ટ્વિટર નવું અપડેટ: ટ્રેન્ડ, મોમેન્ટ અને લાઈવ વીડિયો એક જ જગ્યા પર

ટ્વિટર ઘ્વારા તેમની એપમાં હાલમાં જ એક નવી અપડેટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં મોમેન્ટ ટેબ ને નવું એક્સપ્લોર ટેબથી રિપ્લેસ કરવામાં આવ્યું છે.

By Anuj Prajapati
|

ટ્વિટર ઘ્વારા તેમની એપમાં હાલમાં જ એક નવી અપડેટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં મોમેન્ટ ટેબ ને નવું એક્સપ્લોર ટેબથી રિપ્લેસ કરવામાં આવ્યું છે. આ નવું ટેબ લાઈવ ન્યુઝ અને વીડિયો ફીચર વચ્ચે રહેલા બ્રિજને ભરવા માટેનું કામ કરે છે. આ ટેબ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને ડિવાઈઝ માટે લોન્ચ કરવામાં આવ્યું છે.

ટ્વિટર નવું અપડેટ: ટ્રેન્ડ, મોમેન્ટ અને લાઈવ વીડિયો એક જ જગ્યા પર

ટ્વિટર બ્લોગ પોસ્ટમાં આ નવા અપડેટ માટે જણાવવામાં આવ્યું છે કે હવેથી તમારે નવા અનુભવ માટે કેટલીક અલગ જગ્યા પર જવું પડશે. અમારા કેટલાક નવા પ્રયાસો ઘ્વારા અમે આખી દુનિયામાં શુ ચાલી રહ્યું છે તે બધું જ તમારા માટે એક સાથે લઈને આવી રહ્યા છે.

ટ્વિટર નવા અપડેટ મુજબ નવી એક્સપ્લોર ટેબ હવે તમને ટ્રેન્ડ, મોમેન્ટ, સર્ચ અને બેસ્ટ ઓફ લાઈવ વિડિયો આ બધું એક જ ટેબમાં બતાવશે. ટ્વિટર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હવેથી એક સિંગલ ટેબ તમે જે પણ સર્ચ કરો છો તે ખુબ જ સરળતાથી બતાવશે.

ગૂગલ બંધ કરી રહ્યું છે તેનું હેન્ગઆઉટ એપીઆઈ

આ અપડેટ કંપની ઘ્વારા કેટલાક વિશ્વાસુ ટ્વિટર યુઝર માટે આપવામાં આવ્યા હતા. જેનાથી ટ્વિટર આ અપડેટ વિશે તેમનો અભિપ્રાય મેળવી શકે. ટ્વિટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાક વર્ષમાં તેઓ યુઝર માટે ટ્રેન્ડ, મોમેન્ટ અને સર્ચને સરળ બનાવવાના ઘણા પ્રયત્ન કરી રહ્યા હતા. તેમના આ નવા રિસેર્ચ પ્રોજેક્ટ દરમિયાન ઘણા લોકો ઘ્વારા તેમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે નવું એક્સપ્લોર ટેબ તેમને લેટેસ્ટ ટ્રેન્ડ અને કઈ વસ્તુ હાલમાં ખુબ જ ફેમસ થઇ રહી છે જે જાણવા માટે મદદ કરી રહ્યું છે.

આ નવું અપડેટ આઇઓએસ યુઝર માટે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જયારે એન્ડ્રોઇડ યુઝર માટે આ અપડેટ લોન્ચ થવામાં કેટલાક અઠવાડિયા જેટલો સમય લાગશે. તમે તમારી ટ્વિટર એપ પર જઈને તમારું લેટેસ્ટ અપડેટ ચેક કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Twitter's latest update combines trends, moments, search, and live video.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X