એપલ, ગૂગલ, ફેસબૂક, ટ્વિટર ઘ્વારા ટ્રમ્પ ઇમિગ્રેશન બેન વિરોધ

Posted By: anuj prajapati

છેલ્લા કેટલાક દિવસથી યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા બહાર પાડવામાં આવેલા ઇમિગ્રેશન બેન મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. અમેરિકામાં બહારથી આવીને રહેતા બધા જ લોકો આ મુદ્દે ખુબ જ ચિંતામાં છે. ઇમિગ્રેશન બેન મુદ્દે એપલ, ગૂગલ, ઉબેર, ફેસબૂક, ટ્વિટર અને બીજી કેટલાક કંપનીઓ ઘ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ ના નવા આદેશનો વિરોધ કરવામાં આવ્યો છે.

એપલ, ગૂગલ, ફેસબૂક, ટ્વિટર ઘ્વારા ટ્રમ્પ ઇમિગ્રેશન બેન વિરોધ

આ કંપનીઓ ઘ્વારા એક ફોર્મલ લેટર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ટ્રમ્પ ઘ્વારા ટેમ્પરરી બેન કરવા, જેઓ સાત મુસ્લિમ કન્ટ્રીમાંથી યુએસ માં આવતા હોય. મળતી માહિતી મુજબ આ વિરોધમાં ખાલી ટેક કંપનીઓ જ નહીં, પરંતુ બીજી કંપની પણ જોડાઈ ચુકી છે. રિપોર્ટ મુજબ આવું પહેલીવાર બન્યું છે જેમાં એક સાથે આટલી બધી કંપનીઓ સાથે આવી હોય.

ટ્વિટર નવું અપડેટ: ટ્રેન્ડ, મોમેન્ટ અને લાઈવ વીડિયો એક જ જગ્યા પર

ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જાહેરાત કરવામાં આવી કે સાત મુસ્લિમ દેશોથી યુએસ માં ટ્રાવેલ કરનાર પર બેન લગાવી દેવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા બહાર પાડવામાં આવેલા આ નિયમથી ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

સિલિકોન વેલીમાં આવેલી ઘણી કંપનીઓમાં આવા ઇમિગ્રેશન ધરાવતા લોકો કામ કરે છે. એટલું જ નહીં પરંતુ માર્ક ઝુકરબર્ગ, ટિમ કૂક, સુંદર પીચાઈ, સર્ગેઇ બ્રિન અને બીજા ઘણા લોકો આ બેન માટે વિરોધ કરી રહ્યા છે. ટ્વિટર પણ તેનો વિરોધ કરવામાં પાછળ નથી. ટ્વિટર પણ ટ્વિટ ઘ્વારા પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Apple, Google, Facebook, Uber, Twitter, and other companies are jointly opposing Donald Trump's immigration ban.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot