ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ કિંમત 5490 રૂપિયામાં બેસ્ટ ફીચર, જાણો આગળ

Posted By: anuj prajapati

ભારતીય સ્માર્ટફોન કંપની ઇન્ટેક્સ ઘ્વારા વધુ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ બનાવવામાં આવ્યો છે. આ બજેટ સ્માર્ટફોનની કિંમત 5490 રૂપિયા રાખવામાં આવી છે. આ બજેટ સ્માર્ટફોન 4G VoLTE સપોર્ટ સાથે આવ્યો છે. આ સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલર ઓપશનમાં ઉપલબ્ધ છે.

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ કિંમત 5490 રૂપિયામાં બેસ્ટ ફીચર, જાણો આગળ

અહીં અમે તમને ભારતીય સ્માર્ટફોન કંપની ઇન્ટેક્સ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા એક્વા સ્ટ્રોંગ 5.1+ સ્માર્ટફોન વિશે પુરી માહિતી આપવા જઈ રહ્યા છે. તો એક નજર ચોક્કસ કરો...

ડિસ્પ્લે: FWVGA રિઝોલ્યૂશન

ડિસ્પ્લે: FWVGA રિઝોલ્યૂશન

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ સ્માર્ટફોન 5 ઇંચ FWVGA ડિસ્પ્લે સાથે આવી છે. જેનું રિઝોલ્યૂશન 480*854 પિક્સલ છે. FWVGA ડિસ્પ્લે સ્ક્રીન તમને બેસ્ટ મલ્ટી મીડિયા અનુભવ તો નથી આપતો. પરંતુ સ્માર્ટફોન ચલાવવા જેટલું કામ ચોક્કસ કરી આપે છે.

પ્રોસેસર અને રેમ, એન્ટી લેવલ હાર્ડવેર

પ્રોસેસર અને રેમ, એન્ટી લેવલ હાર્ડવેર

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ સ્માર્ટફોન તમને એન્ટી લેવલ પ્રોસેસર અને રેમનું કોમ્બિનેશન આપે છે. આ સ્માર્ટફોન 1.3GHz કવાડકોર પ્રોસેસર સપોર્ટ આપી રહ્યું છે, જે બેઝિક ટાસ્ક વહાર્ટસપ મેસેજિંગ, કેમેરા, નેવિગેશન, બ્રાઉઝિંગ, કોલિંગ જેવી સુવિધા કરી આપે છે.

આ સ્માર્ટફોન પાસેથી વધારે મલ્ટીટાસ્કીંગ અપેક્ષા ના રાખતા, કારણકે તેમાં ખાલી 1 જીબી રેમ આપવામાં આવી છે.

વનપ્લસ 5 સ્માર્ટફોન આ વર્ષે લોન્ચ થશે, જાણો પુરી માહિતી

સોફ્ટવેર, કેમેરા અને બેટરી

સોફ્ટવેર, કેમેરા અને બેટરી

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. જો કેમેરા વિશે કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરો ડ્યુઅલ એલઇડી ફ્લેશલાઈટ સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં વીડિયો કોલિંગ અને સારી સેલ્ફી લેવા માટે 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ સ્માર્ટફોનમાં 2000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી અને સ્ટોરેજ

કનેક્ટિવિટી અને સ્ટોરેજ

હવે જો આ સ્માર્ટફોન કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવે તો તેમાં 4G VOLTE સપોર્ટ અને બીજા કનેક્ટિવિટી ફીચર બ્લ્યુટૂથ, વાઇફાઇ, જીપીએસ અને એફએમ રેડિયો આપવામાં આવ્યા છે.

ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1+ સ્માર્ટફોનમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી વધારી શકો છો.

બીજા અગત્યના ફીચર

બીજા અગત્યના ફીચર

હવે આ સ્માર્ટફોનના બીજા અગત્યના ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં કંપની મિફોન સિક્યોરિટી આપવામાં આવી છે. જે તમારા સ્માર્ટફોનને સિક્યોર બનાવે છે. આ ફીચર જયારે તમારો ફોન ખોવાઈ જાય કે પછી ચોરાઈ જાય ત્યારે તેને ટ્રેક કરવામાં મદદ કરે છે.

ઓવરઓલ આ સ્માર્ટફોન યુઝરને એક ડિસેન્ટ પેકેજ આપે છે. જેનાથી યુઝર ઓછી કિંમતમાં ફીચર ફોનથી સ્માર્ટફોન તરફ શિફ્ટ થઇ શકે.

English summary
The budget smartphone- Intex Aqua Strong 5.1+ features a 5-inch FWVGA display, 4G VoLTE support and runs Android 6.0 Marshmallow. The smartphone is priced at Rs. 5,490

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot