સેમસંગ ગેલેક્સિ S8 તે બધા અફવાઓ વાળા ફીચર્સ થી લોન્ચ કરે તો ?

By: Keval Vachharajani

ઈવાન blass કે જે મૂળભૂત રીતે @evleaks ના નામ થી ઓળખાય છે તેનો અમે આભાર માનિએ છીએ કેમ કે, અત્યાર સુધી અમને નવા સેમસંગ ગેલેક્સિ S8 ની લાઈવ ઈમેજ જોવા નહોતી મળી. અને ઇવાને માત્ર તે ફોન ના લીક થયેલા ફોટોઝ જ નહિ પરંતુ તેના ઘણા બધા ફીચર્સ પણ બહાર પાડ્યા છે.

સેમસંગ ગેલેક્સિ S8 તે બધા અફવાઓ વાળા ફીચર્સ થી લોન્ચ કરે તો ?

સામાન્ય રીએ અમે યુઝર્સ ને એવું કહેતા હોઈ એ છીએ કે આ પ્રકાર ની વાતો પર વધુ ભરોસો કરવો નહિ (અમે હજી એવું જ માનીયે છીએ) પરંતુ આ જાણકારી જયારે ઈવાન દ્વારા આવી છે તેથી તેના પર ભરોસો કરી શકાય કેમ કે ભૂતકાળ માં પણ તેને આ પ્રકર ના જેટલા સમાચાર આપ્યા છે તેમાં થી ઘણા બધા સાચ્ચા નીકળ્યા છે તો તેના પર થી એવું માની શકાય છે કે સેમસંગ S8 આ જ બધા ફીચર્સ સાથે લોન્ચ કરી શકે તેની પુરી શક્યતા છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે, 60 મિલિયન યુનિટ ટાર્ગેટ

આ બધી વાતો દ્વારા અમને એક જ આશ્ચર્ય થાય છે કે શું સેમસંગ ખરેખર આ જ બધી અફવાઓ ના ફીચર્સ સાથે જ પોતાનો ફોન લોન્ચ કરશે ? આવો જાણીએ.

સબલાઈમ ડિસ્પ્લે

સબલાઈમ ડિસ્પ્લે

ઇવાન ના કહેવા મુજબ, ગેલેક્સિ S8 2 સાઈઝ વેરિયંટ માં આવી શકે છે, જેમાં થી એક ની સાઈઝ હોઈ શકે છે 5.8 ઇંચ અને બીજા ની 6.2 ઇંચ સુપર AMOLED QHD ડિસ્પ્લે, કે જેની અંદર 83% સ્ક્રીન ટુ બોડી રેશિયો રાખવા માં આવ્યો છે અને 18:5:9 નો રેશિઓ રાખવા માં આવ્યો છે. તેને એવું પણ કહ્યું છે કે આ ડિવાઈઝ પ્રેશર સેન્સિટિવ સ્ક્રીન ની સાથે આવી શકે છે જેમ એપલ ના iphone 6s ની અંદર આપવા માં આવી હતી.

અને તેને વધુ માં જોડતા એવું પણ કહ્યું હતું કે સેમસંગ હવે અંતે પોતાના શારીરિક હોમ બટન થી છુટકારો મેળવવા જય રહ્યું છે અને ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ પાછળ ની બાજુ પર એક નવી જ જગ્યા પર આપવા માં આવશે એવું માનવ માં આવી રહ્યું છે.

સૌથી સારો હાર્ડવેર

સૌથી સારો હાર્ડવેર

બીજા બધા સ્માર્ટફોન ની જેમ જ સેમસંગ પણ પોતાના ગેલેક્સિ S8 ની અંદર હાર્ડવેર ને અપગ્રેડ કરવા જય રહ્યું છે, એવું માનવ માં આવી રહ્યું છે કે તેની અંદર સ્નેપડ્રેગન 835 ચિપસેટ આપવા માં આવશે, (યુએસ કરતાં અન્ય બજારો માટે એક સમાન સક્ષમ એક્ઝીનોસ ચિપસેટ).

અને જે રીતે GSMએરેના પર મુકવા માં આવ્યું હતું તે મુજબ કદાચ આ સ્માર્ટફોન ની અંદર 8GB ની રેમ મુકવા માં આવી શકે છે. પરંતુ અમે નથી માની રહ્યા કે સેમસંગ આટલી બધી મોટી રેમ વાળો ફોન આવનારા ટૂંક સમય માં લોન્ચ કરે. તેથી, LPDDR4 4GB ની RAM, અથવા તો 6GB રેમ એ પણ એક સારી રેમ જ કહી શકાય. તો તેના પર થી એ જોવું રસપ્રદ રહેશે કે સેમસંગ શું ખરેખર 8GB ની રેમ સાથે ફોન ને લોન્ચ કરે છે કે નહિ કેમ કે જો તેઓ એવું કરશે તો તેઓ આસુસ ઝેનફોન AR પછી નો બીજો એવો ફોન હશે જેની અંદર આટલી મોટી રકમ ની રેમ મુકવા માં આવી હોઈ.

(પરંતુ કોઈ પણ વ્યક્તિ ને શું કામ 8GB રેમ વાળા ફોન ની જરૂર પડી શકે જાણો અહ્યા). અને સંર્ટફોન ની અંદર માઈક્રોSD કાર્ડ સપોર્ટ પણ આપવા માં આવશે, જેના દ્વારા પહેલે થી આપવા માં આવેલા 64GB અથવા તો 128GB ને 256GB સુધી વધારી શકાય.

જો પ્રદર્શન ની વાત કરીયે તો ગેલેક્સિ S8 તેના જુના મોડેલ્સ કરતા 11% વધુ ફાસ્ટ કામ કરશે, અને 23% વધુ ફાસ્ટ ગ્રાફિક્સ પ્રોસિંગ થશે, અને તે 20% વધુ ઊર્જા કાર્યક્ષમ હશે. અને બીજા બધા જ સુધારા વધારા કરતા ઊર્જા કાર્યક્ષમ હોવી એ સૌથી મોટો ફાયદો ગણી શકાય અને એવું માનવ માં આવી રહ્યું છે કે 5.8ઇંચ વાળા વેરિયંટ ની અંદર 3000mAh ની બેટરી આપવા માં આવી શકે છે અને 6.2ઇંચ ના વેરિયંટ ની અંદર 3500mAh ની બેટરી આવી શકે છે.

કેમેરા ના વિભાગ માં હજી વધુ ઉપગ્રેડ થવું જોઈએ

કેમેરા ના વિભાગ માં હજી વધુ ઉપગ્રેડ થવું જોઈએ

ઇમેજિંગ વિભાગ માં પણ થોડા ઘણા સુધારા વધારા કરવા માં આવ્યા છે, એવું માનવ માં આવી રહ્યું છે કે ફ્રન્ટ કેમેરા 8MP નો આપવા માં અને f/1.7 એપ્રેચર જયારે તેના પાછળ ના મોડેલ્સ ની અંદર 5MP આપવા માં આવ્યું હતું, અને એવું માનવ માં આવી રહ્યું છે કે આ ફોન ની અંદર iris સ્કેનિંગ ની સુવિધા પણ આપવા માં આવી શકે છે. પ્રાઈમરી કેમેરા ના મેગાપીક્સલ કાઉન્ટ પેહલા જેટલા જ રહેશે તેવું માનવ માં આવી રહ્યું છે, તેમ છત્તા તેલોકો એ કેમેરા ના વિભાગ માં હજી વધુ સુધારા વધારા કરવા ની જરૂર હોઈ તેવું લાગી રહ્યું છે.

બીજી પણ એક અફવા જે ખુબ જ ચાલી રહી છે એ તે છે કે, સેમસંગ ગેલેક્સિ S8 એક તદ્દન નવા સોફ્ટવેર DeX સિસ્ટમ ની સાથે આપવા માં આવશે, (akin to Microsoft's Continuum). ઘણા સમય થી અફવા ઓ જે ચાલી રહી છે તેના મુજબ સેમસંગ bixby પણ આપડી સમક્ષ લાવી શકે છે. AI બેઝડ વોઈસ આસિસ્ટન્ટ એપલ ના સિરી અને ગુગલ ના આસિસ્ટન્ટ જેવા મોટા મોટા નામો ની સામે ટક્કર આપશે એવું કહેવા માં આવી રહ્યું છે.

કિડની વહેંચવા માટે તૈયાર થઇ જાવ

કિડની વહેંચવા માટે તૈયાર થઇ જાવ

લોન્ચ ની વિગતો ની વાત કરીયે તો ગેલેક્સિ S8 29 મી માર્ચે ન્યૂ યોર્ક માં લોન્ચ થઇ શકે છે, તેની અંદર 5.8 ઇંચ ના મોડેલ ની કિંમત અંદાજે USD 799 (આશરે રૂ. 58,200) અને 6.2 ઇંચ ના મોડેલ ની કિંમત USD 899 (આશરે રૂ. 65,480) રાખવા માં આવી હોઈ શકે છે.

અમારા મતે

અમારા મતે

એક મિનિટ માટે એવું માની લઈએ કે સેમસંગ એ ઉપર આપેલા ફીચર્સ સાથે ગેલેક્સિ S8 ને લોન્ચ કર્યો, તો પણ તે અત્યાર ના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ અને આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન ને કઈ રીતે ટક્કર આપશે?

જો કે એક વાત તો નક્કી છે કે જો સેમસંગ ઉપર જણાવેલા સ્માર્ટફોન સાથે જો ફોન ને લોન્ચ કરવા માં સફળ થઇ જશે તો તેના દ્વારા તે સ્માર્ટફોન ની દોડ માં ખુબ જ આગળ નીકળી જશે.

વધુ માં જોડતા એવું માનવા માં આવી રહ્યું છે કે બધા જ સ્નેપડ્રેગન 835 ચિપસેટ ને સેમસંગ સંગ્રહી ને બેઠું છે જેના લીધે બીજા બધા ફોન ના ઉત્પાદકો ને તે મેળવવા માં થોડો સમય લાગી જશે. દાખલા તરીકે, LG પોતાનો નવો ફ્લેગ શિપ ફોન LG G6 બજાર માં મુકવા જય રહ્યું છે પરંતુ તેની અંદર સ્નેપડ્રેગન 835 ચિપસેટ ના બદલે 821 ચિપસેટ નાખવા માં આવ્યું છે કેમ કે 835 ચિપસેટ ના સપ્લાય માં ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યાં હતા.

આના પર થી એવું કહી શકાય કે સેમસંગ નો હોલ્ડ બજાર પર બીજી બધી બ્રાન્ડ કરતા વધુ છે, પરંતુ શુકામ ? જો ટેક્નિકલી વાત કરીયે તો સ્નેપડ્રેગન 835 અને 821 બંને ખુબ જ એડવાન્સ SoCs છે. તેમ છત્તા જૂનું થોડું વધારે સારું છે. અને જો કે આ બંને વચ્ચે વધારે કોઈ ફેર નહિ પડે. પરંતુ એ એક સામાન્ય વાત છે કે જો કોઈ આજે નવો ફોન લેવા જય રહ્યું છે અને જો બંને ના ભાવ સરખા જ હોઈ તો લોકો વધારે લેટેસ્ટ વસ્તુ જ ખરીદશે.

જો ઓફીસીઅલ કિંમત પણ જો અફવાઓ ની કિંમત છે તેટલી જ નીકળી તો, ગેલેક્સિ S8 તેના જુના મોડેલ્સ કરતા લગભગ રૂ.10,000 મોંઘો હશે. પરંતુ શું આટલો બધો ભાવ માં વધારો વ્યાજબી છે ખરો ? તે તો માત્ર સમય આવ્યે જ આપણ ને ખબર પડી શકશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
As is the case with most of the flagship smartphones, there are innumerable leaks surrounding the Galaxy S8. But, what if the handset comes with all the rumored specs?
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot