એન્ડ્રોઇડ માલવેર ટાઈપ, જેનાથી તમારે બચવાની જરૂર છે.

હાલમાં મોબાઈલ માલવેર ખુબ જ વધી રહ્યા છે અને તમારી ડિવાઈઝ માટે જોખમી સાબિત થઇ શકે છે.

By Anuj Prajapati
|

હાલમાં મોબાઈલ માલવેર ખુબ જ વધી રહ્યા છે અને તમારી ડિવાઈઝ માટે જોખમી સાબિત થઇ શકે છે. અહીં અમે જે ટિપ્સ આપી રહ્યા છે તે તમને મદદરૂપ સાબિત થઇ શકે છે અને તમારી પર્સનલ માહિતી સાયબર ક્રિમિનલથી બચાવવામાં ઉપયોગી થશે.

એન્ડ્રોઇડ માલવેર ટાઈપ, જેનાથી તમારે બચવાની જરૂર છે.

જો તમે સ્માર્ટફોન માર્કેટ પર ધ્યાન આપો તો તમને ખબર પડશે કે હાલમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન લીડ કરી રહ્યું છે. ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ જેને ગૂગલ ઘ્વારા બનાવવામાં આવી છે તે અત્યારે દુનિયામાં અડધા કરતા પણ વધારે સ્માર્ટફોનમાં જોવા મળી રહી છે.

મોટો G5 પ્લસ નું ડિફોલ્ટ વોલપેપર અને રિંગટોન લીક થઇ ગયા છે તેને તમારા ફોન પર ડાઉનલોડ કરી લ્યો

30 સપ્ટેમ્બર 2016 શિપિંગ રિપોર્ટ મુજબ એન્ડ્રોઇડ 87.5% એટલે કે 375 મિલિયન એન્ડ્રોઇડ સ્માર્ટફોન શિપિંગ કરવામાં આવ્યા છે. આ આંકડા જણાવે છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હાલમાં દુનિયા પર રાજ કરી રહ્યા છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનની વધતી પોપ્યુલારિટી અને તેનો વધતો યુઝર બેઝ સાયબર ક્રિમિનલને પણ આકર્ષી રહ્યો છે. હાલમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાયરસ અને માલવેર ડેવલોપરના ટાર્ગેટમાં છે. આ માલવેર ડેવલોપર એન્ડ્રોઇડ સ્માર્ટફોનને નિશાનો બનાવે છે. જેનાથી તેમની પર્સનલ અને ઉપયોગી માહિતી ચોરી કરી શકે.

નોકિયા 8, નોકિયા પી1, નોકિયા ડી1સી અને બીજા નોકિયા ફોન વિશે જાણો

હાલના એન્ડ્રોઇડ સ્માર્ટફોન વર્લ્ડમાં મોબાઈલ માલવેર અને વાઇરસ પણ ખુબ જ એડવાન્સ બની રહ્યા છે. જેના કારણે તે મિલિયન કરતા પણ યુઝરને નુકશાન પહોંચાડી રહ્યા છે. અહીં અમે કેટલાક સ્માર્ટફોન માલવેર વિશે જણાવી રહ્યા છે, જેનાથી તમારે દૂર રહેવું ખુબ જ જરૂરી છે.

રેન્સમવેર

રેન્સમવેર

રેન્સમવેર એક રીતનો માલવેર છે. જે તમારા પીસી અથવા તો મેક પર હુમલો કરે છે અને તેને પુરેપૂરું અથવા તો થોડું લોક કરી નાખે છે. જ્યાં સુધી તમે અમુક પૈસા ના ભરી દો. આ રેન્સમ તમારે બીટકોઈન રૂપમાં ભરવા પડે છે.

રેન્સમવેર ઘણા અલગ અલગ પ્રકાર હોય છે. પરંતુ દરેકનું કામ તો એક જ છે. આ રેન્સમવેર તમારા કોમ્પ્યુટરમાં દાખલ થાય છે અને કેટલીક ફાઈલને ઍક્સેસ કરતા તમને રોકી નાખે છે. હવે તમે વિચારતા હશે કે આવું કઈ રીતે બની શકે? ખરેખરમાં રેન્સમવેર તમારા પીસીમાં એક સામાન્ય ફાઈલ તરીકે જ દાખલ થાય છે. જેવો આ માલવેર તમારા પીસીમાં દાખલ થાય તેની સાથે જ તે બધી જ ફાઈલ એન્ક્રીપટ કરવાનું શરૂ કરી દેશે.

અટેક કરનાર યુઝરને એન્ક્રીપટ કી ત્યારે જ આપે છે. જ્યારે વિક્ટિમ તેને પૈસા ચૂકવી આપે. પરંતુ પૈસા ચૂકવી દીધા પછી પણ અટેક કરનાર એન્ક્રીપટ કી આપશે જ તેની કોઈ જ ખાતરી નથી.

તમને જાણી ને ખુબ જ ખરાબ લાગશે કે તેનો કોઈ જ નક્કી એન્ટ્રી પોઇન્ટ નથી. આ માલવેર ગમે ત્યાંથી તમારા પીસીમાં દાખલ થઇ શકે છે. જેવા કે કોઈ અજાણી વેબસાઈટ, ઈમેલ, એડ્વર્ટાઇઝ જેવા માધ્યમથી તે દાખલ થઇ શકે છે.

સારા સમાચાર છે કે રશિયન પોલીસ ઘ્વારા જેને આ માલવેર બનાવ્યો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેને 50 મિલિયન કરતા પણ વધારે રૂબલ ની ચોરી કરી અને લગભગ 350,000 એન્ડ્રોઇડ ડિવાઈઝને નુકશાન પહોચાડ્યું છે.

મોબાઈલ સટિંગ ડાઉન

મોબાઈલ સટિંગ ડાઉન

એન્ડ્રોઇડ પાવર ઓફ હાઇજેક જેને એવીજી ઘ્વારા ડિસ્કવર કરવામાં આવ્યો. આ માલવેર જે પ્રોસેસ તમારા સ્માર્ટફોનને સટિંગ ડાઉન કરવા માટે જવાબદાર છે. તેને કંટ્રોલમાં લઇ લે છે. આ માલવેર ઘ્વારા તમારો ફોન ઓફ થઇ રહ્યો છે, તેવું દેખાઈ રહ્યું હોય છે. પરંતુ ખરેખરમાં તમારો ફોન કામ કરતો હોય છે. આ માલવેર શટડાઉન એનિમેશન પ્લે કરે છે, જે તમને અનુભવ કરાવે છે કે તમારી ડિવાઈઝ ટર્ન ઓફ થઇ રહી છે.

હવે સવાલ છે કે આ પાવર ઓફ હાઇજેક માલવેર કઈ રીતે નુકશાન કરે છે, તો જયારે તમારો સ્માર્ટફોન શટડાઉન કરે છે, ત્યારે તમારા સ્માર્ટફોન ઘ્વારા સિક્રેટલી ફોટો લેવા, ફોન કોલ કરવો, મેસેજ મોકલવા જેવી પ્રોસેસ કરે છે. સારી બાબત છે કે આ માલવેર ખાલી એન્ડ્રોઇડ 5.0 કરતા ઓછા વર્ઝન ધરાવતા સ્માર્ટફોનને જ નુકશાન પહોંચાડી શકે છે.

હાઇજેકીંગ માલવેર

હાઇજેકીંગ માલવેર

હાઇજેકીંગ માલવેર ઘ્વારા હાલમાં એન્ડ્રોઇડ યુઝરમાં ખુબ જ વધુ ભય પેદા કર્યો છે. રિપોર્ટ મુજબ આ માલવેર લગભગ 10 મિલિયન જેટલા સ્માર્ટફોનને નુકશાન પહોંચાડી શક્યો છે. આ માલવેરમાં તમારા સ્માર્ટફોનને કંટ્રોલ કરવાનો પાવર પણ છે. આ માલવેર યુઝરને એડ પર ક્લિક કરવા અને એપ ઇન્સ્ટોલ કરવા માટે મલ્ટિટાસ્કીંગ એટેક ચેન ઘ્વારા ફોર્સ કરે છે.

આ માલવેર તમારી ડિવાઈઝનો ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરે છે. એકવાર તમારી ડિવાઈઝમાં આવી ગયા પછી તે રુટ ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરે છે. રુટ ઍક્સેસ મેળવ્યા પછી તે તમારા સ્માર્ટફોનનો ફૂલ ઍક્સેસ મેળવવા લાગે છે.

વાઇકિંગ હોર્ડે

વાઇકિંગ હોર્ડે

વાઇકિંગ હોર્ડે વાઇરસ તમારી ડિવાઈઝ માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આવું એમ એટલા માટે કહી રહ્યા છે કારણકે વાઇકિંગ હોર્ડે ગૂગલ પ્લે સ્ટોર એપ ઘ્વારા બનાવવામાં આવ્યો છે. આ એપ ઘ્વારા જ તેને એન્ડ્રોઇડ ડિવાઈઝમાં જગ્યા મેળવી છે. આ વાઇરસ રૂટેડ અને નોન રૂટેડ બંને ડિવાઈઝને નુકશાન પહોંચાડી શકે છે.

આ એપ તમારા સ્માર્ટફોન ડેટાને નુકશાન પહોંચાડી શકે છે. આ એપ લોન્ચ કરવા માટેનું કારણ એડ ક્લિક, સ્પેમ મેસેજ જેવી એક્ટિવિટી કરવાનું હતું.

ફીશીન્ગ એપ

ફીશીન્ગ એપ

સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ઈન્ટરનેટ એક્ટિવિટી વધી રહી છે. જેના કારણે સાયબર ક્રિમિનલ મોબાઈલ ફીશીન્ગ સાઈટ બનાવી રહ્યા છે, જે બિલકુલ પકડમાં આવી તેવી નથી. આ સાઈટ ઘ્વારા એટેકર યુઝરના ઉપયોગી ડેટા ચોરી કરી શકે છે.

માલવેર સિન્ટમન્સ

માલવેર સિન્ટમન્સ

અલગ અલગ ટાઈપના માલવેર વિશે જાણ્યા પછી એટલી તો ખબર પડી જ હશે કે કઈ રીતે તે કામ કરે છે. તેઓ અલગ અલગ રીતે આવે છે અને તેના સિન્ટમન્સ પણ દેખાય છે. જેના કારણે સ્માર્ટફોન પરફોર્મર્સ પર અસર પડે છે. સ્ટેબિલિટી ઇસ્યુ જેવી કે એપ ફ્રોઝ થવી, રિબુટ ફેલ થવું, નેટવર્ક કનેક્ટ થવામાં તકલીફ જેવી સમસ્યા આવે છે.

કઈ રીતે બચવું?

કઈ રીતે બચવું?

હવે તમે વિચારતા હશો કે આવા માલવેરથી કઈ રીતે સ્માર્ટફોનને બચાવી શકાય? ઘણીં એવી પદ્ધતિ છે જેના ઘ્વારા તમે તમારા સ્માર્ટફોનને આવા માલવેરથી બચાવી શકો છો. નીચે મુજબ જણાવેલી ટિપ્સ ધ્યાનમાં રાખો અને તમારા સ્માર્ટફોને માલવેરથી બચાવો.

#1. એપ ઓફિશ્યિલ એપ સ્ટોરથી જ ડાઉનલોડ કરો, જેવું કે એપલ એપ સ્ટોર અથવા તો ગૂગલ એપ સ્ટોર.

#2. એપ બનાવનાર ડેવલોપર અને તેના કામ વિશે થૉડી માહિતી મેળવો. યુઝર રેટિંગ પર ધ્યાન આપો અને સારા સોર્સ પાસેથી તેની માહિતી મેળવો.

#3. એપ ઇન્સ્ટોલ કરવાની પરમિશન આપતા પહેલા વિચારી લો. એપ તમારી પાસે કઈ પરમિશન માંગે છે તે એકવાર ચોક્કસ વાંચી લો.

Best Mobiles in India

Read more about:
English summary
Android Malware types you should know about.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X