એપલ આઈફોન 8 પ્રિઓર્ડર સપ્ટેમ્બરમાં બીજા મોડલ સાથે આવશે

Posted By: anuj prajapati

છેલ્લા કેટલાક સમયથી એવી માહિતી આવી રહી છે કે એપલ આઈફોન 8 કેટલાક કારણસર થોડા અઠવાડિયા પાછળ રિલીઝ ઠેલાઇ ચુકી છે.

એપલ આઈફોન 8 પ્રિઓર્ડર સપ્ટેમ્બરમાં બીજા મોડલ સાથે આવશે

એપલ તેમના આઈફોનની 10મી એનિવર્સરી ઉજવવા માટે એપલ આઈફોન 8 સ્માર્ટફોનમાં ઘણા એકપીરીમેન્ટ કર્યા છે. એપલ ઘ્વારા કરવામાં આવેલો એકપીરીમેન્ટ સ્માર્ટફોન રિલીઝ થોડા અઠવાડિયા પાછળ લઇ ગયો છે. ગયા અઠવાડિયે મળેલા રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન લોન્ચ પાછળ જવા માટેનું કારણ તેમાં ઉપયોગ કરવામાં આવેલી ઓએલઈડી ડિસ્પ્લે અને 3ડી સેન્સિંગ સિસ્ટમ છે. 4.7 ઇંચ અને 5.5 ઇંચ ડિસ્પ્લે ધરાવતો આઈફોન સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થઇ જશે.

બ્રાયન વાઈટ જેઓ એનાલિસ્ટ છે તેમને જણાવ્યું કે 5.8 ઇંચ ડિસ્પ્લે ધરાવતો આઈફોન 8 પ્રિઓર્ડર પર મળી શકશે. આ બધું જ સપ્ટેમ્બર મહિનામાં જ થશે. હવે જો સ્માર્ટફોન શિપમેન્ટ વિશે વાત કરવામાં આવે તો આઈફોન ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં શિપમેન્ટ કરવામાં આવશે.

સિમ્પલ રીતે મોટો જી4 અને જી4 પ્લસ બ્લૂટૂથ અને વાઇફાઇ સમસ્યા સોલ્વ કરવી

હવે જો આઈફોન 8 સ્માર્ટફોનમાં નવા ફીચર વિશે વાત કરવામાં આવે તો એપલ તેમાં ટ્રુ ટોન ડિસ્પ્લે ટેક્નોલોજી જેને આઇપેડ પ્રોમાં ઉપયોગ કરવામાં આવી હતી, તેનો ઉપયોગ કરી શકે છે. હવે જો 3ડી કેમેરા ટેક્નોલોજી વિશે વાત કરવામાં આવે તો એપલ 3ડી સેલ્ફી કેમેરા પર કામ કરી રહ્યું છે. આ સ્માર્ટફોન ખુબ જ ઉંચા પ્રાઈઝ ટેગ સાથે આવશે. એપલ આઈફોન 8 સ્માર્ટફોન $1000 કરતા પણ વધારે કિંમતમાં આવી શકે છે.

એટલું જ નહીં પરંતુ એપલ આઈફોન 8 સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે અને સ્માર્ટફોન ડિસ્પ્લેમાં ટચ આઈડી સપોર્ટ પણ આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર આઈફોન 8 સ્માર્ટફોનમાં પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે.

English summary
Apple iPhone 8 pre-order is rumored to debut in September this year when the iPhones will be launched. Despite the pre-order, the smartphone is believed to be delayed until November as it would pack new features. The other models will be made available before the iPhone 8.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot