CES 2017 માં ચાહકો માટે એડવાન્સ રોબોટિક્સ રજુ કરવા માં આવ્યું: કુરી શો સ્ટોપર રહ્યું હોઈ તેવું લાગે છે.

By: Keval Vachharajani

CES 2017 માં સૌથી મોટી વાત કોઈ બની હોઈ તો તે એ છે કે ઘણા બધા રોબોટ્સ ને પ્રસ્તુત કરવા માં આવ્યા હતા. ઘણા સમય થી એવું કહેવા માં આવી રહ્યું છે કે ભવિષ્ય માં રોબોટ્સ આપડા જીવન નો અભિન્ન ભાગ બની જશે. પરંતુ એ બધું કઈ રીતે થશે?

CES 2017 માં ચાહકો માટે એડવાન્સ રોબોટિક્સ રજુ કરવા માં આવ્યું

છેલ્લા થોડા સમય થી જયારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ક્ષેત્ર માં એવોલૂશન થયું છે અને રોબોટ્સ બનાવવા માટે જે સેન્સર્સ હોઈ છે જયારે થી તેની પણ કિંમત માં ઘટાડો થયો છે ત્યાર થી લઇ ને આ મુજબ ના મશીનો ટેક ઈવેન્ટ્સ માં જોવા મળે એમાં કોઈ નવાઈ નહિ લાગે.

સરકાર ઘ્વારા ભારતીય કંપનીઓને સસ્તા સ્માર્ટફોન બનાવવા અપીલ, કારણ?

CES 2017 ની શરૂઆત થી જ આ બધી રોબોટિક્સ કંપનીઓ પોતાની કોઈ ને કોઈ વસ્તુ ને ત્યાં લાસ વેગાસ માં તમને પ્રસ્તુત કરતી જોવા મળી રહેશે. અને અમે લઇ ને આવ્યા છીએ અમુક એવા રોબોટ્સ કે જેના વિષે ની ઘોષણા તે ટેક શો માં કરવા માં આવી હતી અને તેના વિષે ની હાઇલાઇટ્સ પણ.


કુરી

કુરી

કુરી એ એક મોબાઈલ સિક્યોરિટી કેમેરા છે કે જેને અમુક સ્માર્ટ હોમ કંટ્રોલ અબિલિટીઝ સાથે જોડવા માં આવેલ છે. આને તમે દાદીમા રોબોટ પણ કહી શકો છો કેમ કે તમારી ગેર હાજરી માં તે તમારા પેટ્સ અને તમારા બાળકો પર પણ ધ્યાન રાખી શકે છે. કુરી એ એક પરફેક્ટ હોમ રોબોટ બની શકે છે કેમ કે એ તમારો આસિસ્ટન્ટ બની શકે છે, તમારો સાથી બની શકે છે, તમારી આંખ અને તમારા કાન બની શકે છે, ફોટોગ્રાફર બની શકે છે, અને બીજું ઘણું બધું, એક અર્થ માં કહીયે તો એ તમારા પરિવાર માં એક સૌથી ક્યુટેસ્ટ સદસ્ય બની શકે છે.

પાવર રે ફિશ ફાયન્ડર રોબોટ

પાવર રે ફિશ ફાયન્ડર રોબોટ

પાવર રે એ એક રોબોટ ફિશિંગ બડી છે સોલ્ટવોટર, ફ્રેશવોટર, અને આઈસ ફિશિંગ માટે. એ રોબોટ પાણી માં 30 મીટર ઊંડે જય શકે છે અને લગભગ 4 કલ્લાક સુધી તે પાણી માં રહી અને તમને ફિશ પકડવા માં મદદ કરી શકે છે. અને તમે પાણી ની અંદર થઇ રહેલી ગતિ વિધિ તમારા એન્ડ્રોઇડ અથવા તો ios પર તેની એપ દ્વારા તેની ઉપર લાગેલા 4K UHD કેમરા દ્વારા જોઈ શકશો. અને તમે તે રોબોટ અને તેના કેમેરા ને તેની એપ દ્વારા કંટ્રોલ કરી શકો છો.

Eywa E1

Eywa E1

અવતાર કંટ્રોલ્સ ચાઈના બેઝડ સ્માર્ટહોમ પ્રોડક્ટ્સ બનાવતી કંપની છે. અને તેના દ્વારા CES 2017 માં એક સ્માર્ટ હોમ સિક્યોરિટી રોબોટ રજુ કરવા માં આવ્યો છે. આ રોબોટ jibo જેવું જ છે. eywa ની અંદર એક ઇનબિલ્ટ wifi સ્પીકર આપવા માં આવ્યું છે, અને તમારા બાળકો ને ભણાવવા માટે એક મલ્ટીફંકશનલ પ્લયેર. તેમ છત્તા આ રોબોટ નો મુખ્ય ધૈય તમારા ઘર ની સુરક્ષા કરવા નો જ રાખવા માં આવેલ છે. અને આ રોબોટ ની અંદર ટેમ્પરેચર, લાઈટ અને હુંમિડિટી સેન્સર પણ આપવા માં આવ્યા છે. અને તેમાં ઘણા બધા કનેક્ટિવિટી સેન્સર્સ પણ આપવા માં આવ્યા છે.

UBTECH આલ્ફા 2 અને Jimu

UBTECH આલ્ફા 2 અને Jimu

UBTECH ના આ રોબોટ્સ ને CES 2017 માં ઇનોવેશન એવોર્ડ્સ થી સમ્માનિત કરવા માં આવ્યા હતા. આલ્ફા 2 એ સૌથી પ્રથમ humanoid રોબોટ છે કે જેને પ્રેક્ટિકલ હાઉસહોલ્ડ ના ઉપીયોગ માટે બનવવા માં આવ્યો છે. jimu એ એક ઇન્ટ્રેકટીવ અને STEM ફ્રેન્ડલી રોબોટિક બિલ્ડીંગ બ્લોક છે જેના પર 8 વર્ષ થી લઇ ને 14 વર્ષ સુધીના બાળકો પોતાનો પ્રોગ્રામ બનાવી શકે છે અને પોતાના ક્રિએશન્સ ને પણ તેની સાથે શેર કરી શકે છે.

olly

olly

olly એ એક ડેસ્કટોપ રોબોટ છે કે જેને એક UK બેઝડ સ્ટાર્ટઅપ દ્વારા બનવવા માં આવ્યું છે. એ દરેક યુઝર્સ માટે એક અલગ પર્સનાલિટી ડેવલોપ કરે છે. એ રોબોટ મ્યુઝિક પણ પ્લે કરી શકે છે અને ઈન્ટરનેટ કન્નેકટેડ ડિવાઇસ ને પણ કંટ્રોલ કરી શકે છે. અને એટલું જ નહિ olly તમને સલાહ પણ આપી શકે છે.

હબ રોબોટ

હબ રોબોટ

એવું કહેવા માં આવ્યું છે કે CES 2017 ની અંદર LG ઘણા બધા રોબોટ્સ ને લોન્ચ કરી શકે છે. અને તેમાનું એક એ છે કે જેના વિષે ઘણા બધા લોકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યં હતા અને એ છે હબ રોબોટ, આ એક સ્માર્ટ હોમ ગેટઅવે અને એક પર્સનલ આસિસ્ટન્ટ ની જેમ કામ કરશે. આ રોબોટ્સ ની અંદર આર્ટિફિકૅલ ઇન્ટેલિજન્સ આપવા માં આવ્યું છે તેવું કહેવા માં આવ્યું છે, પરંતુ ત શું શું કરી શકશે તેના વિષે હજી કોઈ ખુલાસો કરવા માં આવ્યો નથી, તે એમેઝોન એકો ને ટક્કર આપશે તેવું માનવા માં આવી રહ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
CES 2017 has showcased a number of advanced robots such as Kuri, Olly, Alpha 2, Jimu, Eywa E1, PowerRay FishFinder, LG's upcoming robots, etc.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot