીદી શકો છો

વર્કપ્લેસ ફ્રી વર્ઝન વર્કપ્લેસ સ્ટાન્ડર્ડ નામથી ઓળખવામાં આવી રહ્યું છે. જયારે પેઈડ વર્ઝન વર્કપ્લેસ પ્રીમિયમ નામથી જ ઓળખાશે.

હાલમાં લેટેસ્ટ વર્ઝન હજુ પણ ડેવલોપમેન્ટ માટે છે. જે લિમિટેડ લોકો માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. હવે જો ફ્રી વર્ઝન વિશે વાત કરવામાં આવે તો ડિઝાઇન રીતે બિલકુલ પેઈડ વર્ઝન જેવું જ દેખાય છે. પરંતુ તેમાં કેટલાક ટૂલ્સ જેવા કે એનાલિટિક્સ આપવામાં આવ્યા નથી.

હાલમાં વર્કપ્લેસ વિશે ખુબ જ ઓછી માહિતી આવી છે ફેસબૂક ઘ્વારા પણ તેના વિશે વધુ માહિતી આપવામાં આવી નથી પરંતુ આવનારા દિવસો માં ફેસબૂક તમને લેટેસ્ટ વર્ઝન લોન્ચ કરી દેશે.

English summary
Facebook is coming up with a free version of its business social media network Workplace.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot