જાણો તમારો આઈફોન 6s ની બેટરી ફ્રી માં રીપ્લેસ કરી શકશો કે નહિ, ઓફર 2018 સુધી સીમિત છે

એપલ ખરાબ આઈફોન 6s બેટરી ને 25, ડિસેમ્બર, 2018 સુધી ફ્રી માં બદલાવી આપશે, જાણો તમે તેમાં બદલાવી શકશો કે નહિ.

By Keval Vachharajani
|

છેલ્લા ઘણા દિવસો થી આઈફોન 6s ના યુઝર્સ બેટરી ને લઇ ને ઘણી બધી સમસ્યા નો સામનો કરી રહ્યા છે, અને ફોન અચાનક પોતાની મેળે જ બંધ થઇ જવા ની ઘણી બધી ફરિયાદો પણ નોંધવા માં આવી હતી.

જાણો તમારો આઈફોન 6s ની બેટરી ફ્રી માં રીપ્લેસ કરી શકશો કે નહિ

અને ઘણા બધા સમય સુધી ચૂપ રહ્યા બાદ એપલે અંતે આઈફોન 6s ના બગ વિષે કહ્યું છે કે તે બધી જ ખામી વાડી બેટરી ને બદલાવી આપશે. આઈફોન 6s માં યુઝર્સ એ ફરિયાદ કર્યા મુજબ તેમાં ફોન ઘણી વખત પોતાની મેળે જ ખીસા માં પડ્યો પડ્યો બંધ થઇ જાય છે, ઘણી વખત કટોકટી ના સમય પર આ વસ્તુ ખુબ જ ગુસ્સો અપાવનારી છે.

ફેસબૂકમાં એન્ડ્રોઇડ યુઝર ઓફલાઈન વીડિયો જોઈ શકશે, બીજું પણ ઘણું...

આ બધી ફરિયાદો ને ધ્યાન માં રાખી અને એપલે એક એક્સચેન્જ પ્રોગ્રામ કરવા નું નક્કી કર્યું છે, જેની અંદર તેઓ બધી જ ખામી વાળી બેટરી ને ફ્રી મા બદલાવી આપશે, પરંતુ તેઓ એ એમાં અમુક યોગ્યતાના માપદંડો રાખ્યા છે. તો આવો જાણીયે કે તમે તમારા આઈફોન 6s ની બેટરી ને ફ્રી માં બદલાવી શકશો કે નહિ.

એપલ ની ઓફીસીઅલ વેબસાઈટ ને વિઝિટ કરો

એપલ ની ઓફીસીઅલ વેબસાઈટ ને વિઝિટ કરો

જો તમે કંપની ની ઓફીસીઅલ વેબસાઈટ જોશો તો તમને દેખાશે કે કંપની એ પોતાની આખી વેબસાઈટ ને સુધારી નાખી છે, તેમાં તેઓ યુઝર્સ ને અનુમતિ આપે છે કે તેઓ ચેક કરી શકે છે કે પોતાના આઈફોન 6s નો સીરીઅલ નંબર "સીરીયલ નંબર ચેકર" વિભાગ માં છે કે નહિ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

સેટિંગ્સ માં જાવ અને તમારા ડિવાઇસ નો સીરીયલ નંબર નાખો

સેટિંગ્સ માં જાવ અને તમારા ડિવાઇસ નો સીરીયલ નંબર નાખો

એપલ ની ઓફીસીઅલ વેબસાઈટ પર જઈ અને સેટિંગ્સ પર ક્લિક કરો, ત્યાર બાદ જનરલ નંબર પર જાવ અને ત્યાં થી સ્ક્રોલ ડાઉન કરી અને અબાઉટ ઓપ્શન પર ટેપ કરો, અને ત્યાર બાદ તેમાં તેમના આઈફોન 6s નો સીરીયલ નંબર નાખો.

ત્યાર બાદ વેબસાઈટ તમને જણાવશે કે તમારા આઈફોન ની બેટરી બદલી શકશે કે નહિ.

શું તમે બેટરી બદલાવી શકશો? તો તમારા બધા જ ડેટા નું બેકઆપી લઇ લ્યો

શું તમે બેટરી બદલાવી શકશો? તો તમારા બધા જ ડેટા નું બેકઆપી લઇ લ્યો

તો જો હવે તમારા ફોન નો સીરીયલ નંબર તે વેબસાઈટ પર લિસ્ટેડ હોઈ તો, ત્યાર બાદ તમારે સૌથી પેહલા તો તમારા બધા જ ડેટા ને આઈટ્યૂન્સ અથવા તો આઈકલાઉડ પર તેનું બેક અપ લઇ લ્યો.

યુઝર્સ ને એવી પણ સલાહ આપવા માં આવે છે કે તેઓ બધા જ સેટિંગ્સ ને ભૂંસી/કાઢી નાખે, તેના માટે સેટિંગ્સ પર ક્લિક કરી અને ત્યાર બાદ જનરલ માં જાવ ત્યાર બાદ રીસેટ માં જઈ અને ઈરેઝ ઓલ કન્ટેન્ટ એન્ડ સેટિંગ્સ પર ક્લિક કરો.

ઑથોરાઈઝડ એપલ સ્ટોર ની મુલાકાત લ્યો

ઑથોરાઈઝડ એપલ સ્ટોર ની મુલાકાત લ્યો

એક વખત જયારે તમે તમારા ફોન ને ફોર્મેટ મારી દીધૂ અને ત્યાર બાદ જયારે તેમાં થી બધો જ ડેટા ડીલીટ થઇ જાય ત્યાર બાદ, તેને તમારી નજીક ના કોઈ પણ એપલ રીપેર શોપ અથવા તો એપલ સ્ટોર માં લઇ જાવ અને ત્યાં તમને તમારી બેટરી ને ફ્રી માં બદલાવી આપશે.

યાદ રાખવા જેવી અમુક બાબતો

યાદ રાખવા જેવી અમુક બાબતો

1- ફોન સારી હાલત માં કામ કરતો હોવો જોઈએ

2- જો ફોન ની સ્ક્રિન તૂટી ગઈ હશે અથવા તો કોઈ પણ રીતે જો તેમાં કઈ પણ નુકસાન થયું હશે તો, યુઝરે પેલા તેને સરખી કરાવા ની રહેશે અને તેનો એપલ દ્વારા ચાર્જ પણ લેવા મા આવશે. અને ત્યાર બાદ તમારે ફ્રી બેટરી રિપ્લેસમેન્ટ માટે જવું પડશે.

3- યુઝર્સ 25 સપ્ટેમ્બર,2018 સુધી પોતાના ફોન ની બેટરી ને ફ્રી માં બદલાવી શકશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Are you eligible for the free replacement of iPhone 6s batteries? Check out

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X