5 મોબાઈલ એપ, તમારા ઘર પર નજર રાખશે જયારે તમે ક્રિસ્મસમાં બહાર હોવ

By: anuj prajapati

ક્રિસ્મસ સીઝન આવી રહી છે અને તેની સાથે હોલીડે પણ લઈને આવી રહી છે, આજ સમય છે જયારે દુનિયાભરના લોકો લાબું વેકેશન માણવાની તૈયારી કરી રહ્યા હોઈ છે. પરંતુ જયારે તમે વેકેશન માણવા ગયા હોય અને તેવા સમયે તમારા ઘરમાં કંઈક અજાણી ઘટના ઘટી જાય તો? આ વાત ચોક્કસ ગભરાવે તેવી છે.

5 મોબાઈલ એપ, તમારા ઘર પર નજર રાખશે જયારે તમે ક્રિસ્મસમાં બહાર હોવ

આજે આપણે ટેક્નોલોજી બાબતે ખુબ જ આગળ વધી ગયા છે. એપ સ્ટોર પર મિલિયન જેટલી એપ મળી જશે જે તમારી લાઈફ સિમ્પલ અને સરળ બનાવી દેશે. પ્લેસ્ટોર પર અલગ અલગ કેટેગરી ની એપ તમને મળી જશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે એવી પણ એપ છે જે તમને તમારી ગેરહાજરીમાં પણ તમારા ઘર પર કંટ્રોલ રાખવામાં મદદ કરશે.

GSMK સીપટોફોન સૌથી સિક્યોર ફોન, જાણો આગળ...

ગૂગલ પ્લેસ્ટોર પર તમને એવી હજારો એપ મળી જશે, જે તમને તમારા ઘર પર નજર રાખવામાં મદદ કરશે. પરંતુ તેમાં પણ સૌથી સારી એપ કઈ છે તે જાણવું જરૂરી છે. અમે અહીં તમને 5 બેસ્ટ મોબાઈલ એપ વિશે જણાવવા જઈ રહ્યં છે જેની મદદથી તમે તમારા ઘર પર નજર રાખી શકશો.

સ્માર્ટથીંગ મોબાઈલ

સ્માર્ટથીંગ મોબાઈલ

SmartThings એપ તમને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેમાં મળી જશે. આ એપ ઘ્વારા યુઝર તેની ગેરહાજરીમાં ઘરને કંટ્રોલ અને મોનિટર કરી શકે છે.

યુઝરે તેના માટે સ્માર્ટથીંગ હબ ખરીદવું પડશે અને ફ્રી એપ ડાઉનલોડ કરી પડશે. ત્યારપછી તેઓ લાઈટ, લોક અને સેન્સર જેવી વસ્તુઓને કનેક્ટ કરી શકે છે. આ એપ તમને જયારે તમે ઘરની બહાર હોવ ત્યારે તમારા ઘરની સુરક્ષા આપે છે અને તમને સચેત કરે છે જયારે તમારી ગેરહાજરી આમ કંઈક ઘટના ઘટી જાય.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

સેમસંગ સ્માર્ટ હોમ

સેમસંગ સ્માર્ટ હોમ

સેમસંગ આખી દુનિયામાં વપરાતી બ્રાન્ડ બની ચુકી છે. સેમસંગ સ્માર્ટ હોમ એપ પણ ઘણા લોકોને મદદ કરશે.

સેમસંગ સ્માર્ટ હોમ એપ ઘ્વારા યુઝર તેના સેમસંગ એપ્લાયન્સ જેવા કે ફ્રીઝ વોશિંગ મશીન, એસી અને બીજી સેમસંગ ડિવાઈઝ કનેક્ટ કરી શકે છે.

ઈમ્પૅરિહોમ

ઈમ્પૅરિહોમ

એન્ડ્રોઇડ એપ ઈમ્પૅરિહોમ ઘ્વારા તમે ઘરની ઑટોમૅટિક સિસ્ટમ કંટ્રોલ કરી શકો છો. એપીઆઈ ની મદદથી રિમોટલી તમે બધી જ ઑટોમૅટિક સિસ્ટમ ઈમ્પૅરિહોમ એપ સાથે કનેક્ટ કરી શકો છો.

લેક્સને સ્માર્ટ હોમ

લેક્સને સ્માર્ટ હોમ

લેક્સને સ્માર્ટ હોમ ઘ્વારા તમે તમારા ઘરની બધી જ એક્ટિવિટી પર નજર રાખી શકો છો. જયારે તમે હોલીડે માટે ઘરની બહાર ગયા હોવ તેવા સમયે આ મોબાઈલ એપ તમારા ઘરની એક્ટિવિટી જેવી કે લાઇટિંગ, એનર્જી મેનેજમેન્ટ, રૂમ ટેમ્પરેચર જેવી બધી જ માહિતી તમને એપ પર આપે છે.

ગીડેઓન સ્માર્ટ હોમ

ગીડેઓન સ્માર્ટ હોમ

ગીડેઓન સ્માર્ટ હોમ તમારા ઘરની એન્ટરટેનમેન્ટ સિસ્ટમ, સિક્યોરિટી, હીટિંગ અને લાઇટિંગ અને બીજું ઘણું બધું કંટ્રોલ કરે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Here are 5 apps to download which will help you keep an eye on your home when away for a holiday.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot