શ્યોમી મી 6 સ્માર્ટફોન ફીચર, કિંમત અને બીજું ઘણું

By: anuj prajapati

શ્યોમી ચાઈનાની સ્માર્ટફોન મેન્યુફેક્ચર કંપની છે, જેમને પોતાના સ્માર્ટફોન ઘ્વારા ઘણા યુઝરના દિલ જીતી લીધા છે. આ કંપની ઓછી કિંમતમાં સારા ફીચર ધરાવતા સ્માર્ટફોન બનાવે છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન ફીચર, કિંમત અને બીજું ઘણું

હવે સમય થઇ ચુક્યો છે કે શ્યોમી તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન શ્યોમી મી 6 જલ્દીથી લોકો સામે લઈને આવે. આ સ્માર્ટફોન ફેબ્રુઆરી થી એપ્રિલ મહિના સુધી પાછળ ધકેલાતો રહ્યો છે. હવે આ સ્માર્ટફોન મેં મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યો છે. શ્યોમી મી 6 સ્માર્ટફોન માટે છેલ્લા કેટલાક સમયથી ઘણી માહિતી બહાર આવી રહી છે. ઈન્ટરનેટ પર આ સ્માર્ટફોન ફીચર વિશે ઘણું જણાવવામાં આવી રહ્યું છે.

શ્યોમી રેડમી 4A લોન્ચ, જાણો આ સ્માર્ટફોનને પછાડી શકશે કે નહીં

આજે અમે શ્યોમી મી 6 સ્માર્ટફોન ફીચર વિશે કેટલાક માહિતી લઈને આવી રહ્યા છે. આ સ્માર્ટફોન વિશે કેટલીક મેજર ડીટેલ જાણો.

ડ્યુઅલ લેન્સ રિયર કેમેરા

ડ્યુઅલ લેન્સ રિયર કેમેરા

હાલમાં આવેલી માહિતી મુજબ શ્યોમી મી 6 સ્માર્ટફોન ડિઝાઇન, લૂક બાબતે મી નોટ 2 સ્માર્ટફોનને મળતો આવે છે. મી 6 સ્માર્ટફોનમાં ડાબી બાજુ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ કરવામાં આવ્યું છે. આ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યું છે.

મી 6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 821 ઉપયોગ કરવામાં આવી શકે છે

મી 6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 821 ઉપયોગ કરવામાં આવી શકે છે

છેલ્લા કેટલાક સમયથી જાણવામાં આવી રહ્યું છે કે સ્નેપડ્રેગન 835 ચિપસેટની ખુબ જ અછત છે. સ્નેપડ્રેગન 835 ચિપસેટનો પહેલો જથ્થો સેમસંગ ગેલેક્ષી એસ8 માટે મોકલી આપવામાં આવ્યો છે. હવે શ્યોમી તેમના સ્માર્ટફોનને વધારે સમય પાછળ ધકેલ્યા વિના સ્નેપડ્રેગન 821 ચિપસેટનો ઉપયોગ કરી શકે છે.

સીરામીક બોડી વેરિયંટ

સીરામીક બોડી વેરિયંટ

મી મિક્સ સ્માર્ટફોન કેટલાક કારણોસર ખુબ જ ખાસ હતો. જેમાં તેની એક ખાસ વાત તેમાં ઉપયોગમાં લેવાયેલી સીરામીક બોડી પણ છે. જેના કારણે હાઈ એન્ડ મી 6 સ્માર્ટફોનમાં સીરામીક બોડી ઉપયોગમાં લેવાઈ શકે છે.

મી 6 સ્માર્ટફોનમાં ફ્લેટ ડિસ્પ્લે

મી 6 સ્માર્ટફોનમાં ફ્લેટ ડિસ્પ્લે

માનવામાં આવી રહ્યું છે કે મી 6 સ્માર્ટફોન, મી નોટ 2 સ્માર્ટફોન જેવી ડિઝાઇન સાથે આવશે. રિપોર્ટ અનુસાર મી 6 સ્માર્ટફોનમાં ડ્યુઅલ લેન્સ કેમેરા ઉપયોગ કરવામાં આવશે. પરંતુ તેમાં કર્વ ડિસ્પ્લેને બદલે ફ્લેટ ડિસ્પ્લે વાપરવામાં આવશે.

મી 6 સ્માર્ટફોન કિંમત

મી 6 સ્માર્ટફોન કિંમત

મળતી માહિતી અનુસાર મી 6 સ્માર્ટફોન 3 વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત 1999 યેન (લગભગ 19,000 રૂપિયા), 2299 યેન (લગભગ 22,000 રૂપિયા) અને 2899 યેન (લગભગ 27,500 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન 64 જીબી, 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટમાં આવશે.

English summary
Xiami Mi 6 is rumored to be unveiled in May and here we have the recent rumors including the presence of a ceramic body, dual rear camera lenses, and many others. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot