વનપ્લસ 3T ખરીદવાની ઈચ્છા છે, તો આ 3 કારણો ચોક્કસ વાંચો..

By: anuj prajapati

વનપ્લસ 3T 28 નવેમ્બરે લોન્ચ થઇ ચુક્યો છે અને તે ખરીદી શકાય તેવા બજેટમાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 30,000 રૂપિયા છે, જે સેમસંગ, એપલ અને ગૂગલના હાઈ એન્ડ સ્માર્ટફોનની સરખામણી માં ખુબ જ ઓછા છે.

વનપ્લસ 3T ખરીદવાની ઈચ્છા છે, તો આ 3 કારણો ચોક્કસ વાંચો..

વનપ્લસ 3T સ્માર્ટફોન આઈફોન 7, ગેલેક્ષી એસ 7 અને ગૂગલ પિક્સલ કરતા પણ ઓછી કિંમતમાં તેમના જેવા જ ફીચર આપી રહ્યું છે. આ સ્માર્ટફોન ને ફ્લેગશિપ કિલરનું ટાઇટલ મળી ચૂક્યું છે.

GSMK સીપટોફોન સૌથી સિક્યોર ફોન, જાણો આગળ...

વનપ્લસ 3T સ્માર્ટફોનમાં અપડેટેડ પ્રોસેસર, સારી બેટરી અને ફ્રન્ટ ફેસિંગ કેમેરો જેવા ઘણા કારણો છે. પરંતુ અમે અહીં 3 અગત્યના કારણો વિશે જણાવવા જઈ રહ્યા છે, જે તમને આ સ્માર્ટફોન ખરીદવા માટે આકર્ષિત કરશે.

વનપ્લસ 3T ખરીદવાની ઈચ્છા છે, તો આ 3 કારણો ચોક્કસ વાંચો..

પૈસાનું સારું વળતળ

આ સ્માર્ટફોન ની કિંમત લગભગ 30,000 રૂપિયા છે, જે તેના જ સેગ્મેન્ટમાં મળતા સ્માર્ટફોન કરતા ઓછી જ છે. આ સ્માર્ટફોન 5.5 ઈંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. જેમાં 16 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો અને 16 મેગાપિક્સલ ફ્રન્ટ શૂટર સેલ્ફી કેમેરો મળી રહ્યો છે.

આ સ્માર્ટફોનમાં 1.6GHz કવાર્ડકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, 6જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ મેમરી અને વનપ્લસ 3ટી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0.1 પર ચાલશે.

વનપ્લસ 3T ખરીદવાની ઈચ્છા છે, તો આ 3 કારણો ચોક્કસ વાંચો..

સારું સોફ્ટવેર ઇન્ટરફેસ

વનપ્લસ 3 સ્માર્ટફોન ઓક્સિજન ઓએસ પર ચાલે છે. ઓક્સિજન ઓએસ ખુબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. સૌથી અગત્યની વાત છે કે સ્માર્ટફોન ખુબ જ સુંદર રીતે કસ્ટમાઇઝ કરવામાં આવ્યો છે.

વનપ્લસ 3 સ્માર્ટફોનમાં યુઝર ઇન્ટરફેસ કલર પણ બદલી શકે છે જયારે તેને એન્ડ્રોઇડ સ્ટોક ખુબ જ બોરિંગ લાગે. તેઓ લૂકને વધારે બ્રાઇટ કરી શકે છે અને મેનુમાં પણ તેમની મરજી મુજબનો બદલાવ કરી શકે છે.

વનપ્લસ 3T ખરીદવાની ઈચ્છા છે, તો આ 3 કારણો ચોક્કસ વાંચો..

વધારે ફીચર

પાવરફુલ પ્રોસેસર સાથે સાથે આ સ્માર્ટફોનમાં 3400mAh બેટરી આપવામાં આવી છે. વનપ્લસ 3 સ્માર્ટફોનમાં ભલે બેટરી લાઈફમાં કોઈ બેન્ચમાર્ક સેટ ના કર્યો હોય, પરંતુ ઘણા યુઝર તેની બેટરી લાઈફ થી ખુશ તો ચોક્કસ થયા છે.

વનપ્લસ ઘ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેમના સ્માર્ટફોન 30 મિનિટ ચાર્જ કરવાથી આખો દિવસ બેટરી ચાલશે. આ વાત ઇન્ટેન્સિવ યુઝર માટે નહીં પરંતુ ટ્રેડિશનલ યુઝર માટે છે.

જયારે વાત ચાર્જિંગની આવે છે ત્યારે વનપ્લસ પાસે ખુબ જ અગત્યનું હથિયાર છે જેનું નામ છે ડેશ ચાર્જર. તેનું ચાર્જિંગ નેક્સસ 6પી કરતા પણ વધુ ઝડપી અને આઈફોન 7 પ્લસ કરતા ડબલ ઝડપથી થાય છે.

આ ડિવાઈઝ ઘ્વારા 100 ટકા ચાર્જિંગ કલાકની અંદર જ થઇ જાય છે અને 30 મિનિટમાં 63 ટકા ચાર્જિંગ થઇ જાય છે, જે બેટરી લાઈફ પણ વધારી દે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
3 best reasons to buy the OnePlus 3T.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot