એમેઝોન ઓફર: આઈફોન 6 ખાલી 28,999 રૂપિયામાં મળી રહ્યો છે.

Posted By: anuj prajapati

જો તમે એપલ આઈફોન ખરીદવા વિશે વિચારી રહ્યા છો, તો તમે એકવાર એમેઝોન વેબસાઈટ ચેક કરી શકો છો. આ વેબસાઈટ તમને એપલ આઈફોન 6, 32 જીબી સ્ટોરેજ વેરિયંટ અને ગ્રે કલરમાં મળી રહ્યો છે. એમેઝોન ઓફર મુજબ આ સ્માર્ટફોન 28,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ લિમિટેડ ઓફર છે.

એમેઝોન ઓફર: આઈફોન 6 ખાલી 28,999 રૂપિયામાં મળી રહ્યો છે.

જો તમે એમેઝોન વેબસાઈટ ચેક કરો ત્યારે તમને હોમ પેજ પર એક એડ જોવા મળશે, જે તમને આ ઓફર વિશે માહિતી આપશે. એમેઝોન તમને સ્માર્ટફોન ખરીદવા માટે ઇએમઆઇ ઓપશન પણ આપે છે. જેનાથી તમે સરળ હફ્તે સ્માર્ટફોન ખરીદી શકો છો.

એપલ સ્માર્ટફોન માટેની ઇએમઆઇ દર મહિને 2590.11 રૂપિયાથી શરૂ થાય છે. આ ઇએમઆઇ તમને એચડીએફસી બેંક, સીટી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એચએસબીસી ક્રેડિટ કાર્ડ ઘ્વારા સરળતાથી મળી જાય છે. જો તમે તમારો સ્માર્ટફોન એક્સચેન્જ કરવા માંગો છો, તો તમને 8500 રૂપિયા સુધી આઈફોનમાં ઓફ મળી શકે છે.

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ કિંમત 5490 રૂપિયામાં બેસ્ટ ફીચર, જાણો આગળ

હવે જો આઈફોન 6 સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન સપ્ટેમ્બર 2014 દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 4.7 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે, 1334*750 પિક્સલ રિઝોલ્યૂશન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ સ્માર્ટફોનમાં 1 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા વધારી નહીં શકો. હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને 1.2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

એપલ આઈફોન 6 સ્માર્ટફોન આઇઓએસ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે અને તેમાં 1810mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. એપલ આઈફોન 6 સ્માર્ટફોન સિંગલ નેનો સિમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં વાઇફાઇ, જીપીએસ, બ્લ્યુટૂથ, 3જી અને 4જી જેવા કનેક્ટિવિટી ઓપશન આપવામાં આવ્યા છે.

English summary
Amazon is offering 32GB Space Grey Apple iPhone 6 for just Rs 28,999.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot