આ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ ની બિલકુલ કોપી છે.

By: anuj prajapati

જ્યારથી સેમસંગ ઘ્વારા સેમસંગ ગેલેક્ષી એસ 6 એજ અને સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોન સફળ થયા છે, ત્યારથી બીજી કંપનીઓ પણ સ્માર્ટફોનને સ્પોર્ટ કર્વ ડિસ્પ્લે અને ઓછી બેઝલ સાઈડ તરફ વળ્યાં છે.

આ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ ની બિલકુલ કોપી છે.

બીજી તરફ સ્માર્ટફોનની કિંમત પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. જે લોકો સેમસંગ ફેન્સ છે અને તેમનું બજેટ છે, તેઓ સેમસંગના આવા સ્માર્ટફોનને ખરીદી લેશે. પરંતુ આજે સેમસંગ જેવા જ સ્માર્ટફોન અને તેને મળતા આવતા જ હાર્ડવેર સાથે ઘણા કોપી લાગી શકે તેવા સ્માર્ટફોન પણ બહાર આવ્યા છે.

સેમસંગ ગેલેક્ષી એસ8, એપલ આઈફોન 7 તરફ, હેડફોન જેક ગાયબ

જો તમે સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોન ના ફેન હોવ અને તમારી પાસે તેને ખરીદવાના પૈસા ના હોય, ત્યારે તમે સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોનની બિલકુલ કોપી લગતા બ્લૂબુ એજ પર એકવાર નજર કરી શકો છો.

સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ કોપી

સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ કોપી

બ્લૂબુ એજ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોનની ડિઝાઇનને બિલકુલ મળતો આવે છે. આ સ્માર્ટફોનની ડાબી અને જમણી બાજુ આવેલી ડિઝાઇન કર્વ બિલકુલ સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોન જેવી જ છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ડિસ્પ્લે

ડિસ્પ્લે

બ્લૂબુ એજ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોનની જેમ જ ગોરીલા ગ્લાસથી કવર કરવામાં આવ્યું છે, તેમાં 5.5 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં ખાલી એચડી સ્ક્રીન 1280*720 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આપવામાં આવી છે અને તેમાં પાતળી ડિઝાઇન સ્ટાઇલ પણ આપવામાં આવી છે. બ્લૂબુ એજ સ્માર્ટફોન તમે ભીના હાથે કે પછી હાથમાં ગ્લવ પહેર્યા હોય તો પણ સરળતાથી વાપરી શકો છો.

હોમ બટન

હોમ બટન

બ્લૂબુ એજ સ્માર્ટફોન મેન્યુફેક્ચર સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ સ્માર્ટફોનની ડિઝાઇન જ નહીં પરંતુ હોમ બટનમાં પણ પાછળ નથી રહ્યા. બ્લૂબુ એજ સ્માર્ટફોન સિંગલ બટન નેવિગેશન પસંદ કર્યું અને સ્માર્ટટચ સેન્સર ફિંગરપ્રિન્ટ સ્કેનર બનાવ્યું.

અંદર ના ફીચર

અંદર ના ફીચર

આ સ્માર્ટફોનમાં કવાડકોર મીડિયા ટેક 6737 પ્રોસેસર 1.4 GHz કવાડકોર સાથે આવશે. આ સ્માર્ટફોનમાં તમને 2 જીબી રેમ જે તમને ડિસેન્ટ સ્પીડ ચોક્કસ આપશે. તેની સાથે 16 જીબી ઇન્ટરનલ મેમરી પણ આપવામાં આવી છે. પરંતુ માઈક્રોએસડી કાર્ડ ઘ્વારા તમે 256 જીબી સુધી વધારી શકો છો.

બીજા ફીચર

બીજા ફીચર

આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ નો રેર કેમેરો રાખવામાં આવ્યો છે અને તેમાં સોની કંપનીના સેન્સર મુકવામાં આવ્યા છે અને 8 મેગાપિક્સલ નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર ચાલે છે તેની સાથે બ્લૂટૂથ 4.0 અને વાઇફાઇ ની સુવિધા આપવામાં આવી છે.

કિંમત

કિંમત

આ સ્માર્ટફોનની કિંમત $139.99 એટલે કે લગભગ 9500 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીને પહેલા જ અઠવાડિયામાં 30,000 પ્રિઓર્ડર પણ મળી ચુક્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Meet the Samsung Galaxy S7 Edge clone 'Bluboo Edge.'

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot