રહસ્યમય સોની સ્માર્ટફોન બ્લ્યુટૂથ સિગ લિસ્ટિંગમાં..

Posted By: anuj prajapati

સોની સ્માર્ટફોનને લઈને ઘણી અફવાહો આવી રહી છે. મળતી માહિતી મુજબ સોની એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન 5 નવા સ્માર્ટફોન એક્સપિરીયા સિરીઝ ની અંડરમાં લોન્ચ કરી શકે છે.

રહસ્યમય સોની સ્માર્ટફોન બ્લ્યુટૂથ સિગ લિસ્ટિંગમાં..

સોની ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા રહસ્યમય સ્માર્ટફોન વિશે કોઈ પણ પ્રકારની માહિતી જણાવવામાં આવી નથી. થોડા દિવસ પહેલા સોની સ્માર્ટફોન બ્લ્યુટૂથ સિગ લિસ્ટિંગમાં જોવા મળ્યો હતો. બ્લ્યુટૂથ સિગ લિસ્ટિંગમાં જે સોની સ્માર્ટફોન બતાવવામાં આવી રહ્યો છે તે સોની ઘ્વારા ભવિષ્યમાં લોન્ચ કરવામાં આવી શકનાર 5 સ્માર્ટફોનમાંથી એક હોય શકે છે.

ઇન્સ્ટાગ્રામ નું લાઈવ વિડિઓ સ્ટ્રીમિંગ ફીચર આવી ગયું છે : જાણો તે કઈ રીતે કામ કરે છે.

બ્લ્યુટૂથ સિગ લિસ્ટિંગમાં આ સ્માર્ટફોન વિશે વધારે કઈ જ માહિતી આપવામાં આવી નથી. બ્લ્યુટૂથ સિગ લિસ્ટિંગમાં આ સ્માર્ટફોનની માહિતીમાં ખાલી તેનો મોડલ નંબર PRO20161112 જણાવવામાં આવ્યો છે અને તેમાં બ્લ્યુટૂથ 4.1 સપોર્ટ કરવામાં આવશે, એટલી જ માહિતી આપવામાં આવી છે.

આગળ જણાવ્યું તેમ સોની એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લગભગ 5 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. સોની આ સ્માર્ટફોન માટે સ્નેપડ્રેગન 835 ચિપસેટ લઈને આવી શકે છે. મળતી માહિતી મુજબ સોની ઘ્વારા લોન્ચ કરવામાં આવનાર સ્માર્ટફોનમાં 4K ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
This mysterious Sony smartphone could be one of the 5 smartphones the company is believed to unveil at MWC 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot