અમેઝોન ઘ્વારા સ્કાઇપને ટક્કર આપવા બહાર પાડવામાં આવ્યું Chime

By: anuj prajapati

આજના સમયમાં વીડિયો કોમ્યુનિકેશન ખુબ જ વધારે અગત્યનું બની ગયું છે. ઈ-કોમર્સ જાયન્ટ કંપની અમેઝોન ઘ્વારા નવી વીડિયો કોન્ફરન્સ અને કોમ્યુનિકેશન એપ્લિકેશન ચિમ બહાર પાડવામાં આવી છે. અમેઝોન આ નવા ફિલ્ડમાં આવતાની સાથે જ બીજા પ્લેટફોર્મ જેવા કે સ્કાઇપ, ગૂગલ હેન્ગઆઉટ, ગો ટુ મિટિંગને ટક્કર આપવા માટે તૈયાર થઇ ચૂક્યું છે.

અમેઝોન ઘ્વારા સ્કાઇપને ટક્કર આપવા બહાર પાડવામાં આવ્યું Chime

ટેક ક્રંચ રિપોર્ટ મુજબ આ નવી એપ વિન્ડોઝ, મેકઓએસ, આઇઓએસ અને એન્ડ્રોઇડ ડિવાઈઝ માટે ઉપલબ્ધ છે. અમેઝોન ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ ચિમ બિઝનેસ યુઝર માટે ફોકસ કરવામાં આવી છે.

હવે જો ધ્યાન આપવામાં આવે તો આ એપમાં ફીચર તરીકે સ્ટાન્ડર્ડ કોલિંગ અને વીડિયો મેસેજિંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ એપ વધુમાં બિઝનેસ માટે વધુ ફોકસ કરવામાં આવ્યું છે. એટલે તેમાં હોસ્ટિંગ વર્ચુઅલ મેટિંગ ફીચર આપવામાં આવ્યું છે. યુઝર આ સર્વિસ ઘ્વારા હોસ્ટ અને જોઈન કરી શકે છે.

સ્માર્ટફોનમાં સ્ટોરેજ સ્પેસ ભરાઈ ગયી હોય, તો આટલું કરો

હવે જો આ એપ સબસ્ક્રિપ્શન ચાર્જ વિશે વાત કરવામાં આવે તો તેની શરૂઆત $2.50 (લગભગ 167 રૂપિયા) મહિને રાખવામાં આવી છે. આ એપમાં વધુ એડવાન્સ પ્લાન પણ આપવામાં આવ્યો છે. જેની કિંમત $15 (લગભગ 1002 રૂપિયા) રાખવામાં આવી છે. જેમાં વીડિયો અને સ્ક્રીન શોટ શેરિંગ જેવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર આ એપનો મફતમાં ઉપયોગ કરી શકે છે. પરંતુ તેમાં લિમિટેડ ફીચર આપવામાં આવ્યા છે. જેમાં વીડિયો કોલ અને ચેટ રૂમ ખાલી 2 વ્યક્તિ ઘ્વારા જ કરવાની સુવિધા આપવામાં આવી છે.

જીના ફેરેલ જેઓ એન્ટરપ્રાઈઝ એપ્લિકેશનમાં પ્રેસિડન્ટ છે તેમને જણાવ્યું કે આજે ખુબ જ મુશ્કિલ છે કે લોકો મિટિંગ માટે એપ્લિકેશન ઉપયોગ કરતા હોય. ઘણી મિટિંગ એપ્લિકેશન અથવા તો સર્વિસ ઉપયોગ કરવી ખુબ જ મુશ્કિલ છે. તેની પાછળ ખરાબ ઓડિયો અને વીડિયો પણ એક કારણ છે.

તેમને આગળ જણાવ્યું કે અમેઝોન ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલું પ્લેટફોર્મ વીડિયો કોમ્યુનિકેશન માર્કેટ માટે ઉપયોગી સાબિત થશે. સારી ટેક્નોલોજી યુઝરને એક સારો અનુભવ પણ અપાવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Amazon launches "Chime" a competitor for Skype.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot