Just In
નુબિયા Z11 અને નુબિયા N1 ભારતમાં લોન્ચ, જાણો અહીં તેના વિશે..
નુબિયા મોબાઈલ, ઝેડટીઈ મોબાઈલ કોર્પોરેશન ઘ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી અને તેમાં મીડિયાને પણ બોલાવવામાં આવ્યા. જેમાં આ ચાઈનીઝ મોબાઈલ મેન્યુફેક્ચર ભારતમાં બે નવા નુબિયા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યા છે.

કંપની ઘ્વારા બે સ્માર્ટફોન નુબિયા ઝેડ11 અને નુબિયા એન1 ભારતમાં 14 ડિસેમ્બર દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા.
ઉંબર હવે નિયમોનું પાલન નહીં કરનાર યુઝરને બેન કરી દેશે.
આ પહેલા નુબિયા ઝેડ11 સ્માર્ટફોન જૂન મહિનામાં ચાઈનામાં લોન્ચ કરવામાં આવ્યો. એનડીટીવી રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોન ચાઈનામાં લોન્ચ થયો. આ ડિવાઈઝમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે આ સ્માર્ટફોનની કિંમત 25,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી હતી.

જયારે આ સ્માર્ટફોનનો બીજો વેરિયંટ જેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. તેની કિંમત લગભગ 35,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી હતી. પરંતુ ભારતમાં હજુ પણ આ સ્માર્ટફોનની કિંમત વિશે જાણકારી મળી નથી. તેના માટે લોન્ચ સુધીની રાહ જોવી પડશે.
ઓછી કિંમતમાં હેડફોન અને વીઆર હેડસેટ સાથે લોન્ચ, અલ્કાટેક આઇડલ
જો સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો નુબિયા ઝેડ11 સ્માર્ટફોન 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે, 2.15GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 820 કવાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરો ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ સાથે જયારે 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

આ હેન્ડસેટમાં 3000mAh બેટરી કવિક ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર, બ્લ્યુટૂથ, જીપીએસ અને વાઇફાઇ જેવા ફીચર આપવામાં આવ્યા છે.
ચાઈનામાં નુબિયા ઝેડ11 સ્માર્ટફોન લોન્ચ થયાને એક અઠવાડિયા પછી નુબિયા એન1 સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત લગભગ 17,200 રૂપિયાની આસપાસ રાખવામાં આવી હતી. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે આપવામ આવી છે. જેની સાથે 1.8GHz મીડિયા ટેક હેલીઓ પી10 પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેમાં માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા તમે તેમાં 128 જીબી સ્ટોરેજ વધારી શકો છો.
આ સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરવામાં આવે તો 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે અને 13 મેગાપિક્સલ ફ્રન્ટ સેલ્ફી કેમેરો બ્યુટી ફિલ્ટર અને સારી નાઈટ ફોટોગ્રાફી માટે સ્માર્ટફીલ લાઈટ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
આ બંને સ્માર્ટફોન નુબિયા યુઆઈ 4.0 જે એન્ડ્રોઇડ માર્શમેલો 6.0 પર આધારિત છે તેના પર કામ કરે છે. બંને સ્માર્ટફોન હાયબ્રીડ ડ્યુઅલ સિમ પર કામ કરે છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470