વર્ષ 2017 માં સેમસંગ ફોલ્ડિંગ સાથે બે ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન લોન્ચ કરશે.

Posted By: anuj prajapati

સેમસંગ આખા વર્ષ દરમિયાન સમાચારો ની હેડલાઈન બની રહ્યું. સેમસંગ છેલ્લા વર્ષે તેની સ્માર્ટફોનની બેટરીમાં થયેલા બ્લાસ્ટ અને તેના આવનારા સ્માર્ટફોનને કારણે ખુબ જ વધારે સમાચારોમાં રહ્યું. આ કંપનીએ ચોક્કસ તેના કસ્ટમરનું ધ્યાન પોતાની તરફ રાખ્યું જ છે.

વર્ષ 2017 માં સેમસંગ ફોલ્ડિંગ સાથે બે ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન લોન્ચ

હાલમાં સેમસંગ વિશે ખબર આવી રહી છે કે વર્ષ 2017 માં સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. જ્યારથી આ ખબર આવી છે ત્યારથી સેમસંગ સમાચારોમાં ફરી આવી ચૂક્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સેમસંગ વર્ષ 2017 માં બે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકશે.

ચિંતા કરો માં પેટીએમ હવે પેહલા કરતા પણ વધુ સુરક્ષિત છે

ઈટી ન્યુઝના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સેમસંગ બે ફોલ્ડેબલ સ્માર્ટફોન જેમાં ડ્યુઅલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવશે, તેના પર કામ કરી રહ્યું છે. જેને લાસ વેગાસ માં જાન્યુઆરીમાં થનાર કન્ઝ્યુમર ઇલેટ્રીક શૉ દરમિયાન પ્રદર્શિત કરી શકાય અથવા તો ફેબ્રઆરીમાં બાર્સેલોના માં થનાર મોબાઈલ વર્લ્ડ કોન્ફ્રન્સ દરમિયાન પણ પ્રદર્શિત કરી શકાય છે.

વર્ષ 2017 માં સેમસંગ ફોલ્ડિંગ સાથે બે ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન લોન્ચ

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ડ્યુઅલ સ્ક્રીન ફોલ્ડેબલ સ્માર્ટફોન એક બુક જેવો તેનો દેખાવ હશે. જે ત્રણ ઓરિએન્ટેશનમાં આવશે જેના ઘ્વારા યુઝર ખુબ જ આશાની થી ફોનને ફ્રન્ટથી બેકમાં ફોલ્ડ કરી શકે છે. તે ફોનની ડિસ્પ્લેને ડેમેજ થવાથી બચાવી પણ શકે છે અને તેને ટેબ્લેટની જેમ ઉપયોગ પણ કરી શકે છે.

સેમસંગ આ સ્માર્ટફોન શરૂઆતમાં ખુબ જ ઓછા નંબરમાં મેન્યુફેક્ચર કરશે. જેના કારણે કંપનીને યુઝરનો સારો રિસ્પોન્સ મળી શકે અને યુઝર સ્માર્ટફોન વિશે શુ વિચારે છે તે બરાબર જાણી શકે. યુઝરના રિસ્પોન્સ ના આધારે જ તેઓ આગળ સ્માર્ટફોનનું મેન્યુફેક્ચર કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Samsung to introduce foldable smartphones with dual screen display in the upcoming year. Here's what we can actually expect from these smartphones.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot