વાઈટ શ્યોમી મી મિક્સ સીઇએસ 2017 માં લોન્ચ થઇ શકે છે.

Posted By: anuj prajapati

શ્યોમી સ્માર્ટફોન ધીરે ધીરે લોકોમાં ખુબ જ વધારે ફેમસ થઇ રહ્યો છે. શ્યોમી સ્માર્ટફોનની વધારે મેજર રિલીઝ વર્ષ 2016 માં કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો કોન્સેપટ સ્માર્ટફોન શ્યોમી મી મિક્સ, જેમાં સીરામીક બોડી અને એજ ટુ એજ ડિસ્પ્લે આપવામાં આવી હતી. જેને લોકો તરફથી ખુબ જ સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો.

વાઈટ શ્યોમી મી મિક્સ સીઇએસ 2017 માં લોન્ચ થઇ શકે છે.

આ સ્માર્ટફોનમાં હાઈ એન્ડ સીરામીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને કારણે તેને ખુબ જ ઓછી સંખ્યામાં બનાવવામાં આવ્યો હતા. આ સ્માર્ટફોનને લોકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. જેના કારણે ચાઈનીઝ વેન્ડર તેનો સસ્તો વૅરિયંટ શ્યોમી મી મિક્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ સ્માર્ટફોન વર્ષ 2017 માં ગ્લાસ બોડી સાથે લોન્ચ થઇ શકે છે.

ડેડ્રીમ: ગૂગલ વર્ચુઅલ રિયાલિટી વિશે જાણો અહીં

મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન વાઈટ શ્યોમી મી મિક્સ ખુબ જ જલ્દી સીઇએસ 2017 ઇવેન્ટમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ સ્માર્ટફોન ખાલી એક જ કલર વેરિયંટમાં આવશે. એટલે જો અફવાહો સાચી હોય તો કંપની ઘ્વારા આ સ્માર્ટફોન ખાલી વાઈટ વેરિયંટમાં આવશે. પરંતુ હજુ સુધી કંપની તરફથી કોઈ જ ઓફિશ્યિલ માહિતી આપવામાં આવી નથી.

ભારતી એરટેલ ના નવા rs.345 ના પ્લાન દ્વારા રિચાર્જ કરાવવા ના 5 ફાયદા

આ બધી જ માહિતી થોડા દિવસ પહેલા શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ટીઝર આધારે મળી રહી છે. વીડિયોમાં ભલે વાઈટ શ્યોમી મી મિક્સ સ્માર્ટફોન વિશે પુરી માહિતી અને તેના વિશે વધારે જાણવામાં આવ્યું નથી. જેના કારણે એટલો અંદાઝો તો લગાવી જ શકાય છે કે આ સ્માર્ટફોન માટે કામ ચાલી જ રહ્યું છે.

તેની સાથે સાથે આ વીડિયોમાં સીઇએસ 2017 ઇવેન્ટ વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેના કારણે એવું વિચારી શકાય કે આ સ્માર્ટફોનને સીઇએસ 2017 ઇવેન્ટ દરમિયાન તેની ઝલક બતાવવામાં આવી શકે છે.

Source

Image Credit

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Xiaomi Mi Mix White variant coming soon, expected to launch at CES 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot