એરટેલ વી-ફાઈબર સર્વિસ બેંગ્લોર અને હેદ્રાબાદમાં લંબાવાઈ, જાણો આગળ

By: anuj prajapati

ભારતનું બેસ્ટ નેટવર્ક ભારતી એરટેલ કસ્ટમરમાં વધારે લોકપ્રિય છે, તેમાં કોઈ જ શંકા નથી. આ ટેલિકોમ કંપની વર્ષ 2017 માં વધારે માં વધારે લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં એરટેલ ઘણી જગ્યા પર વી-ફાઈબર નેટવર્ક સર્વિસ લગાવી રહી છે. આ પહેલા આ ટેલિકોમ જાયન્ટ કંપની તેની વી-ફાઈબર સર્વિસ પુના, ઇન્દોર, ભોપાલ અને હવે બેંગ્લોર અને હેદ્રાબાદમાં પણ તેઓ ખુબ જ આગળ વધી રહ્યા છે.

એરટેલ વી-ફાઈબર સર્વિસ બેંગ્લોર અને હેદ્રાબાદમાં લંબાવાઈ, જાણો આગળ

ભારતી એરટેલ ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ વી-ફાઈબર નેટવર્ક સર્વિસ સાઉથ પાર્ટમાં લોન્ચ કરશે. આ વી-ફાઈબર સર્વિસ માટે બેંગ્લોર અને હેદ્રાબાદ તેમના મુખ્ય ટાર્ગેટ હશે. મીડિયા રિપોર્ટ અનુસાર વી-ફાઈબર યુરોપની નંબર 1 ફિક્સ બ્રોડબેન્ડ ટેક્નોલોજી છે, જે તમને 100Mbps જેટલી સ્પીડ આપે છે. આ ઝડપી સ્પીડ આપણા ઘણા કામ સરળ બનાવી શકે છે. જેવું કે સુપર ફાસ્ટ એચડી વીડિયો, ખુબ જ મોટી ફાઈલ ડાઉનલોડ અને બફરીંગ થી છુટકારો અપાવે છે.

બીજી મળતી માહિતી મુજબ એરટેલ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વી-ફાઈબર સર્વિસ ગ્રીન ટેક્નોલોજી પર આધારિત છે. જ્યાં તમારે વાયરિંગ કે પછી ડ્રિલિંગ કરવાની કોઈ જ જરૂર નથી. કસ્ટમર ઘ્વારા ખાલી તેમનું નવું વી-ફાઈબર મોડેમ જ અપગ્રેડ કરવાનું રહેશે.

2000 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ બેસ્ટ સ્માર્ટફોન

જો તમે એરટેલ કસ્ટમર હોવ તો તમારે ખાલી તમારું વી-ફાઈબર સર્વિસ અપગ્રેડ કરવાની રહેશે. જેમાં તમને કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં આપવો પડે. જો કોઈ કારણસર તમને સર્વિસ પસંદ ના આવે તો એરટેલના જણાવ્યા મુજબ તેઓ તમને તમારા એક્ટીવેશન ચાર્જ પૈસા પાછા ચૂકવી દેશે. જે તમારા નેક્સ્ટ બિલમાં જોડાઈ જશે. આટલા માટે એકવાર તો તેને ટ્રાઈ કરી જ શકાય.

પરંતુ જો તમે નવા એરટેલ કસ્ટમર બનવા માંગતા હોવ તો વી-ફાઈબર સર્વિસ કનેક્શન માટે રજીસ્ટર કરવા www.airtel.in/vfiber અથવા તો 18001030121 પર કોલ કરવો રહેશે. નવું કનેક્શન મળી ગયા પછી કસ્ટમર 3 મહિના સુધી અનલિમિટેડ ઓફરનો લાભ લઇ શકે છે. વી-ફાઈબર સર્વિસ પ્લાન 999 રૂપિયાથી શરૂ થાય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Airtel V-Fiber Service Extends to Bengaluru and Hyderabad, Here's How to Get it.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot