સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો ફીચર

આખરે સેમસંગ ઘ્વારા તેમના લેટેસ્ટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ લોન્ચ કરી દેવામાં આવ્યા છે.

By Anuj Prajapati
|

આખરે સેમસંગ ઘ્વારા તેમના લેટેસ્ટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ લોન્ચ કરી દેવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ન્યુયોર્ક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો ફીચર

આ સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા જ તેના વિશે ઘણી માહિતી લીક થઇ ચુકી હતી. જેના કારણે આ સ્માર્ટફોન વિશે ઘણો એવો આઈડિયા લોકોને આવી ચુક્યો છે. પરંતુ હજુ પણ આ સ્માર્ટફોન મેન્યુફેક્ચર પાસે કેટલાક સરપ્રાઈઝ બાકી છે.

સેમસંગ માટે આ ઇવેન્ટ ખુબ અગત્યની હતી. સેમસંગ ગેલેક્ષી એસ8 અને ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન ફરી એકવાર લોકોનો ભરોષો જીતી શકે. સેમસંગ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા જુના સ્માર્ટફોનમાં જે બેટરી બ્લાસ્ટનો મામલો આવ્યો તેના કારણે સેમસંગ આ સ્માર્ટફોન માટે ખુબ જ કાળજી રાખી રહ્યું છે.

સેમસંગે ડ્યુઅલ કેમેરા સિસ્ટમ પાતળા લેન્સ સાથે પેટન્ટ કરી

સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોનમાં ઘણા નવા ફીચર આવ્યા છે. જેમાં મલ્ટીપલ ફંક્શન, સર્વિસ, એપ, સોફ્ટવેર અને સારી સિક્યોરિટીનો સમાવેશ થાય છે. જાણો સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોનમાં કયા કયા ફીચર આપવામાં આવ્યા છે.

ડિઝાઇન અને ડિસ્પ્લે

ડિઝાઇન અને ડિસ્પ્લે

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોનમાં બેઝલ લેસ ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપની ઘ્વારા આ સ્માર્ટફોન એકદમ નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન યુઝરને સ્મૂથ યુઝર અનુભવ આપશે.

આ બંને સ્માર્ટફોન ડિસ્પ્લેમાં ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 5.8 ઇંચ કવાડ એચડી 1440*2960 પિક્સલ સુપર અમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જયારે ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોનમાં 6.2 ઇંચ કવાડ એચડી 1440*2960 પિક્સલ સુપર અમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને સ્માર્ટફોન ડસ્ટ અને વોટર રજિસ્ટન્ટ છે.

હાર્ડવેર

હાર્ડવેર

બંને સેમસંગ ગેલેક્ષી એસ8 અને ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન ઓક્ટાકોર (2.3GHz કવાડ + 1.7GHz કવાડ) 64 બીટ પ્રોસેસર અને ઓક્ટાકોર (2.35GHz કવાડ + 1.9GHz કવાડ) 64 બીટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોનમાં લેટેસ્ટ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્ષી એસ8 અલગ અલગ વેરિયંટમાં મળશે.

બંને સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો. બંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

કેમેરા

કેમેરા

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો બંને સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ કેમેરા વાઈડ એંગલ લેન્સ સાથે ફ્રન્ટમાં આપવામાં આવ્યા છે. જયારે બેક માં 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા ઓપ્ટિકલ ઇમેજ, પ્રો મોડ, સ્લો મોશન સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં કેમેરા 4કે રેકોર્ડિંગ પણ સપોર્ટ કરે છે.

બેટરી

બેટરી

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 3000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. જયારે સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોનમાં 3500mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્ષી એસ8 અને ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી અને સેન્સર

કનેક્ટિવિટી અને સેન્સર

સેમસંગ ગેલેક્ષી એસ8 અને ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ વેરિયંટમાં આવે છે. બંને સ્માર્ટફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 5.0, યુએસબી ટાઈપ-સી, એનએફસી અને જીપીએસ જેવા કનેક્ટિવિટી ઓપશન આપવામાં આવ્યા છે. હવે જો સ્માર્ટફોન સેન્સરની વાત કરવામાં આવે તો તેમાં આઈરીશ પ્રેસર, ફિંગરપ્રિન્ટ સેન્સર, લાઈટ સેન્સર, બેરોમીટર, હાર્ટ રેટ સેન્સર જેવા સેન્સર ઓપશન આપવામાં આવ્યા છે.

સેમસંગમાં તેની સાથે કેટલાક રસપ્રદ ફીચર પણ આપવામાં આવ્યા છે. જેમાં સેમસંગ પે, સેમસંગ કનેક્ટ, અને સૌથી ખાસ ફીચર સેમસંગ બિક્સબિય, જે વોઇસ બેઝ વર્ચુઅલ આસિસ્ટન્ટ છે.

ક્યારે આવશે અને તેની કિંમત

ક્યારે આવશે અને તેની કિંમત

સેમસંગ ઘ્વારા ઇવેન્ટમાં સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન કિંમત વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી. આ સ્માર્ટફોન મીડનાઈટ બ્લેક, ઓર્ચિડ ગ્રે, આર્કટિક સિલ્વર, કોરલ બ્લુ, અને મેપલ ગોલ્ડ કલરમાં 21 એપ્રિલથી આવી જશે.

બીજી જાહેરાત

બીજી જાહેરાત

આ સ્માર્ટફોન સાથે સાથે સેમસંગ ઘ્વારા બીજી પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં સેમસંગે તેમની બીજી પ્રોડક્ટ સેમસંગ ડેક્સ જેની મદદથી યુઝર તેમનો સ્માર્ટફોન કમ્પ્યુટરમાં ઉપયોગ કરી શકશે. કંપની ઘ્વારા નવું મોશન કંટ્રોલિંગ સેમસંગ ગિયર વીઆર પણ બતાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ સેમસંગ તેમના લેટેસ્ટ સ્માર્ટફોન સાથે નવા હાઈ પરફોર્મન્સ ઈયરફોન પણ શિપમેન્ટ કરશે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S8 and S8+ launched: Price, Specifications and more

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X