રેડમી 3એસ અને મેઇઝુ એમ5 નોટ, જાણો કયો છે બેસ્ટ બજેટ સ્માર્ટફોન?

શયોમી અને મેઇઝુ બંને સ્માર્ટફોન કંપની પોતાના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. બંને કંપની ઘ્વારા ગયા વર્ષે ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા.

By Anuj Prajapati
|

શયોમી અને મેઇઝુ બંને સ્માર્ટફોન કંપની પોતાના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. બંને કંપની ઘ્વારા ગયા વર્ષે ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા. મેઇઝુ નો લેટેસ્ટ સ્માર્ટફોન મેઇઝુ એમ5 નોટ છે.

રેડમી 3એસ અને મેઇઝુ એમ5 નોટ, જાણો કયો છે બેસ્ટ બજેટ સ્માર્ટફોન?

શુ આપણે મોડ્યૂલર કે સેમી મોડ્યૂલર સ્માર્ટફોન વિશે ચિંતા કરવી જોઈએ?

શયોમી ઘ્વારા 4 મહિના પહેલા જ શયોમી રેડમી 3એસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન વર્ષના અંતમાં આવી રહ્યો છે. અહીં જાણો કે રેડમી 3એસ અને મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન બંનેમાંથી કયો સ્માર્ટફોન તમારા માટે સારો બેસ્ટ બજેટ સ્માર્ટફોન છે.

ડિસ્પ્લે

ડિસ્પ્લે

ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો રેડમી 3એસ સ્માર્ટફોન 5 ઇંચની કોમ્પેક્ટ સ્ક્રીન સાઈઝ સાથે આવી છે. જયારે મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં 5.5 ઇંચની સ્ક્રીન સાઈઝ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બંને સ્માર્ટફોન રિઝોલ્યૂશનની વાત કરવામાં આવે તો મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં 1080 પિક્સલ સ્ક્રીન જયારે રેડમી 3એસ સ્માર્ટફોનમાં 720 પિક્સલ સ્ક્રીન રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોનની કિંમત એકસરખી જ છે.

મેઇઝુ એમ5 નોટ હાર્ડવેર માં આગળ

મેઇઝુ એમ5 નોટ હાર્ડવેર માં આગળ

મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં હેલીઓ પી10 ચિપસેટ 3 જીબી/4 જીબી રેમ સપોર્ટ સાથે આવી રહ્યો છે. જયારે રેડમી 3એસ સ્માર્ટફોન એન્ટ્રી લેવલ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 ચિપસેટ 2 જીબી/3 જીબી રેમ સપોર્ટ સાથે આવ્યો છે.

એકસરખો કેમેરો

એકસરખો કેમેરો

બંને સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ નો રેર કેમેરો અને 5 મેગાપિક્સલ નો ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. એટલે કે કેમેરા બાબતે બંને સ્માર્ટફોન એકસરખા છે.

એન્ડ્રોઇડ માર્શમેલો અને મોટી બેટરી

એન્ડ્રોઇડ માર્શમેલો અને મોટી બેટરી

મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોનમાં 4000mAh બેટરી આપવામાં આવી છે. જયારે રેડમી 3એસ સ્માર્ટફોનમાં 4100mAh બેટરી આપવામાં આવી છે. બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ માર્શમેલો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નિર્ણય: મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન વધારે સારો છે

નિર્ણય: મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન વધારે સારો છે

બંને સ્માર્ટફોનના ફીચર જોઈને સાફ સાફ દેખાઈ આવે છે કે મેઇઝુ એમ5 નોટ સ્માર્ટફોન રેડમી 3એસ સ્માર્ટફોન કરતા ખુબ જ આગળ છે. બંને સ્માર્ટફોનની કિંમત પણ લગભગ એકસરખી જ છે એટલે મેઇઝુ એમ5 નોટ સારો વિકલ્પ બની શકે છે.

Best Mobiles in India

English summary
The Xiaomi Redmi 3s is the best entry-level smartphone right now and here is the new competitor for the phone- Meizu M5 Note. Read on...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X