આ 6 ભૂલો આઈફોન યુઝર રોજ કરે છે, જાણો આગળ...

By Anuj Prajapati

  આ વાતમાં કોઈ જ શંકા નથી કે એપલ આઈફોન એક પાવરફુલ ડિવાઈઝ છે અને દુનિયાનો સૌથી ફેમસ સ્માર્ટફોન પણ છે. પરંતુ કેટલીક વખત આપણે કેટલીક ભૂલો પણ કરી બેસીએ છે.

  આ 6 ભૂલો આઈફોન યુઝર રોજ કરે છે, જાણો આગળ...

  જયારે આઈફોન પહેલી વખત માર્કેટમાં આવ્યો ત્યારે તે એક સિમ્પલ ડિવાઈઝ હતી, જેનો તમે સરળતાથી ઉપયોગ કરી શકતા હતા. પરંતુ ત્યારપછી નવી ટેક્નોલોજી આવી અને તેના હાર્ડવેર અને સોફ્ટવેર આવતા રહ્યા જેના કારણે આઈફોન થોડી મુશ્કિલ ડિવાઈઝ બની.

  જાણો તમારો આઈફોન 6s ની બેટરી ફ્રી માં રીપ્લેસ કરી શકશો કે નહિ, ઓફર 2018 સુધી સીમિત છે

  જો તમે એપલ ડિવાઈઝ ફેન હોવ તો તમને ખબર હશે કે આજે આઈફોન વિશે બધી જ માહિતી મેળવી લેવું ખુબ જ મુશ્કિલ છે. આઈફોન યુઝર તેમની ડિવાઈઝમાં કેટલીક ભૂલો ચોક્કસ કરતા હોય છે.

  સેમસંગ ગેલેક્ષી નોટ 7 યુઝર માટે ખરાબ સમાચાર, જાણો આગળ...

  તેની પાછળનું કારણ છે કે આપણે આઈફોન વિશે પૂરતી માહિતી નથી અથવા તો એપલ આઈફોનમાં એટલા બધા ફંક્શન છે કે આપણે ખબર જ નથી કે તેનો કઈ રીતે ઉપયોગ કરવો.

  અહીં અમે આપને જણાવવા જઈ રહ્યા છે કે એવી કઈ 6 ભૂલો છે જે આઈફોન યુઝર રોજ કરે છે...

  બીજું ચાર્જર વાપરવું

  જયારે આપણે સ્માર્ટફોનનું ચાર્જર ગુમાવી દઈએ છે ત્યારે આપણે તેના બદલે બીજા ચાર્જરનો ઉપયોગ કરીએ. ઓનલાઇન અથવા તો બીજી દુકાનો પરથી આપણે સસ્તા ચાર્જરની ખરીદી કરીએ છે.

  એપલના ઓરિજિનલ ચાર્જરની કિંમત ખુબ જ વધારે હોય છે. તેવામાં થોડા પૈસા બચાવવાના ચક્કરમાં આપણે સ્માર્ટફોનને અજાણતા જ નુકશાન કરી દઈએ છે.

  બેકઅપ ડેટા ક્રિએટ કરવામાં ફેલ

  લોકો તેમના બેકઅપ ડેટા લેવામાં ફેલ થઇ જાય છે આપણે ક્યારેય પણ એવી ધારણા નથી કરી શકતા કે ક્યારે કોઈ મુસીબત આવી જાય અને આપણે આપણા ડેટા ગુમાવી દઈએ. આપનો ફોન ખોવાઈ જાય, ચોરી થાય કે પછી તેને કોઈ નુકશાન થયા તેવામાં તમારા ડેટા બિલકુલ પણ સુરક્ષિત નથી.

  તેના માટે તમારા ડેટા બેકઅપ રાખવું ખુબ જ જરૂરી છે. તમે સેટિંગમાં જઈને ઑટોમૅટિક આઈક્લાઉડ ઇનેબલ કરી શકો છો. એપલ તમે 5જીબી સ્ટોરેજ ફ્રીમાં આપે છે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  નોટિફિકેશન

  તમે ધ્યાન આપ્યું હશે કે જયારે તમે કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તે તમને તમારી ડિવાઈઝ ઍક્સેસ કરવાની પરમિશન માંગે છે. એક પોપઅપ તમને નોટિફિકેશન ઓન કરવા વિશે જણાવે છે. તમે બધી જ એપ રિકવેસ્ટને હા પાડી દો છો પરંતુ તમારે નોટિફિકેશન ઓન ના કરવું જોઈએ.

  નોટિફિકેશન ઓન કરી દેવાથી તમને થોડી થોડી વારમાં અલગ અલગ સમાચાર આપતું રહશે જે ખુબ જ કટાળાજનક બની જશે.

  ઇનેબલ ટચઆઈડી

  ઘણા લોકો તમને સ્માર્ટફોનમાં પાસકોર્ડ અથવા ટચ આઈડી ઇનેબલ કરતા નથી. ઘણા લોકો વિચારે છે તે એક કંટાળાજનક વસ્તુ છે. પરંતુ જયારે તમારો સ્માર્ટફોન ખોવાય જાય કે પછી ચોરી થાય તેવા સમયમાં જો તમારો સ્માર્ટફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ ના હોય તેવા સમયમાં તમારા પર્સનલ ડેટા મુસીબતમાં આવી શકે છે.

  એપ અને બેટરી

  ઘણી એવી ખોટી ધારણા છે સ્માર્ટફોનની બેટરી બચાવવા માટે જેવું કે હોમ બટન પર ડબલ ટેપ કરવું. એપલ ઘ્વારા તેમની આઇઓએસ એટલી સ્માર્ટ બનાવવામાં આવી છે કે તે ફોનની બેટરીને તેની રીતે જ સાચવી રાખે છે. તમારે બેટરી બચાવવા માટે મેન્યુઅલી એપ બંધ કરવાની કોઈ જ જરૂર નથી.

  આઈફોન પર જર્મ્સ

  તમને ખબર નહીં હોય કે સ્માર્ટફોન પર જર્મ્સ પણ અસર કરે છે. એટલા માટે તેના માટે કહેવામાં આવ્યું છે કે ટોયલેટ સીટ કરતા પણ વધારે જર્મ્સ તેના પર હોય છે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  6 mistakes you're making every day on your Apple iPhone.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more