સેમસંગે ડ્યુઅલ કેમેરા સિસ્ટમ પાતળા લેન્સ સાથે પેટન્ટ કરી

Posted By: anuj prajapati

સેમસંગ છેલ્લા ઘણા સમયથી સારી કેમેરા કવોલિટી આપી રહ્યું છે. સેમસંગ ઘ્વારા ડ્યુઅલ લેમેરા ટેક્નોલોજી માટે પણ કેટલીક પેટન્ટ રજીસ્ટર કરવામાં આવી છે. પરંતુ ખાસ વાત છે એક ગેલેક્ષી હેન્ડસેટમાં તેને આવતા થોડો સમય લાગશે.

સેમસંગે ડ્યુઅલ કેમેરા સિસ્ટમ પાતળા લેન્સ સાથે પેટન્ટ કરી

કંપની ઘ્વારા વધુ એક પેટન્ટ એપ્લિકેશન ફાઈલ કરવામાં આવી છે. તેના વિશે ઓનલાઇન જાણકારી આવી છે. આ પેટન્ટ સેમસંગ ઘ્વારા બનાવવામાં આવી રહેલા ભવિષ્યના પ્લાનને બતાવે છે. જેમાં તેઓ પોતાના ડ્યુઅલ કેમેરા સેન્સરનો ઉપયોગ કરશે.

આ પેટન્ટમાં "કેમેરા મોડ્યુલ સાથે મલ્ટી લેન્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ બંને એક જ સમયે" એવું હેડિંગ આપવામાં આવ્યું છે. જે સેમસંગ કંપનીનો ભવિષ્ય પ્લાન બતાવે છે, જેમાં ડ્યુઅલ કેમેરા સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

એમેઝોન ખુબ જ જલ્દી એઆર અને વીઆર હોમવેર સ્ટોર પર લાવશે

તેમના પ્લાન મુજબ સેન્સર ખાલી પાતળા જ નહીં હોય પરંતુ તેની સાથે સાથે તે ઓછી લાઈટમાં પણ સારું કામ આપશે. આ પેટન્ટ સિસ્ટમમાં આવેલા બીજા ફીચર વિશે પણ જણાવે છે. જેમાં તે 3ડી ફોટોગ્રાફને કેપ્ચર કરવાની ક્ષમતા રાખશે.

ઓનલાઇન મળતી માહિતી અનુસાર કંપની ઘ્વારા ભવિષ્યમાં લોન્ચ કરવામાં આવી રહેલા ડ્યુઅલ કેમેરા સેન્સર વિશે કોઈ પણ ચોક્કસ માહિતી આપવી મુશ્કિલ છે. ઈન્ટરનેટ પર ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન વિશે ઘણી અફવાહો ફેલાઈ રહી છે.

કેટલીક અફવાહો અનુસાર આ ફોનમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવશે. પરંતુ લીક ઘ્વારા સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે સેમસંગ તેના ગેલેક્ષી એસ8 માં આ ફીચરનો ઉપયોગ નહીં કરે. પરંતુ લોકો આશા રાખી રહ્યા છે કે કંપની તેના બીજા ગેલેક્ષી નોટ 8 સ્માર્ટફોનમાં આ ફીચર ઉપયોગ ચોક્કસ કરશે.

હાલમાં કઈ પણ કહેવું ખુબ જ જલ્દી કહેવાશે. એટલા માટે રાહ જોવો કે સેમસંગ તેના આવનારા સ્માર્ટફોનમાં તમને શુ ઓફર કરી રહ્યા છે.

English summary
The new patent found online speaks about the future plan of South Korean giant to develop its own dual camera sensor.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot