એપલ આઈફોન 7 અને 7 પ્લસ સ્માર્ટફોન રેડ સ્પેશ્યલ એડિશન

By Anuj Prajapati
|

એપલ ઘ્વારા હાલમાં જ તેમના લેટેસ્ટ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્માર્ટફોન લાલ કલર સ્પેશ્યલ એડિશનમાં લોન્ચ કરવામાં આવશે તેના વિશે જાહેરાત કરવામાં આવી છે.

એપલ આઈફોન 7 અને 7 પ્લસ સ્માર્ટફોન રેડ સ્પેશ્યલ એડિશન

કંપની ઘ્વારા જણાવ્યા અનુસાર લાલ કલર ધરાવતો વેરિયંટ 128 જીબી અને 256 જીબી મોડલમાં લોન્ચ કરવામાં આવશે. એપલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એપલ અને રેડ કલરનો ખુબ જ જૂનો રિશ્તો છે. એપલ ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે તેનાથી કસ્ટમર ગ્લોબલ ફંડમાં પોતાનું યોગદાન આપી શકે છે અને આજની પેઢીને એડ્સ મુક્ત બનાવવામાં એક પગલું આગળ વધી શકે છે.

એપલ ડિવાઈઝ ની અંદર લાઈવ ફોટો ફીચર ને ચાલુ અથવા બંધ કઈ રીતે કરવું

એપલ સીઈઓ ટિમ કૂક ઘ્વારા લોન્ચ દરમિયાન જણાવવામાં આવ્યું કે 10 વર્ષ પહેલા તેમને રેડ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયમાં એડ્સ સામે લડવામાં કસ્ટમર ઘ્વારા ઘણો રસ દાખવવામાં આવ્યો. તેમને આગળ જણાવ્યું કે તેમની રેડ સાથે કરવામાં આવેલી ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવી રહેલો રેડ આઈફોન 7 સૌથી મોટું લોન્ચ છે.

એપલ આઈફોન 7 અને 7 પ્લસ સ્માર્ટફોન રેડ સ્પેશ્યલ એડિશન

લેટેસ્ટ પ્રોડક્ટ રેડ આઈફોન તમે એપલ વેબસાઈટથી ઓર્ડર કરી શકો છો અથવા તો દુનિયાના કેટલાક ઓર્થોરાઈઝ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આ લેટેસ્ટ મોડલનું 24 માર્ચથી યુએસ અને બીજા 40 દેશોમાં શિપિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોન ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ચાઈના, ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ, ઇટલી, જાપાન, મેક્સિકો, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, રશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, તાઇવાન, થાઇલેન્ડ, યુએઈ, બ્રાઝીલ, ચીલી, કોલંબિયા, ઇન્ડિયા, ટર્કી, જેવા દેશોમાં આવી રહ્યો છે.

Best Mobiles in India

English summary
Apple unveils iPhone 7 and iPhone 7 Plus (PRODUCT)RED Special Edition

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X