આસુસ ઝેનફોન 4: 5.7 ઇંચ ડિસ્પ્લે અને 6 જીબી રેમ, જાણો આગળ

By: anuj prajapati

આસુસ આ મહિનાના અંતમાં એક નવી ડિવાઈઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી આસુસ સ્માર્ટફોન વિશે અફવાહો અને લીક માહિતી આવી રહી હતી. કંપની ઘ્વારા ઝેનફોન 4 સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

આસુસ ઝેનફોન 4: 5.7 ઇંચ ડિસ્પ્લે અને 6 જીબી રેમ, જાણો આગળ

આ સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં પણ લોન્ચ થઇ શકે છે. આસુસ ઝેનફોન 4 સ્માર્ટફોનને લઈને લોકોમાં ઘણી આતુરતા દેખાઈ રહી છે. સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા જ આ સ્માર્ટફોન વિશે ઘણી એવી માહિતી આવી રહી છે.

આસુસ ઝેનફોન 4 સ્માર્ટફોન વિશે જે માહિતી મળી રહી છે તે મુજબ તેમાં 5.7 ઇંચ ડિસ્પ્લે કવાડ એચડી 2560*1440 પિક્સલ રિઝોલ્યૂશન સપોર્ટ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 820 ચિપસેટ, 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે.

આસુસ ઝેનફોન 4: 5.7 ઇંચ ડિસ્પ્લે અને 6 જીબી રેમ, જાણો આગળ

જો સ્માર્ટફોન મેન્યુફેક્ચરને જોવામાં આવે તો આસુસ તેમના યુઝરને આ નવા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આપવામાં આવશે. જે આ ડિવાઈઝમાં ઝેન યુઆઈ સાથે આવશે.

માસ્ટરકાર્ડ, CAIT ઘ્વારા ડિજિટલ પેમેન્ટ માટે પેન ઇન્ડિયા કેમ્પેઇન લોન્ચ

હવે જો આ સ્માર્ટફોન કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 21 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવશે. જે ફોટોગ્રાફી લવર્સ માટે ખુબ જ સારા સમાચાર છે. હવે જો આસુસ વિશે જાણવામાં આવે તો ભૂતકાળમાં તેઓ ઘણા વેરિયંટ લોન્ચ કરી ચુક્યા છે. તેના મુજબ આસુસ ઝેનફોન 4 સ્માર્ટફોન તેની મેમરી મુજબ અલગ અલગ વેરિયંટમાં લોન્ચ થઇ શકે છે.

આસુસ ઘ્વારા હાલમાં જ ઝેનફોન એઆર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. જે એઆર અને વીઆર ફીચર સાથે મલ્ટિપલ સ્ટોરેજ વેરિયંટ સાથે આવ્યો હતો. આસુસ સ્માર્ટફોન 8 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન સાથે પણ લોન્ચ થયો છે. એટલું જ નહીં પરંતુ ઝેનફોન એઆર સ્માર્ટફોન સાથે તેમને આસુસ ઝેનફોન 3 ઝૂમ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો. જેમાં 5000mAh બેટરી અને બીજા હાઈ એન્ડ ફીચર આપવામાં આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
The Asus ZenFone 4 is speculated to launch with the Snapdragon 820 chipset and 6GB of RAM. Here's everything we know so far.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot