આઈફોન 8 માં આઈફોન 7 પ્લસ કરતા વધુ સારી બેટરી લાઈફ આપવા માં આવશે

By: Keval Vachharajani

આજે જયારે આપડે આઈફોન 8 ના ઓફીસીઅલ લોન્ચ થી માત્ર થોડા મહિનાઓ જ દૂર છીએ ત્યારે, તમને લગભગ દરરોજ તેના વિષે કૈક ને કૈક અફવાઓ અથવા અનુમાનો ઓનલાઇન ફરતા જોવા મળી જ રહેશે.

આઈફોન 8 માં આઈફોન 7 પ્લસ કરતા વધુ સારી બેટરી લાઈફ આપવા માં આવશે

હાલહી હિ માં એક રીપોર્ટ પર થી એવું જાણવા મળ્યું હતું કે આવનારા આઈફોન ની અંદર આઈરીશ સ્કેનર અને વાયરલેસ ચાર્જિંગ ની સુવિધા આપવા માં આવી શકે છે. અને હવે આઈફોન 8 ની બેટરી લાઈફ વિશે ની વાતો અત્યારે વેબ પર ચાલી રહી છે. મિંગ ચી કુઓ નો આભાર કે જે એક ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ છે.

અને એનાલિસ્ટ ના કહેવા મુજબ આઈફોન 8 ના પરિમાણો આઈફોન 7 પ્લસ થી ઘણા મળતા આવી શકે છે. અને આવો દાવો કરવા ની પાછળ નું કારણ સ્ટૅક્ડ લોજીક બોર્ડ ડિઝાઇન ને ગણવા માં આવે છે. અને આ સબસ્ટ્રેટ કે જે PCB મેઈન બોર્ડ જેવું આવે છે તેની અંદર જે અંદર ના બીજા બધા પાર્ટ્સ છે તેને નાના કરી નાખશે જેના કારણે તેમાં મોટી બેટરી નાખી શકાશે.

સેમસંગ ગેલેક્સિ S8 5.8 ઇંચ અને 6.2 ઇંચ ડિસ્પ્લે આ બે વેરિયંટ ની અંદર આવશે

અને આવું કરવા થી તેના પરિમાણો માં પણ કોઈ ફેર ફાર નહિ કરવો પડે. અને તેની અંદર OLED ડિસ્પ્લે ના કારણે પણ વધુ સારી બેટરી લાઈફ મળશે તેવું માનવા માં આવી રહ્યું છે. કે જે એક પાવર સેવિંગ ડિસ્પ્લે માનવા માં આવે છે અત્યારે સુધી ના આઈફોન્સ ની અંદર LCD ડિસ્પ્લે નો ઉપીયોગ કરવા માં આવતો હતો.

અને એવી પણ અફવાઓ ફરી રહી છે કે, એજ ટુ એજ સ્ક્રીન આપવા માં આવશે, અને ડ્યુઅલ કર્વ એજીસ પણ આપવા માં આવશે કે જે સેમસંગ ગેલેક્સિ S7 ની અંદર આપવા માં આવે છે. અને આવું કરવા ના કારણે જે ફોન ની સાચી સ્ક્રીન છે તેના કરતા પણ સ્ક્રીન મોટી લાગશે. વધુ સારી બેટરી લાઈફ, ઓલમોસ્ટ બેઝલ લેસ ડિસ્પ્લે, OLED સ્ક્રીન, વગેરે જેવા ફીચર્સ ના લીધે આઈફોન 8 માટે ની આતુરતા વધીતી જ જાય છે.

પરંતુ આ બધું ભલે ગમે તેટલી આફવાઓ આવે રાખે તેના પર થોડું ઘણું મીઠું મરચું નાખી ને જ આવતું હોઈ છે, કેમ કે આઈફોન 8 વિષે ની કોઈ પણ ઓફિશ્યિલ જાહેરાત એપલ દ્વારા નથી કરવા માં આવી. પરંતુ એક વાત ની નોંધ લેવા જેવી ખરી કે કુઓ એ પોતાના અનુમાનો ને ભૂતકાળ માં સાચાં પાડેલા છે. તેથી જો આપડે આ રિપોર્ટ્સ ને સાચી માનીએ તો આઈફોન 8 એ ખુબ જ સારા અને રસપ્રદ ફીચર્સ સાથે બહાર આવશે.

English summary
Apple iPhone 8 is rumored to feature a capacious battery despite being similar to the iPhone 7 Plus in dimension. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot